બોલિવૂડ અભિનેત્રીઓમાં એક નવો ટ્રેન્ડ ચાલ રહ્યો છે, બેલી ફેટ ને એબ્સને કારણે ચર્ચામાં રહે છે આ સુંદરીઓ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ હંમેશા કોઈના કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ પોતાના કપડાથી લઈને ઈવેન્ટ પાર્ટી એરપોર્ટ પર કોઈ પણ જગ્યાએ કેમેરામાં કેદ થઈ જાય છે. તેમની એક એક મુમેન્ટને કેપ્ચર કરવામાં આવે છે. તેના પછી આ તસવીરો સોસિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. આજે અમે તમને બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે જણાવા જઈ રહ્યા છે જે પોતાની એબ્સને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં મંદિરા બેદીથી લઈને દિશા પટનીનો પણ સમાવેશ થાય છે જેમની એબ્સની સાથે તસવીરો વાયરલ થતી હોય છે.

સૌથી પહેલા બોલિવૂડની અભિનેત્રી દિશા પટનની વિશે વાત કરીએ-

Image result for દિશા પટનીબાગી-2માં ટાઈગર શ્રોફ સાથે જોવા મળેલી દિશા પટનીએ થોડાક દિવસ પહેલાં જ પોતાના એબ્સ બતાવીને તે તસવીરને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેમજ દિશાના ફેન્સ આ તસવીર બહુ પસંદ આવી.

બીજા નંબરે આવે છે સુસ્મિતા સેન-

સુસ્મિતા સેન હંમેશા પોતાની બોડી મેન્ટેઈન રાખવા માટે બહુ ધ્યાન રાખે છે. તેમજ સુસ્મિતા સેન પણ એબ્સની પાછળ ગાંડી છે. થોડાત દિવસ પહેલા તેને પોતાના સપાટ પેટની સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.

કેટરીના કૈફ-

બોલિવૂડમાં કેટરીનાની વાત આવે એટલે તેની ચર્ચા ચારેય તરફ થવા લાગે છે. બોલિવૂ઼ડની સૌથી ફેમસ અભિનેત્રી કેટરીનાએ ચિકની ચમેલી ડાન્સ કરીને દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ સોંગમાં કેટરીનાની કમર એકદમ પતલી દેખાતી તેની પાછળ લોકો પાગલ હતા. કેટરીના એબ્સ પછી બોલિવૂડની અભિનેત્રીમાં ટ્રેન્ડ આવ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

કરિના કપૂર-

કરીના કપૂરની વાત કરીએ તો જ્યારે તે પ્રેગ્નેટ હતી ત્યારે તેનું વજન બહુ વધી ગયું હતું તૈમૂરના જન્મ પછી કરીનાની ફીગર બેડોળ થઈ ગઈ હતી. પરંતુ તેને સખત મહેનત કરીને પોતાનું વજન ઉતાર્યુ અને અત્યારે તે એકદમ ફીટ દેખાય રહી છે. હાલમાં યોજાવામાં આવેલા એક ફેશન શોમાં કાર્તિક આર્યન સાથે કરિના જોવા મળી હતી. આ સમયે કરિનાના એબ્સ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી કે એક છોકરાની માં હોવા છતાં હજું પણ એકદમ ફિટ દેખાય છે.

જેક્લીન ફર્નાન્ડિઝઃ

Image result for જેક્લીન ફર્નાન્ડિઝઃજેક્લીન ફર્નાન્ડિઝની વાત કરીએ તો તે દરરોજ કસરત કરે છે અને યોગા કરે છે. જેકલીન ફર્નાડિઝે સોંગ ‘એક દો તીન’માં પોતાની પતલી કમર બતાવીને લોકોનું ધ્યાન તેના પર જ આકર્ષિત થયું હતું. પરંતુ આ ગીત કોઈને પસંદ નહતું આવ્યું. તેમજ જેકલીન પોલ ડાન્સ પણ કરે છે.

દીપિકા પાદુકોણ-

Image result for જેક્લીન ફર્નાન્ડિઝઃપેટ સપાટ હોય તો વેસ્ટર્ન વેરની સાથે ટ્રડિશનલ કપડા પણ સારા લાગે છે. વાત કરીએ દીપિકાની તો તેનો સપાટ પેટ હોવાથી તે કોઈ પણ લુકમાં સારી દેખાય છે. આ વાત તેને સાબિત પણ કરી છે.

મંદિરા બેદી-

Image result for જેક્લીન ફર્નાન્ડિઝઃબોલિવૂડમાં પોતાની ફિટનેસ માટે હંમેશા જાણીતી મંદિરા બેદી થોડાક સમય પહેલાં રેમ્પ વોક કરતા જોવા મળી હતી, જેમા તે પુશ-અપ કરવા લાગી હતી. તેમજ રેમ્પ વોક કરતી વખતે તેના એબ્સ પણ દેખાતા હતા જેના પર સૌથી વધારે લોકોનું ધ્યાન ગયું હતું.

મલાઈકા-

બોલિવૂડમાં ફિટનેસની બાબતમાં નંબર વન છે. માં બન્યા બાદ પણ મલાઈકા અરોરાએ પોતાની ફિગર બહુ સારી રીતે મેઈન્ટેન રાખી છે. જેના લીધે તે આ ઉંમરે પણ એકદમ યંગ અભિનેત્રી જેવી દેખાય છે. તેને જોઈને કોઈ ન કહી શકે કે તે બે બાળકોની માતા છે. તેને થોડાક સમય પહેલા જ પોતાના એબ્સની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

શિલ્પા શેટ્ટી-


અત્યારે શિલ્પા શેટ્ટી ફિલ્મોમા કામ નથી કરતી પણ પોતાની ફિટનેસ પર પુરતુ ધ્યાન આપે છે. તે ફિટનેસ માટે ઘણું બધુ ફોલો કરે છે. તેની કમરની વાત કરીએ તો તેના પર કોઈ પણ કપડા સારા લાગે છે. શિલ્પાની ફિગર એકદમ પરફેક્ટ છે અવું બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કહેવાય છે. તેને જોઈને કોઈન કહી શકે કે તે એક બાળકની માં છે. તે અત્યારે પણ યંગ દેખાય છે.

પ્રિયંકા ચોપરા-

બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હોલિવૂડની ફિલ્મ માટે એબ્સ બનાવ્યા હતા. તેમજ હોલિવૂ઼ડની ફિલ્મ ઈઝન્ટ ઈટ રોમેન્ટીક માટે તેને સિક્સ પેક એબ્સ બનાવ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ હતી.

બોલિવૂડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટ-

Image result for આલિયા ભટ્ટઆલિયા ભટ્ટે જ્યારે સ્ટૂડન્ટ ઓફ યર ફિલ્માં બોલિવૂ઼ડમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેને 16 કિલો વજવ ઉતાર્યુ હતું. ફિટનેસ એક્સપર્ટ્સ દર બે કલાકે ખાતા રહેવાની સલાહ આપતા હોય છે, પરંતુ આલિયાએ કહ્યું હતું કે, ‘તે દિવસમાં ત્રણ વખત જમવાનું પસંદ કરે છે. તેમજ તેને જ્યારે ભૂખ લાગે ત્યારે જમે છે. આલિયાએ ઉડતા પંજાબ ફિલ્મ માટે પોતાનું વજવ બહુ ઘટાડ્યુ હતું. જો કે આલિયા અત્યારે એકદમ ફિટ દેખાય રહી છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી