ફી વસૂલવાના મામલે સાઉથનો આ સુપર સ્ટાર બોલીવૂડના મોટા મોટા સ્ટાર્સને આપે છે ટક્કર

સાઉથની ફિલ્મો બોક્ષ ઓફિસ પર ભલે બોલીવૂડની ફિલ્મો જેવી કમાણી ન કરી શકતી હોય, હા તેમાં પણ ઘણા બધા અપવાદ છે જેમ કે બાહુબલીએ બોલીવૂડની ફિલ્મને પણ ટક્કર મારે તેવી કમાણી બોક્ષઓફિસ પર કરી હતી. પણ ટીવી પર આવતી મૂવિઝ ચેનલમાં તમને બોલીવૂડ કરતાં સાઉથની ડબ્ડ ફિલ્મો વધારે જોવા મળશે.

આ કારણસર આજે ભારતનો એક-એક ફિલ્મ રસિયો સાઉથની ફિલ્મો વિષે ઘણું બધું જાણતો થયો છે અને સાઉથ ઉપરાંત પણ અન્ય ભારતિય રાજ્યોમાં એક એવો મોટો વર્ગ છે જે સાઉથની ડબ્ડ ફિલ્મોને ખુબ જ પસંદ કરે છે. સાઉથની ફિલ્મો એક્શનથી ભરપુર હોય છે તેમજ તેની ફાસ્ટ સ્ટોરી લાઇન પણ લોકોને ઘણી ગમતી હોય છે.

જો કે બોલીવૂડે અવારનવાર સાઉથની ફિલ્મોની રીમેક બનાવીને બોક્ષઓફિસ પર ટંકશાળ પાડી છે. અને તેની લોકપ્રિયતાના કારણે જ બોલીવૂડના સુપર સ્ટાર્સની જેમ સાઉથન સુપર સ્ટાર્સ પણ એક-એક ફિલ્મ માટે કરોડો રૂપિયાની ફી વસુલે છે. પણ સાઉથનો આ સ્ટાર તો બોલીવૂડના પણ ઘણાબધા સ્ટાર્સને પાછળ છોડી દે તેવો છે.

આ સાઉથ સુપર સ્ટારનું નામ છે મહેશ બાબૂ. તે મૂળે તો ફિલ્મિ બેકગ્રાઉન્ડમાંથી આવે છે પણ તેણે આ લોકપ્રિયતા હાંસલ કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડી છે.

મહેશ બાબુની ગણતરી ટોલીવુડના હાઇએસ્ટ પેઇડ એક્ટરમાં થાય છે. તમને જણાવી દઈએ કે તેમણે માત્ર 4 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ શરુ કરી દીધું હતું. તેમણે ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે આંઠ ફિલ્મોમાં કામ કર્યું છે. એક અહેવાલ પ્રમાણે તેઓ એક ફિલ્મના 18 કરોડ રૂપિયા કરતાં પણ વધારે લે છે.

મહેશ બાબૂ ફિલ્મોમાં તો એક્ટિંગ કરે જ છે પણ તે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે જે હેઠળ તે ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. તેમણે ફિલ્મોમાં મુખ્ય હીરો તરીકે 1999માં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની કુલ સંપત્તિ 135 કરોડ કરતાં પણ વધારે છે.

મહેશ બાબૂ કારના શોખીન છે તેમની પાસે અગણિત લક્ઝરિયસ કાર છે. જેમાં લેમ્બોર્ગીની ગેલાર્ડો, રેન્જ રોવર વોગ, ટોયોટા લેન્ડ ક્રુઝર, મર્સિડિઝ બેન્ઝ ઇ-ક્લાસ, ઓડી એ 8નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ શૂટિંગ માટે તૈયાર થવા માટે પોતાની વેનિટિવેન યુઝ કરે છે. જેની કીંમત 90 લાખ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે તેમના લગ્ન ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નમ્રતા શિરોડકર સાથે થયા છે. તેઓ પોતાના કુટુંબ સાથે હૈદરાબાદ ખાતેના લક્ઝરિયસ બંગલોમાં રહે છે જેની કીંમત 18 કરોડ રૂપિયા છે.

તે પોતાની કમાણીના રૂપિયા સારી રીતે ઇનવેસ્ટ કરતાં જાણે છે તેઓ પ્રોપર્ટી ઉપરાંત બીજી ઘણી બધી રીતે પોતાના રૂપિયા ઇનવેસ્ટ કરે છે પણ તેમને પોતાના પદ્માલયા સ્ટુડિયો તેમજ તેલુગુ ફિલ્મોના નિર્માણમાં પૈસા રોકવા વધારે ગમે છે. આ રીતે જોવા જઈએ તો મહેશ બાબૂ બોલીવૂડના ઘણા બધા એ લિસ્ટરની સરખામણીએ વધારે કમાણ કરી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ