Feel Proud To Be An Indian – દરેકે વાંચવા લાયક સ્ટોરી !!!

“નિશિત હવે પાછા ક્યારે આવશો??”
શ્રેયા એ દોડતાં દોડતાં આવી Airport પર Canada જવાની તૈયારી કરતાં ડો.નિશિત ને દબાયેલા સ્વરો માં પૂછ્યું…
ડૉ.નિશિત તેમજ તેના માતા-પિતા તેમજ સબંધી બધાં શ્રેયા ને જોતાં જ રહી ગયાં..

વાત એમ હતી કે નિશિત હાલ ડૉક્ટર બની Canada જવાનો છે શ્રેયા નિશિત ની બાળપણ ની ખાસ મિત્ર હતી…

ડૉ. નિશિત શ્રેયા ને જોતાં ની સાથે જ ભેટી પડ્યો…
બંન્ને ની આંખોમાં આસું બહાર નિકળવાની કોશિશ કરતાં હતાં પણ ન નિકળ્યાં કદાચ એ બંન્ને એ એકબીજા ને કરેલ promice ના લીધે આંસુ એ પોતપોતાની આંખોમાં જ જગ્યા બનાવી લીધી.

નિશિત ના પિતા એ બંન્ને ને અલગ કર્યા…
નિશિતે શ્રેયા ને કહ્યું “શ્રેયા ત્રણ વર્ષ ની તો વાત છે, પાછો આવીશ અને લગ્ન કરીને આપણે બંન્ને પણ Canada માં રહીશું બસ…

આ સાંભળી ન નિકળતાં આસું શ્રેયા ના ગાલ ઉપર થી રસ્તો કરી ટપ ટપ નીચે પડવાં લાગ્યાં…
નિશિત પણ સ્તબ્ધ થઈ ગયો.
“શ્રેયા તું શા માટે રડે છે એ તો બોલ?”
શ્રેયા એ ખુબ સરસ જવાબ આપ્યો..

“નિશિત મારે આખી જીંદગી તમારી સાથે જ રહેવું છે. ભલે એ ગમે તે જગ્યા હોય…
પણ નિશિત હું થોડી અભણ ભલે છું પણ થોડું દેશ માટે વિચારવાની શક્તિ છે મારામાં..
નિશિત તમે અને તમારા જેવાં કેટલાંય Doctor અને Engineer બીજા દેશમાં જતાં રહે છે. શું આપણાં દેશ માં કંઈ નથી??

શું આપણો દેશ તમને ડૉ. ને લાયક નહીં ગણે??
મને ખબર છે કે આપણા દેશ માં ગરીબી છે તેમજ તમે અહીયાં થોડું ઓછું કમાશો, પણ એટલાં માં આપણું ગુજરાન તો ચાલી જ જશે..
પરંતું દેશ માટે કંઈ કર્યા નો આનંદ જરૂર રેહશે…
અને માતા-પિતાની સાથે રહી એમની સેવા કરવાનો મોકો બીજા દેશમાં તો નહીં જ મળે…

બીજા દેશમાં જઈ સેવા આપવાં કરતાં પોતાના દેશ માં સેવાં આપો તો ભારત માં જન્મ લીધો એનું રૂણ ચૂકવાય જાય…

આપણા દેશ નાં કેટલાંય મહાન હસ્તીઓ તેમજ ઘણાં બધાં Doctors અને Engineers જો પાછાં આપણાં દેશમાં રહી જો સેવા આપે તો આપણો દેશ વિશ્વમાં સર્વ શ્રેષ્ઠ બની જાય…

આટલું બોલી શ્રેયા ડૂસકે ભરાઈ ગઈ…

આ સાંભળતાં જ ત્યાં રહેલ તમામે શ્રેયા ને તાળી ઓથી વધાવી લીધી..
અને ડૉ. નિશિતે શ્રેયા પાસે જઈ પોતાની Canada ની ટિકીટ તેમજ Bording pass ફાડી નાંખ્યાં અને કહ્યું…

“મને ખબર ન હતી કે મારી શ્રેયા આટલી મોટી થઈ ગઈ હશે,,
સાચ્ચે મારી આંખ ખોલી નાંખી.., આજે જ હું નિર્ણય કરું છું કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આપણાં દેશમાં જ સેવા આપીશ..”

ડૉ.નિશિત ના માતા-પિતા તેમજ તમામ સબંધીઓ ની આંખની કોર ભીંની હતી અને તમામ મનોમન શ્રેયા નો આભાર માની તમામ ધરે જવાં રવાના થઈ ગયાં..

લેખક : – કુંજ જયાબેન પટેલ”સ્વવિચાર”

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી