ફરાળી કઢી – શીખી લો આ ફરાળી કઢી ઉપવાસમાં એનર્જી બની રહેશે

ફરાળી કઢી

કોઈ પણ વાર – તેહવાર રહ્યા હોઈએ તો શું બનાવવું કે શું અલગ બનાવવું તે જ પ્રશ્ન હોય છે. બધા ને કૈક નવું અને ટેસ્ટી જોઈતું હોય છે. જેમ રોજ ભાત જોડે દાળ નથી ભાવતી તેમજ જયારે પણ કઈ રહ્યા હોઈએ સુખીભાજી નથી ભાવતી. તો આજે હું લાવી છું. ફરાળી કઢી જે છે ખુબ જ ટેસ્ટી. એક વાર બનાવશો તો વારે વારે બનાવવાનું મન થાય. અપડે ફરાળી પૂરી તેમજ ફરાળી થેપલા કે પરોઠા બનાવતા હોઈએ છે. પરંતુ આ અઢી અપડે બધી જ ફરાળી વસ્તુઓ જોડે ખાઈ શકીએ છીએ. આ કઢી એટલી ટેસ્ટી બને છે કે તેનાં માટે સ્પેશિયલ કઈ રેહવાનું મન થાય.

સામગ્રી:

૨ ગ્લાસ છાસ,

૧ ચમચો સિંગદાણા ભૂકો,

૧ ચમચો રાજીગરા નો લોટ,

૧ ચમચો બટેટા નો માવો,

વઘાર માટે:

૧/૨ ચમચી જીરું,

૫-૬ પાન લીંબડો,

૧ નંગ સુકું લાલ મરચું,

૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ,

ગર્નીસીંગ માટે:

થોડા સિંગદાણા

કોથમરી અને

લાલ મરચું.

રીત:

સૌપ્રથમ ફરાળી કઢી બનાવવા માટે અપડે લઈશું.. સિંગદાણા નો ભૂકો. આખા સિંગદાણા લઇ તેને મિક્ષ્ચર માં ક્રસ કરી લઈશું. ત્યાર બાદ લઈશું બટેટા જે પણ અગળ બાફી લીધા છે. હવે લઈશું રાજીગ્રા નો લોટ અને છાસ. જો ખાટી છાસ હોય તો તે જ ઉપયોગ માં લેવી.

હવે અપડે એક પેન માં તેલ ગરમ કરીશું ત્યારબાદ તેમાં જીરું, લીંબડાના પાન અને લાલ મરચું મૂકી તેને સોટે કરી લઈશું.

હવે તેમાં અપડે પેહલા તેમાં રાજીગ્રાનો લોટ ઉમેરીસું. જેથી તે પ્રોપર સેકાઈ જાય. અને તેને ધીમી આંચ ઉપર ચલાવતા રેહવું જેથી લોટ બેસી ના જાય.

હવે અપડે તેમાં સિંગદાણા નો ભૂકો ઉમેરીસું તેને પણ સરખો મિક્ષ કરતા જઈ ધીમી આંચ પર સેકી લઈશું.

હવે અપડે ઉમેરીસું તેમાં બટેટા નો માવો. તે બધા ને ધીમે ધીમે મિક્ષ કરતા જઈ એક માવો તૈયર કરીશું.

ત્યાર બાદ તેમાં ઉમેરીસું છાસ. જેટલી પણ જાડી કે પતલી કઢી રાખવી હોય એટલા પ્રમાણ માં અપડે છાસ ઉમેરીસું.

હવે તેમાં બધા જ મસાલા કરી લઈશું. તેમાં ઉમેરીસું નમક, મરચું પાઉડર અને આદુ મરચા ની પેસ્ટ અને ખાંડ.

હવે બધું પ્રોપર મિક્ષ કરી તેને એકદમ ઉકળવા દેવું. જેથી તે પ્રોપર ચડી જાય.

તો તૈયર છે ફરાળી કઢી જેને અપડે ફરાળી થેપલા, પરાઠા અને પૂરી જેવી વાનગીઓ જોડે ખાઈ શકીએ છીએ. અને આ કઢી એકલી પણ એટલી જ સરસ લાગે છે .

તો તેને એક બાઉલ માં કાઢી લાલ સુકા મરચા અને કોથમરી અને થોડાક સિંગદાણા વડે ગર્નીશ કરી સેર્વ કરો.

નોંધ: ફરાળી કઢી માં છાસ ખાટી ના હોય તો તેમાં લીંબુ કે ટામેટા પણ ઉમેરી શકો છો. તેમજ ખાંડ મીઠું ના ભાવે તો તે ના ઉમેરો તો પણ ચાલે. કઢી માં નોર્મલી મરચું પાઉડર હોતું નથી પણ તેના થી ટેસ્ટ ખુબ જ સરસ આવે છે અને કઢી ને એક સરસ કલર પણ મળી રેઇ છે. તે ના ઉમેરો તો સફેદ કઢી પણ સરસ લાગે છે.

આ કઢી એક વખત બનાવ્યા પછી આ કાઢી જયારે પણ ઉપવાસ કરો ત્યારે જરૂર થી બનાવશો. એટલી સરસ, સ્વાદીસ્ટ બને છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી