ફરાળી પેટીસ – ઉપવાસમાં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ પેટીસ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને જરૂર બનાવજો….

ફરાળી પેટીસ

હેલો મિત્રો આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ જે ખાવ માં ખૂબ જ ટેસ્ટી હોય છે. જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે જો પેટીસ બનાવી હોય તો આખો દિવસ ભૂખ પણ નથી લાગતી. આ પેટીસ લીલા શાકભાજી ના મસાલા માથી બનાવીશું. જે દહીની ચટણી તેમજ આંબલી ની ખાટી મીઠી ચટણી જોડે ખૂબજ સરસ લાગે છે.

પેટીસ બનાવવાની સામગ્રી:

 • 10-12 નંગ બટાકા,
 • 2 ચમચી આદું-મરચાં ની પેસ્ટ,
 • 1 વાડકો મગફળ નો ભૂકો,
 • 1 વાડકો કોપરા નું ખમણ,
 • 1 વાડકો તલ નો ભૂકો,
 • તેલ તળવા માટે,
 • તપકીર.
 • મસાલા:
 • નમક(બટેકા બાફવામાં નમક ઉમેર્યું હોય તો સ્વાદ પ્રમાણે ઉમેરવું),
 • મરચું પાઉડર ,
 • ખાંડ,
 • (બધા જ મસાલા તમારા સ્વાદ મુજબ લઇ શકો છો.)

સજાવટ માટે:

 • દહીં ની ચટણી,
 • કોથમરી,
 • દાળમ ના બી,
 • ટમેટો સોસ,
 • એક લીલું મરચું.
 • દહીં ની ચટણી બનાવવાની સામગ્રી:
 • ૧ વાડકો દહીં,
 • ૧/૨ ચમચી નમક,
 • ૧ ચમચી ખાંડ.

પેટીસ બનાવવાની રીત :

સૌપ્રથમ આપણે લઈશું મગફળી તેને મિક્ષ્ચરમાં ક્રસ કરી ભૂકો કરી લઈશું. ત્યાર બાદ લઈશું કોપરાનું ખમણ. ખમણ ના મળે તો કોપરા ને મિક્ષ્ચરમાં ક્રસ કરી ભૂકો કરી શકાય છે. ત્યાર બાદ લઈશું શફેદ તલ તલ ને પણ ક્રસ કરી ભૂકો કરી લઈશું. અને ત્યાર બાદ લીલા મરચા અને આદુ ને જોડે મિક્ષ્ચરમાં ક્રસ કરી તેની એક પેસ્ટ બનાવી લઈશું.હવે બધું જ ક્રસ કરેલું ભેગું કરી લઈશું. તલ, મગફળી, કોપરું, અને આદુ-મરચા ની પેસ્ટ. ઉપરથી તેમાં મસાલા ઉમેરીશું. સ્વાદ પ્રમાણે નમક, મરચું, અને ખાંડ.બધા જ મસાલા ને હાથ વડે પ્રોપર મિક્ષ કરી લઈશું. જેથી નમક, મરચું પાઉડર મિક્ષ થઇ જાય અને ખાંડ પણ ઓગળી જાય. ખાંડ ની જગ્યાએ દળેલી ખાંડ પણ ઉમેરી શકાય છે.હવે આપણે લઈશું બટાકા. બધા જ બટાકા ની છાલ કાઢી એક કુકર માં પાણી બટાકા ને ૧૦ થી ૧૫ મિનીટ સુધી બાફી લેવા.હવે બધા જ બટાકા ને હાથ વડે મસળી લેવા અને છુંદો કરી લેવો.હવે એક હાથ માં થોડું તપકીર છાંટી બટેકા નો થોડોક માવો હાથ માં લઇ તેની થેપલી જેવું કરી અને અંદર બનાવેલો મસાલો ભરી લેવો.હવે આપણે હાથ વડે તે પેટીસ ને પેક કરી સરખી ગોળ ગોળ વાળી લેવી. ધ્યાન રાખવું ક મસાલો બહાર ના નીકળે નહિતર તેલ માં પેટીસ ખુલી જશે.હવે તેને તપકીર ના લોટ માં રાગદોરી લેવી. જેથી તે તેલ માં છુટી નહિ જાય.

હવે એક પેન માં તેલ ગરમ કરી. પેટીસ ને ધીમી આંચ ઉપર તેલ માં પેટીસ તળી લેવી. પેટીસ લાઈટ-બ્રાઉન થાય એટલી તળી લેવી.

હવે પેટીસ ને સેર્વિંગ પ્લેટ માં કાઢી તેને દહીં ની ચટણી, દાડમ ના બી, કોથમરી અને સોસ વળે સજાવીને સેર્વ કરો. તૈયાર છે ફરાળી પેટીસ.

નોંધ:

બટેકા બાફતી વખતે જો પોચા થઇ જાય. તો તેમાં તપકીર ઉમેરવાથી કડક થઇ જશે. જેથી પેટીસ બરાબર વળશે અને છુટસે નહિ .

દહીં ચટણી ની રીત :

સૌપ્રથમ આપણે લઈશું દહીં. દહીં ને ચમચી વડે ઘોરી લેવું. અને તેમાં ખાંડ અને નમક સ્વાદ અનુસાર ઉમેરી મિક્ષ કરી લેવા. અને ચટણી બની જાય એટલે તેને ફ્રીઝ માં મૂકી દેવી. આ દહીં ની ચટણી ઠંડી ઠંડી ખુબ જ સરસ લાગે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી