શ્વાસનું પિંડદાન કરવા ન્યૂઝિલેન્ડથી ભારત આવ્યો પરિવાર, જાણો કઇ-કઇ વિધિ કરશે

દુનિયામાં ઘણા બધા પ્રાણીઓ છે પરંતુ કૂતરાને મનુષ્યની સૌથી નજીક રહેતું પાલતુ પ્રાણી માનવામાં આવે છે.

image source

દુનિયામાં ઘણા શોખીન લોકો પ્રાણીઓને પાળવાનો શોખ ધરાવે છે. જેવા કે, બિલાડી, સસલું, કાચબો, માછલી, કૂતરું વગેરે. મોટાભાગના લોકોને કૂતરા પાળવાનો શોખ ધરાવે છે.

ઘણા લોકો કૂતરાને પોતાની ફેમિલીના એક સભ્યની જેમ રાખે છે અહિયાં સુધી કે કુતરા માટે અલગથી ખાવાનું, પીવાનું, સુવાનું ,કપડાં વગેરે વસ્તુઓનું ખૂબ જ ઝીણવટપૂર્વક ધ્યાન રાખે છે અને આ બધી વસ્તુઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતાં પણ અચકાતા નથી.

image source

ઉપરાંત જો કૂતરું ક્યારેક બીમાર પડી જાય ત્યારે તેના માટે બધી ફેસીલીટી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઉપરાંત જો કદાચ કુતરાનું આ બીમારી દરમિયાન જ જો કુતરાનું મૃત્યુ થાય છે તો બધા જ ઘરના તે કુતરા પાછળ બધીજ વિધિઓ પણ કરે છે.

આજે અમે આપને એવાજ એક પરિવારમાં રહેતા કુતરા વિષે જણાવીશું જેની મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ તેની પાછળ બધી જ મરણોતર ક્રિયાઓ કરી ઉપરાંત કુતરાના પિંડદાન માટે પરિવાર વિદેશથી ભારતમાં આવીને બિહારના ગયામાં આવ્યા હતા.

કેન્સરના કારણે થયું કુતરાનું મૃત્યુ.:

image source

આજે જે પરિવાર વિષે જણાવી રહ્યા છીએ તે પરિવાર મૂળ બિહારના પૂર્ણિયાનો છે તેઓ હાલમાં તો ન્યુઝીલેન્ડમાં રહે છે. આ પરિવારનો સભ્ય બની ગયેલ તેઓનો કૂતરો લિકેનનું મૃત્યુ થઈ ગયું હતું. આ પરિવાર ન્યૂઝીલેન્ડથી તેઓના કુતરા લિકેનનું પિંડદાન કરાવવા માટે બિહાર આવ્યો છે. પ્રમોદ ચૌહાણ અને તેમની પત્ની રેખા ચૌહાણ જેઓની ઉમર લગભગ ૫૦ વર્ષની છે.

image source

ચૌહાણ પરિવાર ગયા અઠવાડિયે જ પોતાની દીકરી વિષ્ણુપ્રિયા સાથે ઑકલેન્ડથી ફ્લાઇટ દ્વારા બિહારમાં આવ્યા છે. આ પરિવાર જણાવે છે કે તેમનો પ્રિય કૂતરા લિકેનને કેન્સર થવાથી મૃત્યુ થયું હતું. ચૌહાણ પરિવાર તેમના કુતરા લિકેનના અસ્થિ ગંગામાં વિસર્જિત કરવા માટે ઉપરાંત પિંડદાન સહિતની દરેક વિધિ નિભાવવા આવી છે.

લિકેનનું પિંડદાન ગયામાં કરવામાં આવ્યું, હવે ભંડારાની તૈયારીઓ:

image source

મૂળ પૂર્ણિયાનો રહેવાસી ચૌહાણ પરિવાર ૧૩ ફેબ્રુઆરીના રોજ ભારત આવ્યો છે. આ પરિવાર હોડી દ્વારા ગંગાતટે આવ્યો અને પરિવારના સભ્ય એવા માનીતા લિકેનની અસ્થિઓને ગંગા નદીના જળમાં વિસર્જિત કરવામાં આવ્યા. અસ્થિ વિસર્જિત કર્યા પછી ચૌહાણ પરિવાર ગયા ગયો હતો જ્યાં ચૌહાણ પરિવારના પ્રિય સદસ્ય લિકેનનું પિંડદાન કરવામાં આવ્યું. હિન્દુ પરંપરા મુજબ પિંડદાન કરવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે.

૧૨ હજાર કિલોમીટર દૂરથી આવ્યો છે ચૌહાણ પરિવાર.:

image source

ચૌહાણ પરિવાર વર્તમાન સમયમાં ન્યુઝીલેન્ડમાં રહે છે પણ અત્યારે આ જ ચૌહાણ પરિવાર પોતાના ખાનદાની ઘરમાં રહી રહ્યા છે જે પૂર્ણિયામાં સ્થિત મધુબની મોહલ્લાના સિપાહી ટોલામાં ચૌહાણ પરિવારનું પૈતૃક ઘર આવેલ છે. જ્યાં હવે ચૌહાણ પરિવારના પ્રિય એવા લિકેન(કુતરાનું નામ) પાછળ એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

image source

પ્રમોદ ચૌહાણના નાનપણના મિત્ર હિમકર મિશ્રા જણાવે છે કે,”પ્રમોદ પોતાના કુતરાના ક્રિયાકર્મ માટે ૧૨ હજાર કિલોમીટર દૂરથી પોતાના પરિવાર સહિત આવ્યો હતો. લિકેન ચૌહાણ પરિવારના એક સભ્ય જેવો જ હતો. ઉપરાંત ન્યુઝીલેન્ડમાં પણ લિકેનનો અગ્નિદાહ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ જ કરવામાં આવ્યો હતો.

લિકેનના શ્રાધ્ધપક્ષ દરમિયાન દરેક સંબંધીઓની હાજરી.:

image source

કેટલીક જાણકારીઓ મુજબ, પ્રમોદ ચૌહાણ ઓકલેન્ડમાં એક વેપારી છે અને પ્રમોદ ચૌહાણ કેન્સરના દર્દીઓ માટે ચાલતી એક સંસ્થાને પણ મદદ કરે છે. એક ટીવી ચેનલને પ્રમોદ ચૌહાણ જણાવે છે કે, ‘લિકેનનો ઉછેર સંપૂર્ણ રીતે હિન્દુ પરંપરાઓ મુજબ જ કરવામાં આવ્યો હતો. ઉપરાંત લિકેન પરિવાર સાથે દરેક વાર-તહેવારમાં પણ ભાગ લેતો હતો. આથી જ લિકેનના શ્રાધ્ધ માટે પરિવારના દરેક સંબંધીઓ હાજર રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ