ક્યારેય પણ ફરી ગરમ કરીને ન ખાઓ આ 5 વસ્તુઓ, આવી શકે છે ભયંકર પરિણામ…

વારવાર ગરમ કરવામાં આવતો આહાર નુકશાનકારક છે .

image source

ઘણા ઘરમાં એવું જોવામાં આવે છે કે ભોજન બાદ વધેલું ખાવાનું ફ્રીઝમાં મૂકી અને ફરી ફરીને ગરમ કરી વાપરવામાં આવે છે. સ્વાભાવિક જ છે કે આટલી મોંઘવારીમાં બચેલું ખાવાનું ફેંકી દેવાનું તો પોસાય નહીં અને એટલે જ સવારનો બચેલો ખોરાક સાંજે અને સાંજનો બચેલો ખોરાક બીજે દિવસે વાપરવામાં આવે છે. ફ્રિજમાં મુકેલો ખોરાક વારંવાર ગરમ કરવામાં આવે છે ત્યારે આપણે એ નથી જાણતા કે થોડી કરકસર કરવાના પ્રયત્નમાં આપણે ખતરનાક બિમારીઓને આમંત્રણ આપી રહ્યા છીએ.

image source

કેટલોક ખોરાક એવો હોય છે જે ગરમ થયા બાદ તેની તાસીર બદલી નાખે છે. ખોરાકને ગરમ કરવાથી તેમાં રહેલી પ્રોટીનની માત્રા ખતમ થઇ જાય છે એટલું જ નહીં તેમાં થતાં રાસાયણિક બદલાવને કારણે તેમાં કેન્સર સર્જી શકતા તત્વો પણ ઉત્પન્ન થાય છે. થોડી એવી ચોક્કસ ચીજવસ્તુઓ છે જેને ક્યારેય ફરીવાર ગરમ કરીને ન ખાવી જોઈએ કારણકે તે શરીરને પોષણ આપવાને બદલે નુકસાન વધારે કરે છે.

બટાકા

image source

દરેક ઘરમાં બટાકા રોજબરોજના વપરાશમાં લેવાતો ખાદ્ય પદાર્થ છે. બટાકાને રાંધ્યા બાદ એને ફરી ગરમ કરવામાં આવે તો તેમાં બોટુલિઝમ નામે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે શરીરમાં જઈને ગંભીર બીમારીઓ ઉત્પન્ન કરે છે. હકીકતમાં બટાકાને બાફીને બહાર ઠંડા પડવા દેવાને બદલે એને સીધા ફ્રીઝરમાં મૂકી દેવા જોઈએ.

બીટ

image source

બીટ ને પણ ક્યારેય ફરીવાર ગરમ કરવું જોઈએ નહીં. બીટમાં રહેલું નાઈટ્રેટ વારંવાર ગરમ કરવાથી નાશ પામે છે. માટે બીટમાંથી જરૂરી પોષક તત્વ મેળવવા માટે થઈને પણ એને ફરી વખત ગરમ કરવું યોગ્ય નથી.એકવાર બીટને રાંધી લીધા પછી જરૂરી લાગે તો ફ્રિઝમાં મૂકી દેવું જોઈએ અને ફરી વખત ખાવા માટે એને ફ્રીઝમાંથી બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર ગરમ થવા દેવું જોઈએ. થોડી સાવધાની રાખવાથી બીટમાં રહેલા પોષક તત્વો નો ભરપૂર ઉપયોગ કરી શકાય છે.

મશરૂમ

image source

મશરૂમમાં વિપુલ માત્રામાં પ્રોટીન રહેલું છે મશરૂમને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલા પ્રોટીન નું કમ્પોઝિશન બદલાઈ જાય છે અને તે શરીરને હાનિ પહોંચાડે છે.

પાલખ

image source

પાલકની ભાજીમાં આયર્ન ઉપરાંત અન્ય ઘણા પોષક તત્વો છે જે વારંવાર ગરમ કરવાને કારણે નાશ પામે છે॰ એટલું જ નહીં પણ પાલક ની ભાજી ને વારંવાર ગરમ કરીને ખાવાથી કેન્સર જેવી મહાબિમારીને અજાણતા જ આમંત્રણ આપીએ છીએ.

ચોખા

image source

ઘણા ઘરમાં વધેલા ભાતને ફ્રાય કરવાનો રિવાજ જોવા મળે છે. પરંતુ ફરી વખત ગરમ કરેલા ભાત ઝેર સમાન સાબિત થાય છે. ફરીવાર ગરમ કરેલા ભાગમાં ટોક્સિક ઉત્પન્ન થાય છે. કાચા ચોખા માં જે જીવાત રહે છે તે ચોખા બની ગયા પછી પણ મરતી નથી અને રાંધેલા ભાત ઠંડા પડતાં જ એમાં રહેલી જીવાત બેક્ટેરિયામાં પરિવર્તિત થાય છે. ભાતને ગરમ કરવાથી આ બેક્ટેરિયા માં બેથી ત્રણ ગણો વધારો થાય છે અને એવા ભાતનું સેવન આંતરડા સંબંધી રોગ ઉભા કરે છે.

image source

આહાર સંબંધી થોડી ઘણી જાણકારી આપણને મહાબિમારીમાંથી બચાવી શકે છે. વધુ પડતી રસોઈ બનાવી એ જ રસોઈ ને વારંવાર ગરમ કરીને ખાવાને બદલે જરૂર જેટલું જ બનાવીએ અને જરૂર જેટલું જ ખાઈએ તો લાંબુ , સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ