કોઈપણ પ્રકારના ટોપ કે ટીશર્ટ સાથે પહેરી શકો છો આ પેન્ટ, હાલ છે ફેશનમાં…

સ્કિની સિગારેટ પેન્ટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સિગારેટ પેન્ટ તમે કુર્તી, જીન્સ ટોપ તેમજ બીજા કોઇ પણ આઉટફિટ સાથે તમે એને મિક્સ એન્ડ મેચ કરી શકો છો. આ સાથે જ સિગારેટ પેન્ટ પહેરવાથી એક ડિફરન્ટ લુક મળે છે. સિગારેટ પેન્ટ લેતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખવુ જોઇએ કે, તે તમને પ્રોપર ફિટિંગમાં આવે. જો સિગારેટ પેન્ટ ફિટિંગમાં ના હોય તો તે દેખાવમાં ખરાબ લાગે છે. તો આજે અમે તમને જણાવીશું સિગારેટ પેન્ટની અનેક ખાસિયતો વિશે..– સિગારેટ પેન્ટ દેખાવમાં કેપ્રી જેવા હોય છે.
– નેરો બોટમવાળાં આ પેન્ટ વિદેશમાં સ્ટવ પાઇપને નામે ઓળખાય છે તો અહીં એને પેન્સિલ પેન્ટ પણ કહે છે.
– જોકે કેપ્રી કરતાં આ ટ્રાઉઝરનું સ્ટિચિંગ થોડું અલગ હોવાની સાથે એ એન્કલ લેન્ગ્થનાં હોય છે.– નાઇટ આઉટ માટે આ સ્કિની ટ્રાઉઝર સાથે ક્રોપ ટોપ કે લૂઝ કેમી પણ એટલું જ અસરકારક લાગે છે. વિન્ટરમાં સ્વેટર અને હુડી સાથે પણ એ એટલું જ ઈઝીલી મેચથશે. હકીકતમાં જોવા જઈએ તો આ સ્લિમ પેન્ટ એવું છે કે એ ઓલટાઇમ ટ્રેન્ડી કહીશકાય. એને તમે ગમે ત્યારે કોઈ પણ પ્રસંગે પહેરી શકો છો. ઘણી વાર આપણનેએવું લાગતું હોય છે કે અમુક પાર્ટી કે ફંક્શનમાં ભારે ડ્રેસ પહેરવાથી જરોનક લાગે છે, જોકે એવું નથી.રો સિલ્ક, કોટન સિલ્ક, બ્રોકેડ ફેબ્રિકનાસિગારેટ પેન્ટ સાથે હેન્ડવર્ક કે એમ્બ્રોઇડરી વર્ક કરેલાં કમીઝ, કફતાન કેકુરતીનો ઓપ્શન પણ મેંદી, હલદી જેવાં નાનાં-મોટાં ફંક્શન્સમાં એટલો જ પાવરફુલ બની રહેશે.

– આવાં સિગારેટ પેન્ટ ક્લાસી, સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગે છે. ફિટિંગ પ્રોપર હોયતો આ પેન્ટ કોઈ પણ સાઇઝની મહિલા પહેરી શકે છે. – ઓફિસની ડેસ્ક, ડિનર-પાર્ટીકે ડિસ્કોથેકની તમારી સવારથી સાંજની સફરમાં એ આરામદાયી રહે છે. સ્ટાઇલિશ શર્ટ, સ્વેટર, બ્લાઉઝ, કમીઝ કે લૂઝ કેમી દરેક વિકલ્પ સાથે સ્માર્ટ લાગતા આપેન્ટ સાથે તમે હાઈ હીલ્સ કે ફ્લેટ ફુટવેઅર કંઈ પણ પહેરી શકો છો.

– કોટન સિલ્ક, રો સિલ્ક, પાતળા ડેનિમ ફેબ્રિકમાંથી સ્ટિચકરેલાં આ પેન્ટ હાઈ-વેસ્ટ હોય છે. પ્રિન્ટેડ અને પ્લેન એમ બન્ને ફેબ્રિકમાં સરળતાથી મળી રહે છે. – ઈઝીલી એડ્જસ્ટ થતા આ ટ્રાઉઝરનો સૌથી મોટો ફાયદો એ છેકે તમે ઘર કે ઓફિસ દરેક જગ્યાએ એ પહેરીને કમ્ફર્ટ ફીલ કરી શકો છો. મોટાભાગે ઓફિસ-વેઅર માટે સિમ્પલ પ્લેન સિગારેટ પેન્ટ હોય છેજ્યારે ફેન્સી લુકજોઈતો હોય તો એમાં પોકેટ ઉપરાંત બોટમ આગળથી નાનો કટ અને બટન લગાવી તમે એનેવધુ સ્ટાઇલિશ બનાવી શકો છો.

– શોર્ટ શર્ટ સાથે લૂઝ સલવારની ફેશન હતી, પણ અત્યારે સિગારેટપેન્ટ સાથે શોર્ટ અથવા મીડિયમ લેન્ગ્થનાં શર્ટ પહેરવાની ફેશન છે.– આટ્રાઉઝરની બીજી એક ખાસિયત એ છે કે એની સાથે કોઈ પણ પ્રકારનું ટોપ મેચ થશે.બ્લાઉઝ, ક્રોપ ટોપ, શોર્ટ શર્ટ, મીડિયમ લેન્ગ્થ શર્ટ, બટનવાળું શર્ટપહેરવાથી તમારી સ્ટાઇલને વધુ પર્ફેક્શન મળશે. એમાં પણ પ્લેન સિગારેટ પેન્ટસાથે પ્રિન્ટેડ બ્લાઉઝ કે ક્રોપ ટોપ ગ્લેમરસ લુક આપશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અવનવી ફેશનની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી