ભારતના આ સ્થળો પર ફરવા જવાથી સ્ટ્રેસ લેવલ થઇ જાય છે ઓછુ અને માઇન્ડ થઇ જાય છે એકદમ ફ્રેશ, મારો તમે પણ એક વાર લટાર

વાત સંસ્કૃતિની હોય કે ભૌગોલિક સ્થિતિની ભારત એક વિવિધતાઓથી ભરેલો દેશ છે. આપણા દેશની દરેક જગ્યાએ એક અલગ જ ખૂબસૂરતી જોવા મળે છે. એટલા માટે આપણા દેશમાં હરવા ફરવાથી તમને માત્ર પ્રાકૃતિક ખૂબસૂરતી જ જોવા નથી મળતી પરંતુ વિવિધતાઓથી ભરપૂર સંસ્કૃતિને રૂબરૂ નિહાળવાની તક પણ મળે છે.

મોટાભાગના લોકો રજાઓ ગાળવા માટે વિદેશ જવાના પ્લાન કરતા હોય છે. ભારતનું નામ લેતા જ તેઓને ઐતિહાસિક ઇમારતો અને તીર્થ સ્થાનો જ ધ્યાનમાં આવે છે પરંતુ તેઓ જાણતા નથી કે ભારત સંસ્કૃતિની સાથે સાથે પ્રાકૃતિક સુંદરતાથી પણ ભરેલો છે. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે ભારતના અમુક ખુબસુરત પ્રાકૃતિક સ્થાનો વિશે જાણીશું જ્યાં તમે પરિવાર અને મિત્રો સહિત યાદગાર સમય વિતાવી શકશો.

image source

1). પશ્ચિમ બંગાળ રાજ્યમાં સ્થિત દાર્જિલિંગ પોતાના ચા ના ખુબસુરત બગીચાઓને કારણે પ્રસિદ્ધ છે. અહીંની મન મોહી લે તેવી સુંદરતાને કારણે આ સ્થાનને પહાડોની રાણી પણ કહેવામાં આવે છે. આ સ્થાન પર તમને પ્રકૃતિના મનોરમ દ્રશ્યો જોવા મળશે. ખાસ કરીને અહીંના જંગલ અને નદીના સંગમ શાંતિનો અનુભવ કરાવે છે. આ જગ્યાની તસવીરો એટલી આકર્ષક લાગે છે કે લોકોને ત્યાં ફરવા જવાનું મન થઇ જ જાય છે.

image source

2). જો તમે યુવાન છો અને મિત્રોના ગ્રૂપ સાથે ફરવા જવા ઈચ્છો છો તો તમારે માટે ગોવા પણ એક વિકલ્પ છે. અહીંના સુંદર બીચ, સમુદ્રમાં ઉઠતી લહેરો માનસિક શાંતિનો અનુભવ કરાવે છે. અહીંની સંસ્કૃતિમાં વધુ પડતી આધુનિકતા જોવા મળે છે કારણ કે અહીં મોટાભાગે વિદેશી પર્યટકો પણ આવે છે. જો કે અહીં સભ્ય પરિવારનાં લોકોએ જવા કરતા અન્ય વિકલ્પ પસંદ કરવો જોઈએ.

image source

3). ઉટી તમિલનાડુ રાજ્યની એક સારી જગ્યા છે. અહીંની સુંદર પહાડીઓનાં મનોરમ દ્રશ્યો જોવાલાયક છે. ખાસ કરીને નવવિવાહિત યુગલ માટે ફરવા જવા માટે ઉટી એક સારો વિકલ્પ છે. અહીંનું લીલુંછમ અને માનસિક શાંતિનો અનુભવ કરાવે તેવું વાતાવરણ પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે.

image source

4). નૈનિતાલ, જેને તળાવોનું શહેર પણ કહેવામાં આવે છે. અહીં અનેક તળાવો આવેલા છે અને તળાવોના નામ પરથી જ આ જગ્યાનું નામ નૈનિતાલ પડ્યું છે. ઉત્તરાખંડ રાજ્યનું આ એક સુપ્રસિધ્ધ પર્યટન સ્થળ છે. અહીં નૈનિતાલ લેક, સ્નો વ્યુ પોઇન્ટ, જીમ કાર્બેટ નેશનલ પાર્ક, સાતતાલ અને નૈના પિક જેવા ફરવા લાયક સ્થળો પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ