જલ્સા કરોને જેંતીલાલ

“કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર નથી ગળે ભેટી શકતા પોતાના પુત્રને પણ, આંખના ખૂણા ભીંજવી નાખતી પિતા-પુત્રનો આ નાનકડો વિડિયો તમને હલાવી મુકશે”

આંખના ખૂણા ભીંજવી નાખતી પિતા-પુત્રની આ નાનકડી વિડિયો તમને હલાવી મુકશે

આજે સમગ્ર વિશ્વમાં મહામારી મચાવનાર કોરોના વાયરસના કારણે દેશોના દેશોને લોકડાઉન કરી નાખવામાં આવ્યા છે. એક બાજુ તેની કોઈ રસ્સી પણ હજુ સુધી નથી શોધાઈ શકી અને બીજી બાજુ, આ વાયરસના કારણે મૃતકાંકમાં દીવસેને દીવસે હજારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો વળી વાયરસનો ચેપ લાગેલા લોકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેમની સારવાર કરવા માટે વિવિધ દેશોમાં પેરામેડિકલ સ્ટાફ ખૂટી રહ્યો છે.

image source

વાયરસના રોગીઓનો ઇલાજ કરતાં ડોક્ટર્સ તેમજ નર્સ તેમજ અન્ય પેરામેડિકલ સ્ટાફે પોતાની જાતને પોતાના જ લોકોથી દૂર રાખવા પડ્યા છે. દીવસોના દીવસો સુધી તેઓ પોતાના પરિવારજનોને નથી મળી શકતાં. થોડા સમય પહેલાં ચીનની એક નર્સની વિડિયો વાયરલ થઈ હતી જેમાં તેણી પોતાની દીકરીને દીવસો બાદ જોઈ રહી છે તેને તેણી અડી પણ નથી શકતી માત્ર દૂરથી જ તેણીને એરહગ (હવામાં ભેટી) આપી રહી છે. કારણ કે તેણી દ્વારા તેની દીકરીને તે ચેપ ન લાગી જાય તેની તકેદારી લેવામાં આવી રહી છે. અને તે જ હેતુસર પેરામેડિકલ સ્ટાફ પોતાના પ્રિયજનોને નથી મળી શકતા.

તાજેતરમાં એવી જ એક હૈયુ ભીંજાવતી વિડિયો ડોક્ટર પિતા અને તેના નાનકડા દીકરાની વાયરલ થઈ રહી છે, જેણે ઇંટરનેટ પર લાગણીનું મોજું ઉભું કરી મુક્યું છે. આ વિડિયો સાઉદી અરેબિયાના એક ડોક્ટરની છે. જે ત્યાંની એક હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. અને પોતાની ફરજ પુરી કરી જ્યારે તેઓ ઘરે પાછા ફરે છે ત્યારે તેમનો દીકરો તેમને જોઈને ખુશખુશાલ થઈ જાય છે અને પિતાને વળગી પડવા તેમની તરફ દોડી જાય છે.

પિતા પણ બધું ભૂલીને દીકરાને ભેટવા જ જઈ રહ્યા હોય છે ત્યાં તેમને યાદ આવી જાય છે, કે તેઓ હાલ કોરોના વાયરસગ્રસ્ત લોકોની સારવાર કરી રહ્યા છે અને તે તરત જ બાળકને દૂરથી જ અટકાવી દે છે, અને પછી પિતા પોતાના દીકરાને ભેટી નહીં શકવાથી ભાવુક બની જાય છે. અને નીરાશ થઈને નીચે બેસી જાય છે. આ વિડિયો જોઈને લાખો લોકો ભાવુક બની ગયા છે.

image source

આપણને આજે સરકાર તરફથી અરજ કરવામાં આવે છે કે આપણે ઘરે જ રહેવું જોઈએ. જેથી કરીને સંક્રમણ ફેલાય નહીં. અને તેમ છતાં ઘણા લોકો તેની અવગણના કરીને બહાર ફરવા નીકળી પડે છે અને એક નાગરીક તરીકે બેજવાદારી ભર્યું વર્તન કરી બેસે છે. આવું કરવાથી દર્દીઓની સંખ્યા વધી શકે છે અને તેનો બોજો આવા જ ડોક્ટર્સ પર આવી પડે છે અને તેમણે ના છૂટકે પોતાની લાગણીઓના બંધને બાંધી રાખવો પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version