અંબાણીથી માંડીને કરીના કપૂર સુધીના સેલેબ્રીટીના વસ્ત્રો ડિઝાઈન કરીને આ ડિઝાઇનર આજે કરે છે કરોડોની કમાણી

બોલીવૂડનો એક્કો ડિઝાઈનર એક વખતે કમાતો હતો માત્ર 500 રૂપિયા આજે અંબાણીથી માંડીને કરીના કપૂર સુધીના સેલેબ્રીટીના વસ્ત્રો ડિઝાઈન કરીને કરે છે કરોડોની કમાણી

આજે ભારતની અને વીદેશમાં રહેતી ભારતીય યુવતિનું એક સ્વપ્ન છે કે તેણી પોતાના લગ્નમાં કે પોતાના જીવનમાં એકવાર મનીષ મલ્હોત્રા દ્વારા ડીઝાઈન કરવામાં આવેલ વસ્ત્ર પહેરે. આજે મનીષ મલ્હોત્રાનું નામ ભારતના દીગ્ગજ ડીઝાઈનર્સમાં થાય છે. અને બોલીવૂડ એક્ટ્રેસ તો જાણે તેનું નામ સાંભળીને જ ફીલ્મ સાઈન કરી દે છે.

તેના ફેશન શોઝમાં મોડેલ્સ ભાગ લેવા માટે પડાપડી કરે છે તો તેના શોની શો સ્ટોપર બનવા માટે અભિનેત્રીઓ પણ કંઈ ઓછી રાહ નથી જોતી હોતી. પણ મનીષને આ ટોચના સ્તર પર પહોંચવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેણે આજે જે મુકામ હાંસલ કર્યું છે તે ઘણા બધા લોકો માટે કોઈ સ્વપ્ન સમાન છે પણ તેણે પોતાના આ સ્વપ્નને સાકાર કરવા માટે કંઈ કેટલાએ પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

image source

થોડા સમય પહેલાં મનીષ મલ્હોત્રાએ હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ફેસબુક પેજને એક ઇન્ટર્વ્યૂ આપ્યો હતો જેની કેટલીક ઝલક અમે તમારી સમક્ષ લાવી રહ્યા છે જેને વાંચીને તમને મનીષના પડકારો, મુશ્કેલીઓ અને મહેનતનો ખ્યાલ આવી જશે.

મનીષ જણાવે છે, ‘હું એક ટીપીકલ પંજાબી ઘરમાં ઉછર્યો છે, ત્યાં મારી માતા મને હું જે પણ ઇચ્છતો તે કરવા માટે પ્રોત્સાહિત કરતી રહેતી. હું નાનપણથી જ બોલીવૂડની ફિલ્મો પ્રત્યે પાગલ રહ્યો છું, અને હંમેશા જે પણ ફિલ્મ રીલીઝ થાય તેને જોવાનો આગ્રહ રાખતો હતો. પણ અભ્યાસમાં હું એક સારો વિદ્યાર્થી નહોતો અને ભણવું મારા માટે હંમેશથી બોરીંગ રહ્યું છે.

image source

માતાનો એકધારો સહકાર

છઠ્ઠા ધોરણમાં, મને યાદ છે કે હું પેઇન્ટીંગ ક્લાસમાં જોડાયો હતો – મને ત્યાં ખુબ જ મજા આવતી ! ફીલ્મો જોવાથી પેઇન્ટીંગ કરવા સુધી અને મારી માતાના વસ્ત્રોથી ઘેરાયેલો રહેતો હોવાથી – મારો ફેશન પ્રત્યેનો પ્રેમ ખીલવા લાગ્યો. હું મારા મમ્મીને પણ તેમની સાડીઓ માટે ફેશનની સલાહો આપવા લાગ્યો !

જ્યારે હું કોલેજમાં પ્રવેશ્યો ત્યારે મેં મોડેલીંગ કરવાનું શરૂ કરી દીધું અને એક બુટીકમાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું. હું ત્યાં ડોઢ વર્ષ સુધી રહ્યો . મારા મોડેલીંગ જોબમાંથી મેં 2000 રૂપિયાની કમાણી કરી, જે તે વખતે એક મોટી રકમ હતી. પણ, હું ફેશનનો અભ્યાસ કરવા વિદેશ જઈ શકું તેટલો અમીર નહોતો, માટે તે મારા માટે એક સ્કૂલ સમાન હતી. હું એક સ્વશિક્ષિત વ્યક્તિ છું – હું કલાકોના કલાકો સુધી બેસતો અને સ્કેચ કરતો ! મેં જુહી ચાવલા પર ફિલ્માવેલા એક ગીત પર કામ કર્યું હતું અને છેવટે 23 વર્ષની ઉંમરે મને ફિલ્મોમાં બ્રેક મળી ગયો!

image source

રંગીલા ફીલ્મ માટે મળ્યો પ્રથમ ફીલ્મ ફેયર અવોર્ડ

પણ ‘રંગીલા’, કે જે એક વર્ષ બાદ આવી હતી તે મારા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી – તે ફિલ્મ માટે હું મારો પ્રથમ ફિલ્મ ફેર જીત્યો હતો ! પણ હજું પણ ઘણા પડકારો હતા – મને યાદ છે પ્રોડ્યુસર્સ મારાથી ખૂબ ચીડાઈ જતાં હતાં કારણ કે હું તેમને તેમની સ્ટોરીલાઈન વિષે અઢળક પ્રશ્નો કરતો. મને બસ માત્ર એટલું જ કહેવામા આવતું કે મારે હીરોઈનને ગ્લેમરસ બતાવવાની છે પણ હું કંઈક વધારે કરવા માગતો હતો !’

image source

શ્રીદેવીનું મૃત્યુ જીવનની સૌથી ખરાબ પળ રહી

આ રીતે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં મારું નામ જાણીતુ બન્યું. મેં વિદેશોમાં ફરવાનું શરું કર્યું, વસ્ત્રો ડિઝાઈન કર્યા, અને 2005માં મેં મારું લેબલ લોન્ચ કર્યું. પણ તે કંઈ સહેલું નહોતું… જ્યારે શ્રીદેવી મૃત્યુ પામી, તે ક્ષણ મારા જીવનની સૌથી ખરાબ ક્ષણોમાંની એક હતી, પ્રોફેશનલી અને પર્સનલી. પણ આ બધા વચ્ચે મારા કામે મને આગળ વધવા દીધો.

ઇન્ડસ્ટ્રીમાં કર્યા 30 વર્ષ પૂરા

image source

મેં એક કોશ્ચુમ ડિઝાઈનર તરીકે શરૂઆત કરી હતી, અને આજે હું એક ફેશન ડીઝાઈનર છું જેણે એક્ટર્સની ચાર પેઢીઓ સાથે કામ કર્યું છે ! અને આ વર્ષે આ ઇન્ડસ્ટ્રીમાં હું 30 વર્ષ પુરા કરી રહ્યો છું. પણ એક વસ્તુ જરા પણ નથી બદલાઈ અને તે એ છે કે હું દરેક ફેશન શોઝ પહેલાં નર્વસ થઈ જાઉં છું ! અને હું ઇચ્છું છું કે તે ચાલુ રહે, કારણ કે તે જ મારી ઓળખ છે – તે મને યાદ કરાવે છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારે શું કરવાનું છે.

500 રૂપિયાના પગારથી કરી હતી શરૂઆત

image source

તમને જણાવી દઈએ કે મનીષ મલ્હોત્રા કે જે આજે કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે તેને એક વખત 500 રૂપિયાનો પગાર મળતો હતો. આ સેલેરી તે જે બૂટીકમાં કામ કરતો હતો ત્યાંથી મળતી હતી. જો કે તેને પોતાના આ નીચા પગાર બાબતે ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કારણ કે તે તેમાંથી ઘણું શીખતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ