જુઓ આ ખેડૂતથી IPS ઓફિસર બનવા તરફની એક અનોખી સફર.

જુઓ આ ખેડૂતથી IPS ઓફિસર બનવા તરફની એક અનોખી સફર.

મુશ્કેલીઓ દરેક વ્યક્તિના જીવનમાં હોય છે જેમાં કઈ નવું નથી પણ એ મુશ્કેલીનો સામનો કઈ રીતે કરવો એ મહત્વની વાત છે. અમે વાત કારી રહ્યા છીએ મુબઈના પોલીસ ઓફિસર પ્રતાપ આર. દીધાવકર જેમણે મુશ્કેલીઓને હરાવી અત્યારે મુંબઈને સુરક્ષા આપી રહ્યા છે.

ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી એમને ભણવાનું અધડેથી છોડીને ખેતરમાં હળ ચલાવવું પડ્યું હતું. પણ પ્રતાપજીનું સપનું હતું કે તેઓ સરકારમાં કામ કરશે જ. અને, એમને મુશ્કેલીનો સામનો કરીને સફળતા પ્રાપ્ત કરી જેની કહાની આજે દરેકના મોઢે છે. પ્રતાપજીએ શરૂઆતથી કહેતા જણાવ્યું કે ‘મારો જન્મ નાસિક પાસે આવેલા નાનકડા ગામ લીતાનીયામાં થયો હતો. અમારા ગામમાં ફક્ત એક જ પ્રાથમિક શાળા હતી અને પુરુષો માટે એક જ ધંધો હતો…ખેતી. જ્યારથી હું નાનો હતો ત્યારથી મને સરકારમાં કામ કરવાની ઈચ્છા હતી. નાનપણમાં આકાશમાં ઉડતા વિમાનને જોઇને મે મારી માતાને સવાલ કર્યો કે આ વિમાન કોનું હશે? માતાએ જવાબ આપતા કહ્યું ‘સરકાર’. અને ત્યારથી જ મારી સરકારમાં કામ કરવાની ઈચ્છા જાગી.’

સપનાને પુરા કરવા માટે તેમણે રાત દિવસ એક કરી લીધા અને SSC બોર્ડની પરીક્ષા પેહલી વારમાં જ પાસ કરી લીધી. ત્યારબાદ તેમને કોલેજ માં પ્રવેશ લીધો જે તેમના ઘરથી ૨૩ કિલોમીટર દુર હતી. પણ ઇચ્છાશક્તિ મજબુત હોવાથી તેમણે એક પણ દિવસ રજા પાડ્યા વગર કોલેજ માં ભણ્યા અને પરિણામ રૂપે ૮૬% સાથે પાસ થયા પણ અમુક કારણોસર તેઓ એ સમયે પ્રવેશ ન મેળવી શક્યા.માત્ર ૧૬ વર્ષની ઉમરે એ ખેડૂત બની ગયા હતા પણ મનમાં છુપાયેલો જુસ્સો અને પિતા સાથે થયેલા વિવાદ પછી તેમને પોતાના સપના ફરીથી જીવવવાનું નક્કી કર્યું. દીધાવકર સાહેબ કહે છે કે ‘મે મારી માતા જોડેથી ૩૫૦ રૂપિયા લઈને એક દૂરની કોલેજમાં પ્રવેશ લીધો. સવારે ખેતીમાં મહેનત કરતો જયારે રાતે ડીગ્રી મેળવવા માટે ભણવામાં કડી મહેનત કરતો હતો.’

તમને જાણીને આશ્ચર્ય થશે કે દીધાવકરએ ફક્ત ૧૮ વર્ષની ઉમરમાં સ્નાતક ડીગ્રી મેળવી લીધી હતી. અને એ પછી એમણે કદીય ફરીને પાછું સુધ્ધા નથી જોયું અને પોલીસ સેવા પરીક્ષા તેમજ સંયુક્ત રક્ષા પરીક્ષા પણ પાસ કરી. એમણે પોતાના દમ ઉપર જ ૧૯૮૭માં ફક્ત ૨૨ વર્ષની ઉમરે assistant પોલીસ કમિશનરની પદવી હાસિલ કરી જે તેમના જીવનની ઉગતી સવાર હતી. એક દિલધડક ઘટનાને યાદ કરતા દીધાવકર કહે છે કે “મે આખા દેશમાં અલગ અલગ પદવી ઉપર કામ કર્યું છે. ૧૯૯૩માં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે તેઓ દિવસનાં ૧૮ કલાક કામ કરતા હતા જે મારા જીવનની યાદગાર ઘટના હતી. મને એક આતંકવાદી હજી યાદ છે જેનુ મો ખોલવા માટે અમે જોઈએ એના કરતા પણ વધારે પ્રયાસ કર્યા હતા આમ છતાં પણ એને મો ખોલ્યું નઈ. ત્યારબાદ તેઓએ મનોવિજ્ઞાનની શિક્ષા યાદ કરી અને શાંતિથી એ આતંકવાદી જોડે ગયા. એને કીધું કે જો એ જવાબ નઈ આપે તો એના પરિવારને અહી બોલાવીને એમની સામે પૂછ તાજ કરવામાં આવશે અને આ સંભાળીને એને એક સમજદાર વ્યક્તિની જેમ ૧૦ મિનીટમાં એ જગ્યાનુ નામ કહી દીધું જ્યાં AK 47 ની ગોળીયો , બોમ્બ , અને ૩૦૦૦૦ રાઉન્ડ બંદુકો હતી. આ ઘટના પછી મને ખબર પડી કે જીવનમાં આગળ આવવા માટે નિરંતર પણે શીખાતા રહેવું પડશે.”

ત્યારબાદ ચોપડીઓને પોતાનો હથિયાર બનાવી દીધાવકરએ આગળ ભણવાનું ચાલુ રાખ્યું અને ૨૦૦૦ની સાલમાં તેઓને IPS તરીકે નીમવામાં આવ્યા.શિક્ષાનુ મહત્વ સમજનારા દીધાવકરએ એમના ગામમાં સ્કુલ ખોલી સાથે સાથે ૧૦૦૦૦ હવાલદારો માટે હોઉંસિંગ સોસાઈટી બનાવડાવી. એમની ક્ષમતાઓને દેખીને તેઓને UNITED NATIONમાં વક્તા તરીકે પણ બોલાવ્યા હતા. દીધાવકરને અત્યાર સુધી વાન્શ્રી અને ઇન્દિરા પ્રિયદર્શિની એવાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રતાપ આર. દીધાવકર આપણા દેશના એક સાચા અને પ્રેરણાદાયક સિપાહી છે.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

રોજ રોજ આવી પ્રેરણાદાયી સ્ટોરી વાંચો ફક્ત ને ફક્ત અમારા પેજ પર ..

ટીપ્પણી