આજે બનાવતા શીખો ફરાળમાં ખવાય એવી આલુ સેવ… ઘરમાં દરેક સભ્યો ખુશ થઇ જશે..

આલુ સેવ

મિત્રો, આજે હું આપણી સાથે ફરાળી આલૂસેવની રેસિપી શેર કરવા જઈ રહી છું જેને આપણે વ્રત, ઉપવાસમાં ખાઈ શકીએ.જે ખુબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. બાળકોને તો ખુબજ પસંદ આવે છે અને વળી બનાવવા માટે સાવ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે.

સામગ્રી :

250 ગ્રામ્સ બટેટા,
200 ગ્રામ્સ આરાનો લોટ,
ચપટી મીઠું,
ચપટી હળદર,
10 – 12 મરી દાણા,
અને તળવા માટે તેલ,

રીત :


સૌ પ્રથમ બટેટાને બાફીને છાલ ઉતારી લેવી.

સેવ બનાવવાના મશીન(સંચો)ને તેલ થી ગ્રીસિંગ કરી લેવું .

ફાફડાની ચકરી ચડાવીને, મશીનમાં બટેટા ભરીને ફેરવી લેવા જેથી બટેટાનો સ્મૂથ માવો તૈયાર થાય.


તેમાં ચપટી મીઠું અને હળદર નાખવી. ત્યારબાદ તેમાં આરાનો લોટ નાખી બરાબર મિક્સ કરવો. જરૂર મુજબ પાણી લઇ સોફ્ટ લોટ તૈયાર કરવો.

એક ટેબલ સ્પૂન તેલ નાખી લોટને મસળી લેવો. લોટ મીડીયમ રાખવો, વધારે કઠણ ના રાખવો. ત્યારપછી તેને 15 મિનિટ્સ ઢાંકીને રાખવો જેથી કરીને લોટ સરસ સેટ થઇ જાય.
કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. મશીનમાં નાયલોન સેવની ચકરી લગાડીને સેવ પાડો,

થોડી થોડી સેવ પાડીને તળવાથી સરસ ક્રિસ્પી બને છે. બંને બાજુ ફેરવીને તળવી.

પ્લેટમાં લઇને મારી પાવડર ભભરાવવો.


ટેસ્ટ વેરિયન્સ માટે લોટ બાંધતી વખતે ચાટ મસાલો અને લાલ મરચું પણ નાખી શકાય.
યુનિક ક્રિસ્પી અને ટેસ્ટી સેવ તૈયાર છે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી