જો તમે પણ બાળકને સ્તનપાન કરાવતા હોવ તો ખાસ રાખજો સાવચેતી, વાંચી લો જામનગરની આ બાળકીનું કેવી રીતે થયુ કરુણ મોત

ગુજરાત રાજ્યના જામનગર શહેરના આર્મી વિસ્તારમાં રહેતા આર્મીના એક જવાનના ઘરે દુઃખદ બનાવ બન્યો છે. આ આર્મી જવાનની એક મહિનાની દીકરીને માતા દ્વારા સ્તનપાન કરાવતા સમયે માતાનું ધાવણ આ બાળકીના નાકમાં ચાલ્યું જાય છે જેના લીધે આ છોકરીનું દુઃખદ અવસાન થઈ જાય છે. આ આર્મી જવાનના પરિવારમાં આ બનાવ બનવાના લીધે પરિવારના તમામ સભ્યો શોકમય થઈ ગયા.

image source

જામનગર શહેરના આર્મી વિસ્તારમાં આવેલ બ્રિગેડ કેમ્પમાં રહેતા આર્મી જવાન રવિ પુંડલી ખટાવકર નામના ૩૧ વર્ષના જવાનના ઘરે એક મહિનાની દીકરી ઐશ્વર્યા કે, જેને ગઈ કાલ રાતના પોતાની માતા સાથે પલંગ પર સુઈ રહી હતી, આ સાથે જ ઐશ્વર્યાને તેની માતા સ્તનપાન પણ કરાવી રહી હતી.

નાકમાં ધાવણ ચાલ્યું જવાના લીધે દીકરીનું મોત થયું.

image source

ગઈ કાલ રાતે જયારે માતા અને દીકરી પલંગ પર સુઈ રહ્યા હતા ત્યારે ઐશ્વર્યાને મધ્ય રાતે ભૂખ લાગી હોવાથી રડી રહી હતી જેના લીધે ઐશ્વર્યાને તેની માતા સ્તનપાન કરાવવા માટે ઉઠે છે અને સ્તનપાન કરાવવા લાગે છે. પરંતુ મધ્ય રાત્રિ હોવાના લીધે માતા અને દીકરી બંને કાચી ઊંઘમાં હોવાથી ઊંઘમાંને ઊંઘમાં જ માતાનું ધાવણ દીકરીના નાકમાં ચાલ્યું જાય છે જેના લીધે નાદાન દીકરીનો શ્વાસ રૂંધાવા લાગે છે અને બેભાન થઈ ગઈ હતી.

image soucre

ત્યાર બાદ માતાને દીકરીની કોઈ હલચલ નહી જણાતા માતા દીકરીને લઈને આર્મી વિસ્તારમાં નજીકમાં આવેલ હોસ્પિટલમાં લઈને જાય છે. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા ઐશ્વર્યાની તપાસ કરવામાં આવે છે ત્યારે હોસ્પિટલના ડોક્ટર દ્વારા દીકરીને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ આર્મી યુવકના પરિવારને થતા પરિવારના સભ્યોને માથે આભ તૂટી પડ્યું છે.

image source

આ બનાવ વિષે જયારે આર્મીના જવાન રવિ ખટાવકર દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે તો જામનગર શહેરના સિટીના એ ડીવીઝનના પોલીસ જામનગરની જી. જી. હોસ્પિટલમાં બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. બાળકીના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં એવું સામે આવ્યું છે કે, બાળકીના નાકમાં ધાવણ ચાલ્યું ગયું હોવાના લીધે બાળકીને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી હતી અન અંતે બાળકીનો શ્વાસ રૂંધાઈ જાય છે જેના લીધે દીકરીનું મૃત્યુ થઈ ગયા હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. જયારે હવે જામનગર શહેરની પોલીસ તરફથી આગળ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ બનાવ પરથી ઘણી બધી સ્તનપાન કરાવી રહેલ માતાઓએ નવજાત શિશુઓને સ્તનપાન કરાવતા સમયે હંમેશા સાવધાન રહેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ