ચાલો ઘરે બનાવીએ “લીપ બામ”, જો તમને રીત ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો

શિયાળો આવી ગયો છે. શિયાળાની એક સાવ જ સામાન્ય જો કોઈ સમસ્યા હોય તો તે છે ફાટેલા હોઠો. આજે બજારમાં સેંકડો પ્રકારના લિપબામ મળે છે. હવે તો લિપસ્ટીક પણ લિપબામનું કામ કરે છે તેવા પણ દાવા કરવામાં આવે છે. પણ આ બધા લિપબામ જો ખાસ પ્રતિષ્ટિત કંપનીના લેવા જઈએ તો તે ઘણા મોંઘા હોય છે તેમ છતાં તે તમારા હોઠને ફાયદો પહોંચાડશે જ તેની કોઈ ગેરેન્ટી નથી હોતી. અને તે કલાકમાં તો તમારા હોઠને ફરી ડ્રાય કરી મુકે છે અને તમારે ફરી તમારા હોઠ પર તેને લગાવવી પડે છે. તો શા માટે તેને ઘરે જ બનાવવામાં ન આવે ! ચાલો બનાવીએ લીપબામ.

લિપ બામ બનાવવાની સામગ્રી:

નારયેળનું તેલ

બામ રાખવા માટેની નાની ડબ્બી (કોઈપણ જુની બામની ડબ્બીનો ઉપયોગ કરી શકો છો)

વિટામિન ઇ ઓઈલ

શિયા બટર

વેનિલા ઓઈલ

મીણ

બનાવવાની રીત:

એક નાની વાટકીમાં વિટામિન ઈનું તેલ, નારિયેળનું તેલ અને મીણ ભરો. વિટામિન ઈનું કામ કોમળતા પ્રદાન કરવાનું છે. એક નાની તપેલી લો. તેમાં અરધું પાણી ભરો અને પાણીમાં કાંઠો મુકો. પાણીને ઉકળવા દો. જ્યારે પાણી ઉકળવાનું શરૂ થાય ત્યારે તપેલીમાંના કાંઠા પર તમે બનાવેલા વિવિધ તેલના મિશ્રણવાળી વાટકીને મુકો. હવે જ્યાં સુધી બધા તેલ બરાબર ઓગળી ન જાય અને એકબીજામાં મિક્સ ન થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. બધા જ તેલ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તપેલી નીચે ઉતારી લેવી. પણ વાટકી તપેલીમાં જ રહેવા દેવું જેથી કરીને તમારું બામ પ્રવાહી રહે. હવે જ્યારે બનાવેલું બામ બરાબર સામાન્ય તાપમાન પર આવી જાય એટલે તમે તેમાં તમને ગમતી સુગંધ માટે એસેન્શિયલ ઓઈલ નાખી શકો છો. હવે તમે કોઈપણ જાતની ચિંતા વગર ઘરનું બનાવેલું લિપ બામ આખો શિયાળો વાપરી શકો છો. અને તમારા પ્રિયજનોને પણ ગિફ્ટ કરી શકો છો.

લેખન સંકલન : દીપેન પટેલ

ગ્લેમર, ફેશન અને બ્યુટી વિશેની માહિતીઓ જાણવાં માટે આજે અમારું પેજ લાઇક કરો ને આવી અઢળક માહિતી વાંચો અને તમારા મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી લિંક શેર કરી આજે જ પહોચાડો.

ટીપ્પણી