જો તમે પણ માસ્કમાં ફેશનેબલ દેખાવા માંગતા હોવ તો ફોલો કરો હિના ખાનની આ સ્ટાઇલ, લોકો જોતા રહી જશે તમારી સામે

આખા દેશમાં કોરોનાનો પ્રકોપ હજી ચાલુ જ છે. આ સંક્રમણથી બચવાનો એક માત્ર ઉપાય માસ્ક પહેરવાનો જ છે. પણ જો આપણે આપણી આસપાસ નજર દોડાવીએ તો આજે પણ ઘણા લોકો માસ્ક વગર ફરતા દેખાય છે. પોતાની અને પોતાના લોકોની સુરક્ષા માટે કોવિડ 19 સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. આજે માર્કેટમાં લકઝરી બ્રાન્ડના ફેન્સી અને સ્ટાઈલિશ માસ્ક મળે છે જેને પહેરીને તમે ફેશન સ્ટેટમેન્ટ બની શકો છો. એ સિવાય તમે હિના ખાન અને કરિશ્મા તન્ના જેવી પોપ્યુલર ટીવી એક્ટ્રેસની સ્ટાઈલને પણ ફોલો કરી શકો છો…

હિના ખાન

image source

હિના ખાન સ્ટાઇલમાં બોલિવુડની અભિનેત્રીઓથી જરાય ઓછી નથી. આ ફોટામાં હીનાએ ઓરેન્જ શર્ટ અને બ્લેક જીન્સ સાથે સ્ટાઈલિશ બ્લેક માસ્ક પહેર્યું છે. જે એમના આઉટફિટ સાથે મેચ થઈ રહ્યું છે. સાથે જ એમને બકેટ હેટ પણ કેરી કરી છે જે એમને સ્ટાઈલિશ લુક આપી રહી છે.

કરિશ્મા તન્ના..

image source

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના પાસે માસ્ક પહેરવાની ક્રિએટીવ ટિપ્સ લઈ શકો છો. આ ફોટામાં કરિશ્મા આઈ કેટ વાળા સનગ્લાસ સાથે ચેન વાળું માસ્ક પહેરેલું છે. જો તમે ચેનના મહત્વ વિશે વિચારી રહ્યા છો તો એનાથી તમે તમારા ફેસ માસ્કને ખોવાઈ જતા બચાવી શકો છો.

image source

બીજા ફોટામાં કરિશ્મા તન્નાએ કુર્તી સાથે મેચ થતું માસ્ક પહેર્યું છે જે દેખાવમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યું છે.

શહનાઝ ગિલ.

image source

શહનાઝ ગિલ પણ ઓછી ફેશનેબલ અને સ્ટાઈલિશ નથી. એમનો દરેક લુક ફેશન સ્ટેટમેન્ટ હોય છે. આ ફોટો એમના એરપોર્ટ લુકનો છે. જેમાં એ વ્હાઇટ કલરનું માસ્ક પહેરેલી દેખાઈ રહી છે. શહનાઝ આ ફોટામાં ટ્રેકશૂટ અને બેઝબોલ હેટમાં દેખાઈ રહી છે. કોરોના કાળમાં પોતાની સેફટીનું ધ્યાન રાખતી શહનાઝ આ ફોટામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

મૌની રોય

image source

મૌની રોયની ફેશનના લાખો દીવાના છે. અને હોય પણ કેમ નહિ કારણ કે એમની સ્ટાઇલ જ એવી છે. આ ફોટામાં મૌની રોય મોનોક્રોમ લુકમાં દેખાઈ રહી છે. કોફી બ્રાઉન કલરનું પેન્ટ અને ટોપમાં મૌની રોય હંમેશની જેમ ગ્લેમરસ લાગી રહી છે. એક્સેસરીઝના નામ પર એક્ટ્રેસે બ્લેક ટીન્ટેડ સ્કવેર સનગ્લાસ અને માસ્ક પહેર્યું છે, આ ફોટાની હાઇલાઇટ છે સ્નેકપ્રિન્ટ વાળું માસ્ક, જેને એમને ગ્રે ચેન સાથે કેરી કર્યું છે. એક્ટ્રેસે પોતાની ચેન સાથે પ્રિન્ટેડ માસ્ક પહેરીને પોતાની સ્ટાઈલને ફેશનેબલ ટચ આપ્યો છે.

રશ્મિ દેસાઈ.

image source

આ ફોટામાં રશ્મિ દેસાઈ બ્લેક કલરના હોલટોન નેક અને સ્લીવ્સલેસ સ્ટાઇલ વાળો શોર્ટ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. હેર સ્ટાઇલના નામ પર ફક્ત પોનિટેલ બનાવીને પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. કોરોનાના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્રેસ સાથે મેચ થાય એવું બ્લેક કલરનું માસ્ક પહેર્યું છે.

આકાંક્ષા પુરી.

image source

એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ ફોટામાં પોતાની કુર્તી સાથે મેચ થાય એવું માસ્ક પહેર્યું છે. મેચિંગ માસ્ક અને કુર્તિમાં આકાંક્ષા પુરી ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્રદ્ધા આર્યા.

image source

કુંડલી ભાગ્ય ફેમ પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાનું ગિવ મી સ્પેસનું માસ્ક ખૂબ જ ફેન્સી અને એક મેસેજ આપનારું છે. એમની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી.‘

જિયા માણેક.

image source

શો સાથ નિભાના સાથિયા ટીવી શોની ગોપી વહુ એટલે કે જિયા માણેકે અલગ અલગ સ્ટાઇલના માસ્ક પહેરીને સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કર્યા હતા પણ આ સ્ટાઈલિશ માસ્ક પહેરવાના કારણે જિયા માણેકને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!