જલ્સા કરોને જેંતીલાલ

ફણસી નું શાક – સ્ટોરન્ટ સ્ટાઈલ beans ki sabji બધા વારંવાર માંગીને ખાશે એવું શાક…

કેમ છો મિત્રો?

આજે ઘણા ટાઈમ પછી મારી રેસિપી સાથે હું આવી છું તો રેસિપી વાંચી અને એકવાર બનાવી ને કોમેન્ટ કરજો કે ટેસ્ટ કેવો લાગ્યો તો આજે આપણે બનાવીશું ફણસી નું શાક (beans ki sabji) આ શાક હેલ્થ માટે અને ટેસ્ટ માટે બને માટે બેસ્ટ છે તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈ ને બનાવીએ ફણસી નું શાક

હા,મિત્રો એક વાત એ કેવાની કે આ લોકડાઉન ના કારણે અમુક વસ્તુ ના મળે તો આ શાક એવું છે કે ઘર માં રહેલી વસ્તુ માંથી જ બની જાય છે અને મને તો ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો લાગ્યો.

મિત્રો આ શાક મેક્સીમમ ૧૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે

સામગ્રી:

બનાવની રીત

સૌ પ્રથમ ફણસી ને બરાબર ધોઈ ને સાફ કરી લેવી ત્યાર બાદ તેને થોડી લાંબી સમારવી.

હવે એક પેન માં ૩ ટી સ્પૂન તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ અને કસૂરી મેથી ઉમેરો જીરું થોડું લાલ થઈ એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને આદું લસણ ની પેસ્ટ ઉમેરો.

હવે તેને ૧ થી ૨ મિનિટ સાંતળો.

પછી તેમાં સમારેલી ફણ સી ઉમેરો.

હવે તેને થોડી હલાવી મિક્સ કરી તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર,ગરમ મસાલો અને મીઠું નાખી બરાબર મિક્સ કરી ૫ મિનિટ ઢાંકી ને રાખો ( ધ્યાન રાખવું વધારે કુક નથી કરવાની?)

૫ મિનિટ પછી તેમાં ટામેટાં ઉમેરી બરાબર મિકસ કરો.

હવે ૫ મિનિટ ઢાંકી રાખો.

૫ મિનિટ પછી કોથમીર નાખી સર્વ કરો તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ beans ki sabji.

અને આપણે ફણસી ફ્રાઇડ રાઈસ માં અથવા વઘારેલી ખીચડી માં અથવા પંજાબી શાક માં અથવા સૂપ માં અથવા બીજી કોઈ પણ આઇટમ માં નાખતા હોય છે પણ તેનો સાચો ટેસ્ટ લેવો હોય તમારે તો આ શાક બનાવશો એટલે જરૂર થી મળશે

ફણસી ખાવા થી કેલ્શિયમ મલે છે. સ્વાદ મા સારી છે.આંખ માટે પણ સારી છે.શાકભાજી ખાવા થી આપણે શકિત મલે છે.જેથી થાક ઓછો લાગે છે.આપણુ શરીર સારું ને સ્વસ્થ રહે છે.

ડાયાબિટીસ ના દર્દી માટે ફણસી નું સેવન ખુબજ લાભદાયી છે અને ખુબજ ફાયદા કારી છે ફણસી માં પૂરતા માત્ર માં પ્રોટીન ફ્યબર હોય છે , પ્રોટીન ડાયાબિટીસ ના દર્દી ને સાજા થવામાં ખૂબ મદદ કરે છે તેમજ ફાઈબર શરીર ના મેટબોલિક રેટ ને પણ વધારે છે તો શરીર માં ઈન્સુલિન નિર્માણ કરવા માં ખૂબ મદદ કરે છે અને તેનાથી શરીર માં શુગર ની માત્રા નિયંત્રણ માં રહે છે

રસોઈ ની રાણી: ચાંદની ચિંતન જોશી( જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version