સાવ સસ્તી ફટકડીથી થઈ જશે તમારા વાળ લાંબા, ઘાટ્ટા અને સિલ્કી – આજે જ અજમાવી જુઓ..

માથાના વાળ એટલે દરેક વ્યક્તિ માટે તેના શિરનો તાજ હોય છે. તેની એક આગવી ઓળખ હોય છે. તેમની સારસંભાળ કરવા માટે દરેક સ્ત્રી ખૂબ જ મહેનત કરે છે. વાળ એ સ્ત્રીઓનું સૌથી મહત્વનું આભૂષણ કહેવાય છે.

image source

કાળા, લાંબા અને સુંદર ઘટાદાર વાળ એ દરેક માનુનૂની ઇચ્છા હોય છે. હજારો રૂપિયા હેર ટ્રીટમેન્ટ માટે સ્ત્રીઓ ખર્ચી દેતી હોય છે. એટલું જ નહીં, પુરુષો પણ તેમની વાળની સરભરા કરવામાં કંઈ જ બાકી નથી રાખતા હોતા. એઓ પણ કંઈને કંઈ નુસખાઓ અજવવાના પ્રયત્નો કરતા હોય છે. મોંઘા શેમ્પૂ, હેર ઓઈલ, હેર પેક, હેર માસ્ક અને જેલ જેવા અનેક પ્રોડક્ટ્સ વાપરે છે. પરંતુ કોઈવાર આખી વાત ઊંઘી પણ પડી જતી હોય છે.

image source

વાળા, મજબૂત અને લાંબા થવાને બદલે ખરવા લાગે છે, રુક્ષ થઈ જાય અને તેની ચમક ઉતરી જતી હોય છે અથવા તો તેમાં ખોડો થવાની પણ શક્યતા વધી જતી હોય છે. ક્યારેક ખરાબ ક્વોલિટીના આ પ્રોડક્ટ્સ આવી જાય છે. હેર ડાયને કારણે રિએક્શન પણ આવે છે. અલગ અલગ તકલીફો આવે છે… આ બધાંમાં એક એવી વસ્તુ મળી જાય જે તદ્દન મફતના ભાવમાં મળે અને કોઈજ પ્રકારની આડ અસર વિના જ તમારા વાળને માટે આશીર્વાદ રૂપ હોય તો કેવું રહે?

image source

માત્ર ૫ રૂપિયાની એક એવી વસ્તુ વિશે અમે જણાવીશું જેનો ઉપયોગ વાળ માટે જાદુની જેમ અસર કરશે અને તમારા વાળ એવા ઘટાદાર અને કાળા ભમ્મર જેવા થઈ જશે કે તમને કદી વાળ કપાવવાનું મન જ નહીં થાય. વાળની વધશે અને રેશમી બની જશે… જાણો છો એ શું છે? એ છે ફટકડી…

વાળની ટ્રીટમેન્ટ કરો ફટકડીથી…

image source

એક સમય એવો હતો કે માર્કેટમાં હેર પેક, કંડિશનર કે પછી હેર ટ્રીટમેન્ટની શોધ પણ નહોતી થઈ. એક જમાનો હતો કે સ્ત્રીઓ બ્યુટી પાલરમાં જઈને પૈસા ખર્ચવાની વાત પણ નહોતી વિચારતી ત્યારે અનેક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને તેમના સૌંદર્ય પ્રસાધનો તરીકે ઉપયોગ કરતી હતી.

image source

એમાંય એવી વસ્તુઓનો જ ઉપયોગ કરતી જે તેમના જ રસોડાંમાથી સરળતાથી મળી જાય એવું વાપરે છે. તેમાંય અરીઠા, શીકાકાઈ અને આંબળા તો આપણે ખાસ સાંભળ્યું હશે પરંતુ કદી પણ ફટકડી વિશે સાંભળ્યું છે ખરું? આજે અમે તેનો એક સરસ મજાનો હેર પેક બનાવવાની રીત જણાવીએ છીએ. જેને આપ સરળતાથી બનાવી પણ શકશો અને તેને તમારા વાળ ઉપર લગાવીને તમારા વાળની ચમક અને લંબાઈ વધારવા માટે પણ ઉપયોગ કરી શકશો…

ફટકડીમાંથી બનાવો અનોખો હેર કંડિશનર ઓઈલ…

આ હેર કંડિશનર ઓઈલ કુદરતી રીતે મેળવેલ પદાર્થમાંથી જ બને છે અને તે કોઈજ જાતના કેમિકલ વિનાનો હોય છે. તેથી તેની બીજી કોઈ જ સાઈડ ઇફેક્ટ પણ થતી નથી. માત્ર બે કે પાંચ રૂપિયામાં ખરીદેલ ફટકડીથી તમે આખા અઠવાડિયામાં બે વખત લગાવી શકાય તેવો પેક બનાવી શકશો. આવો જાણીએ તે કઈ રીતે બનાવાય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.

image source

હેર પેક બનાવવા માટે તમને બીજી કેટલીક સામગ્રી પણ જોઈશે. જેમાં એક ચમચી ફટકડીનો પાઉડર, બે ચમચી એલોવિરા જેલ, એક કપ એરંડિયાનું તેલ અને એક આદુના ના ટૂકડાને પીસીને તેમાંથી કાઢેલો રસ… આટલી સામગ્રી તમને ઘરમાંથી જ મળી જતી હોય છે.

image source

જે સામાન્ય કોઈપણ બ્રાન્ડના હેર ઓઈલ કે માસ્ક ઓછામાં ઓછા સો રૂપિયાથી વધુના જ મળતા હોય છે. આ બનાવવામાં એટલા રૂપિયાથી પણ ઓછી કિંમતથી તમે તમારા વાળની માવજત કરી શકશો. આ ખાસ હેર ઓઈલ પેકમાં એલોવિરા જેલ અને એરંડિયું વાળને મજબૂત અને ચમકીલા બનાવવામાં મદદરૂપ થાય છે. આદુનો રસ પણ એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગી છે.

હેર ઓઈલ બનાવવાની રીત…

image source

આ રીત તદ્દન સરળ છે. જેમાં ઉપર બતાવેલ બધી જ સામગ્રી જે તમને સરળતાથી ઘરમાં જ મળી જાય છે તેને એક સાથે એક બાઉલમાં લઈ લો. તેને બરાબર હલાવીને મીક્સ કરી લો. એક એરટાઈટ બોટલમાં ગરણીથી ગાળીને ભરી લો. આ હેર ઓઈલ પેકને અઠવાડિયામાં બે વખત લગાવીને થોડા સમય માટે વાળમાં પાંથીએ પાંથીએ લગાવીને વાળ ધોવાથી વાળ મજબૂત અને ચમકીલા બનશે અને ખરવાની સમસ્યા પણ દૂર થઈ જશે. હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું તેલની બોટલને સૂર્યના તપથી દૂર રાખવું નહીં તો તેના તત્વો બગડી જશે. જો આ વાંચીને આપને પણ લાંબા, સુંદર વાળ રાખવાનું મન થઈ ગયું હોય તો જરૂરથી ઘરેલુ ફટકડીમાંથી બનેલું ટ્રાય કરી જો જો આ હેર ઓઈલ પેક…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ