જલ્સા કરોને જેંતીલાલ

ધર્મેન્દ્રએ ગામમાં વચ્ચેવચ બનાવ્યો અનોખો બંગલો જુઓ અદભુત ફોટોઝ…

બોલીવૂડ સુપર સ્ટાર ધર્મેન્દ્રએ પોતાના ગામમાં બનાવ્યું કરોડો રૂપિયાનું ઘર, જુઓ તસ્વીરો, ગામડાંમાં મહેલ જેવું ઘર બનાવી ધર્મેન્દ્ર જીવી રહ્યા છે લક્ઝરિયસ લાઇફ જુઓ તસ્વીરો

image source

વિતેલા જમાનામાં ધરમ-ગરમથી ઓળખાતા સુપર સ્ટાર ધર્મેન્દ્ર હાલ રિટાયર્ડ લાઈફ જીવી રહ્યા છે જો કે તેમ છતાં તેઓ થોડાં થોડા વર્ષના અંતરે એકાદી ફિલ્મ તો આપી જ દે છે.

પણ તેમનું મન તો હંમેશા તેમના ગામમાં જ લાગેલું રહે છે અને ખાસ કરીને તેમની ખેતીમાં. અને પોતાના ગામમાં જ તેઓ કરોડોનું ફાર્મ હાઉસ બનાવીને રોયલ લાઈફ જીવી રહ્યા છે.

image source

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ધર્મેન્દ્ર ઇન્સ્ટાગ્રામ પર પોતાનું અકાઉન્ટ પણ ધરાવે છે અને તેના પર અવારનવાર પોતાની ફાર્મ પરની તસ્વીરો, ખેતી કરતી તસ્વીરો તેમજ તેમના વિશાળ બંગલાની ઝલક આપતી તસ્વીરો શેર કરતા રહે છે.

તેમના આ બંગલાની મુલાકાત તેમના દીકરાઓ પણ અવારનવાર લે છે અને તેમને ફાર્મ હાઉસમાં આનંદ લેતાં જોઈ ધર્મેન્દ્રને ખુબ જ આનંદ મળે છે.

image source

તાજેતરમાં ધર્મેન્દ્રએ સોશિયલ મિડિયા પર એક વિડિયો શેર કરી હતી જેમાં તેમણે પોતાનો સુંદર મજાનો વિશાળ બંગલો તેમના ફેન્સને બતાવ્યો હતો.

આ વિડિયોમાં તમે તેમનો વિશાળ બંગલાનો અંદાજો તેમના મૂર્તિઓ તેમજ વિશાળ ફુવારાથી સજેલા પ્રાંગણથી જ લગાવી શકશો. પણ જ્યારે તમે તડકામાં તેમને મેથીના ઢેબરા અને ચા પીતા જોશો તો તેમની સાદગીનો અંદાજો પણ આવી જશે.

image source

જો કે આ વિડિયો શેર કરતાં તેમણે એક ખુબ જ સુંદરવાત પણ કેપ્શનમાં કહી છે, તેમણે કહ્યું છે, “આ બધું તેમણે આપ્યું છે જે એક દિવસ ચુપચાપ બધું પાછું લઈ લેશે. આ જીવન ખુબ જ સુંદર છે મિત્રો, તેને જીવ લગાવીને જીવો, લવ યુ, ચીયર અપ !”

તમને જણાવી દઈએ કે 60-70ના દાયકાના આ અભિનેતાના આજે પણ લાખો ફેન્સ છે. તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને આજે લગભગ છ લાખ ફેન્સ ફોલો કરે છે. અને તેમને ખુબ માને પણ છે. આ વિડિયો શેર કર્યાના જવાબમાં તેમના ઘણા બધા ફેન્સે કમેન્ટ્સ કરી છે.

એક ફેને લખ્યું છે, “પાજી જીવન જીવતા તો અમે તમારી પાસે શીખ્યું છે. સારો માણસ કેવી રીતે બની શકાય અને લોકોના દીલમાં કેવીરીતે જગ્યા બનાવી શકાય, લવ યુ ધરમ પાજી.”

અને આ ફેનને ધ્મેન્દ્રને વળતો જવાબ પણ આપ્યો છે જેમાં તેમણે, ‘લવ યુ, જીવતા રહો. સારપ રસ્તો બતાવે છે, માણસાઈ સંભાળી લે છે.’

તેમની આ વિડિયો લોકોને ખુબ પસંદ આવી રહી છે અને અત્યાર સુધીમાં તેને લગભગ 81 હજાર કરતાં પણ વધારે વ્યૂઝ મળ્યા છે.

image source

આ સિવાય તેઓ પોતાની કેટલીક ખેતીની તસ્વીરો તેમજ વિડિયોઝ પણ શેર કરે છે. થોડા દિવસ પહેલાં તેમણે પોતાના ખેતરમાં વાવેલા ટામેટાની વિડિયો ફેન્સ સાથે શેર કરી હતી.

જેમાં તેઓ ફળોથી લચી પડેલા છોડવામાં આંટો મારી રહ્યા છે. તેમણે આ વિડિયો શેર કરતાં કેપ્શન લખ્યું હતું, “ખેડૂતના…. હીરા…. ઝરેવેરાત… અપાર આનંદ અનુભવો, તમારો આત્મા ખુશ થઈ જશે, બધાને પ્રેમ.”

image source

તમને કદાચ એ જાણવાની ઇચ્છા થતી હશે કે ધર્મેન્દ્રને મુંબઈ નહીં પણ પંજાબના આ નાનકડા ગામડામાં ખેતી કરવાનો રસ કેમ છે ? તો તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રનું મૂળ નામ ધરમ સિંહદેઓલ છે.

તેમનું બાળપણ સાહનેવાલ ગામમાં પસાર થયું હતું. તેમના પિતા એક શાળાના હેડમાસ્ટર હતા. અને મૂળે તે એક ખેડૂતનો જીવ છે.

image source

તેમની પ્રથમ ફિલ્મ 1960માં આવેલી ‘દિલભી તેરા હમ ભી તેરે’ હતી. જે અર્જુન હિંગોરાની દ્વારા નિર્મિત હતી. અને છેલ્લે તેમણે ફિલ્મ ‘યમલા-પગલા-દીવાના ફિર સે’માં પોતાના દીકરાઓ સાથે કામ કર્યું હતું.

હાલ તેઓ 83 વર્ષના છે અને સંપુર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યાછે. તમને જણાવી દઈએ કે તેમને બોલીવૂડના હી-મેન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમને 1970ના દાયકામાં વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રને વર્લ્ડ આયરન મેનના અવોર્ડથી પણ નવાજમાં આવ્યા છે. ભગવાનને પ્રાર્થના છે કે તેમને હંમેશા આવા જ સ્વસ્થ રાખે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version