ફરિયાદ…આ શબ્દ સાંભળતા જ આપણા મન માં અનેક ફરિયાદો નું પોટલું ખુલી જાય..કાલે જ મારી એક મિત્ર સાથે મુલાકાત થઈ..રોજ કરતા થોડી મૂંઝવણ માં હોય એમ લાગ્યું એટલે મેં એનું કારણ પૂછ્યું “યાર..મારા પતિ પાસે મારા માટે સમય જ નથી..હું એમને ગમે તેટલી ફરિયાદ કરું એ જાણે સાંભળતા જ ન હોય એમ વર્તે છે” મારી મિત્ર જેવી જ સ્થિતિ અત્યાર ના જમાના માં 95% લોકો ની છે..દરેક ને બીજી કોઈ ફરિયાદ હોય કે ન હોય પણ “મારી ફરિયાદ કોઈ સાંભળતું જ નથી” એ ફરિયાદ તો અચૂક હોય જ..
માણસ પોતાની ફરિયાદો દરેક વ્યક્તિ ને કહેતો ફરતો હોય એવું નથી હોતું.એને તો બસ એકાદ વ્યક્તિ સામે જ પોતાનું દિલ હળવું કરવાનું મન થાય..4 5 મિત્રો હમણાં એક ચા ની રેંકડી એ ભેગા થયા..એક મિત્રને આવ્તા જરા મોડું થયું એટલે બીજા બધા એ કારણ પૂછ્યું. “યાર જવા દે ને ..મારી તો નોકરી જ એવી છે..એમાં ય મારો બોસ મારુ કામ પતવા જ નથી..હું તો કંટાળી ગયો છું ”

તું તો હંમેશા રોદણાં જ રડ્યા કરે છે એમ કહી બીજા મિત્રોએ એની હસી ઉડાવી નાખી. આપણે પણ આવું જ કરતા હોય છે..પણ ક્યારેય એ વ્યક્તિની ફરિયાદો શાંતિ થી સાંભળવાની કે એને ઉકેલવાની કોશિશ કરીએ છીએ ખરા?.. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ફરિયાદો નથી સાંભળતા ત્યારે સામે વાળી વ્યક્તિ પર એની શુ અસર થતી હોય છે..

2 નાનપણ ની બહેનપણી ના એક જ શહેર માં લગ્ન થયા હતા..એટલે અવારનવાર મળવાનું થતું..બેમાંથી એકનો જીવનસંસાર સુખી ન હતો..એટલે એ હમેશા પોતાના સંસાર વિશે ની વાતો બીજી બહેનપણી ને કહી પોતાનું મન હળવું કરી લેતી..બીજી કોઈ અપેક્ષા ન હતી બસ એની બહેનપણી એને સાંભળી એ જ એના માટે મહત્વ નું હતું..એક દિવસ પેલી બહેનપણી થી ન રહેવાયું..એનાથી બોલાઈ ગયું
“તું હમેશા બસ તારા પરિવારની વાતો લઈને જ બેસી જાય છે…ખોટું ન લગાડતી પણ તારી આ વાતો હવે કંટાળો પેદા કરે છે” ત્યારે તો એ કઈ ન બોલી..પણ એને આ વાત નું ખૂબ માઠું લાગ્યું..ત્યારબાદ ધીમે ધીમે મુલાકાતો ઘટી અને પછી ધીમે ધીમે વાતો ઘટી..અને હવે સંબંધ અણી પર આવી ને ઉભો છે…કારણ એ નહોતું કે બીજી સહેલી એને કટુ વચન કહ્યા…કારણ એ હતું કે પહેલી સખી નો મન હળવું કરવાનો ખૂણો છીનવાઈ ગયો હતો….એ પોતાની સખી ને પોતાના જીવન માં મહત્વ આપતી હતી એટલે જ પોતાની અંગત વાતો એની સાથે કરતી હતી…

જ્યારે માણસ તમારી સામે ફરિયાદ લઈને આવે છે ત્યારે એના જીવન માં તમારું સ્થાન અમૂલ્ય હોય છે..અને તો જ એ તમારી સામે ફરિયાદ કરી શકે છે..એને વિશ્વાસ હોય છે કે કઈ પણ થાય મારી ફરિયાદો નું નિરાકરણ હોય કે ન હોય પણ એ ફરિયાદો નો શ્રોતા મારો મિત્ર બની રહેશે..
ફરિયાદો સાંભળવા નો પણ એક અનેરો લહાવો હોય છે…એક પતિ પત્ની ની વાત છે..પત્ની રોજ રાત્રે સૂતી વખતે પતિને પોતાની દિનચર્યા કહેતી.. અને આખા દિવસ દરમિયાન ની પોતાની બધી જ ફરિયાદો કરતી..શરૂ શરૂ માં પતિ એને સાંભળતો પણ ધીમે ધીમે એ એ ફરિયાદો માંથી છટકવા લાગ્યો..પત્ની ને આ વાત નો અંદાજો આવી ગયો..એટલે પત્ની એ ફરિયાદો કરવાનું બંધ કરી દીધું..એ રોજ રાત્રે શાંતિ થી રૂમ માં આવીને સુઈ જતી…થોડા દિવસ બાદ પત્ની ના બદલાયેલા વર્તન પર પતિ ની નજર પડી..એના થી પુછાય ગયું

“કેમ તું હવે પહેલા ની જેમ વાતો નથી કરતી…ફરિયાદો નથી કરતી” પતિને તો ફરી મોકો મળી ગયો એ ફરિયાદો સાંભળવાનો પણ દર વખતે બીજો અવસર મળે એ જરૂરી નથી..એટલે હવે થી ક્યારેય કોઈની ફરિયાદ સાંભળો તો એટલું ચોક્કસ સમજી લેજો કે એના જીવન માં તમારું ખૂબ જ મહત્વ છે
લેખક : કોમલ રાઠોડ
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ