જલ્સા કરોને જેંતીલાલ

હેલ્થી સુપ – ઇમ્યુનીટી પાવર વધારવા માટે ઘરમાં નાના મોટા દરેકને પીવડાવો આ સૂપ…

કેમ છો ફ્રેંડ્સ…

આજે હું તમારા માટે એક હેલ્થી સુપ લાવી છુ …

આપણે ફણગાવેલા મગ , મઠ આ બધાય નો ઉપયોગ કરતા જ હોય છે.. સુ તમને ખબર છે ફ્રેંડસ….કઠોળ માં કળથી પણ આવતું હોય છે પણ તેનો ઉપયોગ બધા બઉ ઓછો કરતા હોય છે…પણ આ કળથી પથરી માટે ખુપ જ અકસીર દવા છે…એમાંથી તમે દાળ, શાક ,થેપલા સૂપ બધું બનાવી શકો છો….ગામડા માં તો આનો ઉપયોગ બઉ થતો હોય છે…

કળથીને હિંદીમાં કુલથી, અંગ્રેજીમાં હોર્સગ્રામ લેટિનમાં કોલીફોસ બ્લાઈફ્લોરસ કહે છે. કળથી કઠોળ વર્ગમાં આવે છે.ગામડામાં કળથી શાક તરીકે અઠવાડીયામાં એક બે વખત લોકોના ઘરોમાં બનતી હશે. તે અડદ જેવી હોય છે. જોવામાં લાલ રંગની હોય છે અને તેની દાળ બનાવીને રોગીઓને આપવામાં આવે છે.

કળથીને પથરીનાશક ગણાવવામાં આવી છે. કિડનીની પથરી અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે. આયુવર્વેદમાં ગુણધર્મ અનુસાર કળથીમાં વિટામિન એ હોય છે. તે શરીરમાં વિટામિન એની પૂર્તિ કરી પથરીને રોકવામાં મદદરૂપ બને છે. બજારમાં તે કોઇપણ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહે છે.

કળથીના સેવનથી પથરી તૂટીને કે ઓગળીને નાની થઇ જાય છે જેનાખી પથરી સરળતાથી મૂત્રાશયમાં જઇને પેશાબના માર્ગે બહાર નીકળી જાય છે. તેના સેવનથી પેશાબની માત્રા અને ગતિ વધી જાય છે જેનાથી રોકાયેલા પથરીના કણ પર વધુ દબાણ પડવાને કારણે તે નીચેની તરફ ખસીને બહાર થઇ જાય છે.

તો ચાલો મિત્રો આપણે પણ આજે ફણગાવેલા કઠોળ નું સૂપ ની રેસીપી જોઈ લઇએ…

ફણગાવેલા કઠોળ નું સૂપ

રીત :-

સૌપ્રથમ એક પ્યાન લઈ તેમાં એક નાની ચમચી તેલ ગરમ રાખવું. તેલ ગરમ થાય એટલે તેમાં લસણ નખવુ. પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરવી. થોડું હિંગ અને જીરું ઉમેરવું. પછી તેમાં ફણગાવેલા બધા કઠોળ નાખવા. હવે તેને 1 મિનિટ થવા દેવું. હવે તેમાં 1 કપ પાણી ઉમેરવું. મીઠું નાખી ઢાંકણ બંદ કરી 5 મિનિટ થવા દેવું.

હવે બધા કઠોળ કુક થાય એટલે બધું મિશ્રણ ચારણીથી ચાડી લેવું. હવે બધું મિશ્રણ મિક્સર માં પીસી લેવું.

હવે એક કઢાઈ લઈ તેમાં 1 ચમચી તેલ ગરમ મૂકવું.હવે તેમાં ડુંગળી, લસણ આદું અને જીરું ઉમેરવું.હવે સમારેલા લીલા મરચા ઉમેરવા.

હવે જે ગાડ્યાવગરનું મિશ્રણ રાખી હતું તે એમા નાખી 2 કપ પાણી ઉમેરવું. સરખું ગરમ થાય એટલે તેમાં ફણગાવેલા કઠોળ ની પેસ્ટ ઉમેરવી. હવે સરખું હલાવી લેવું.એક ઉકડો આવે એટલે તેમાં મરી પાવડર , સંચળ, થોડી કોથમરી નાખી 2 મિનિટ ઉકળવા દેવું.

હવે ઉકડ્યા પછી તૈયાર છે પૌસ્ટિક ફણગાવેલા કઠોળ નું સૂપ …હવે બાઉલ માં કાઢી ફ્રેશ ક્રીમ અને કોથમરી નાખી ગરમ ગરમ સર્વ કરવું. આ એક ડાયટ સૂપ પણ છે.અને નાનાઓથી મોટા સુધીનાઓ ને ખુપ ભાવશે..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version