રાત્રે ઊંઘ નથી આવતી? તો માત્ર બે મિનિટમાં ઊંઘ લાવવા પ્રયાસ કરો આ

માત્ર 2 મિનિટમાં ઝડપથી ઉંઘ લાવવા કરો આ પ્રયાસ

image source

જો તમને ઉંઘ આવતા વધારે વાર લાગતી હોય તો જાણી લો કે તેવા તમે એકલા જ નથી. પણ ઘણાબધા લોકોને આ તકલીફ થતી હોય છે તેઓ જેટલું ઉંઘતા હોય છે તેના કરતાં વધારે સમય તો તેમને ઉંઘ આવતા લાગે છે. તો તમારી આ જ તકલીફ દૂર કરતો આ લેખ છે.

જેમાં અમે તમને ગણતરીની સેકન્ડ્સમાં ઉંઘ કેવી રીતે લાવી શકાય તે માટેની કેટલીક ટીપ્સ આપીશું.

માત્ર 10 સેકન્ડ્સમાં આ રીતે લાવો ઉંઘ

image source

માત્ર દસ સેકન્ડ્સમાં ઉંઘ આવવી તે તો જાણે કોઈ જાદૂગર તમારા માથા પર હાથ ફેરવે અને તમને ઉંઘ આવી જાય તેવી વાત થઈ પણ જે તમે તમારી જાતને ટેવ પાડો અને તેની પ્રેક્ટિસ કરો તો તમે પોતે પણ માત્ર 10 જ સેકન્ડમાં સુઈ શકો છો.

આ મેથડને મિલેટરી મેથડ કહેવાય છે.

image source

અમેરિકન નેવી દ્વારા એક રુટીન તૈયાર કરવામા આવ્યો છે જેના દ્વારા તમે માત્ર બે મિનિટ કરતાં પણ ઓછા સમયમાં સુઈ શકો છો. તેના માટે તમારે 6 અઠવાડિયાની પ્રેક્ટિસ કરવી પડે છે પણ આ મેથડની ખાસિયત એ છે કે તમે રાત્રે કોફી પીધી હોય તો પણ અને તમારી આસપાસ ગમે તેટલી ધમાલ ચાલતી હોય તો પણ તમે માત્ર બે જ મિનિટની ઉંદર ઉંઘ લાવી શકો છો.

લશ્કરી મેથડ

– તમારા સમગ્ર ચહેરાને રિલેક્સ કરો, તમારા મોઢાની અંદરના સ્નાયુઓને પણ.

– તમારા ખભાને સાવ જ રીલેક્શ કરે, તમારા માથાને પણ ઢળવા દો.

– ઉચ્છ્વાસ કાઢીને તમારી છાતીને રીલેક્સ કરો.

– હવે તમારા પગ, સાથળ પીંડીઓને રિલેક્સ કરો.

image source

– ટુંકમાં ઉપર જણાવેલા બધા જ અંગો પર કોઈ પણ તાણ ન રાખો તેને સંપૂર્ણ આરામ આપો. ત્યાર બાદ 10 સેકન્ડ્સ માટે તમારા મગજને ખાલી કરી દો કોઈ સુંદર દ્રશ્ય જોઈ રહ્યા હોવ તેવી કલ્પના કરો.

– જો તમે તેમ ન કરી શકતા હોવ તો ‘વીચાર નહીં’ વાક્ય મનમાં વારંવાર 10 સેકન્ડ્સ સુધી બોલતા રહો.

– માત્ર 10 જ સેકન્ડ્સમાં તમને ઉંઘ આવી જવી જોઈએ.

જો આ રીતે તમારા માટે કામ ન કરતી હોય તો શરૂઆતમાં જે મસલ્સ તેમજ સમગ્ર શરીરને ઢીલું મુકવાની રીલેક્સ કરવાની વાત થઈ તેની તમારે સુતા પહેલાં તમારા શરીરને સતત પ્રેક્ટીસ કરાવીને ટેવ પાડવી.

હવે અમે તમને એ જણાવીશું કે આ મેથડને તમે અસરકારક રીતે કેવી રીતે કરી શકો છો.

image source

માત્ર 60 સેકન્ડ્સમાં ઉંઘ લાવો

– આ બે મેથઢ કે જે તમારા શ્વાસ તેમજ તમારા સ્નાયુઓ પર ફોકસ કરે છે, તે તમારા મગજમાં ચાલતા વિચારો તરફથી તમારું ધ્યાન હટાવે છે અને તમને ઉંઘવામાં મદદ કરે છે. જો તમે નવા નવા જ આ મેથડ શીખી રહ્યા હોવ તો આ મેથડને કામ કરતાં 2 મિનિટનો સમય લાગે છે.

4-7-8 બ્રીધીંગ મેથડ

ધ્યાન અને કાલ્પનિક દ્રશ્ય ઉભુ કરવાની ક્ષમતાથી આ બ્રીધીંગ મેથડ વધારે અસરકારક બને છે. જો તમને શ્વાસની તકલીફ રહેતી હોય જેમ કે અસ્થમા વિગેરે તો આ મેથડ ટ્રાઈ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લઈ લેવી.

image source

આ મેથડ ફોલો કરતી વખતે સૌ પ્રથમ તમારી જીભને તમારા તાળવે અડાડો, તમારા આગળના ઉપરના બે દાંત આગળ. તમારી જીભને આખો સમય ત્યાં આડાડી રાખો.

– આમ કરવાથી તમારા હોઠ થોડા ખુલા રહેશે અને તમે મોઢામાંથી શ્વાસ અંદર બહાર લેશો એટલે થોડો શીશકારા જેવો અવાજ આવશે.

– હવે તમારા હોઠ બંધ કરો અને અવાજ વગર જ શ્વાસને અંદર લો તમારા નાક દ્વારા. આવું કરતી વખતે મનમાં 4 સુધી ગણો.

– હવે 7 સેકન્ડ્સ સુધી તમારા શ્વાસને રોકી રાખો

– ત્યાર બાદ તમારા શ્વાસને 8 સેકન્ડ સુધી બહાર કાઢો

image source

– આવું કરતી વખતે સતત સજાગ કે જાગૃત રહેવાની જરૂર નથી. આ રીતને તમારે માઇન્ડલેસલી પ્રેક્ટિસ કરવાની છે.

– આ રીતે સાઇકલને ચારવાર રીપીટ કરો. જો તમને આરામ લાગે તો તમારા શરીરને સુવા દો.

માસપેશીઓને રીલેક્સ કરીને ઉંઘવાની મેથડ

રીલેક્સ થવા માટેની ટીપ્સ

– તમારી આઇબ્રોઝ તમારાથી શક્ય હોય તેટલી ઉંચી કરો અને તેને તેમ જ 5 સેકન્ડ્સ માટે રાખો. તેમ કરવાથી તમારા કપાળના સ્નાયુઓ ટાઈટ થશે.

image source

– પાંચ સેકન્ડ બાદ તરત જ તમારા સ્નાયુઓને છુટ્ટા કરો તમે તરત જ ટેન્શન નીચું આવતું અનુભવાશે. ત્યાર બાદ 10 સેકન્ડ્સ સુધી રાહ જુઓ.

– તમારા ગાલના સ્નાયુઓમાં ટેન્શન ઉભુ કરવા પહોળું સ્મિત કરો. હવે તે જ સ્થિતિને 5 સેકન્ડ્સ માટે રાખો. ત્યાર બાદ તરત જ રીલેક્સ થઈ જાઓ અને 10 સેકન્ડ સુધી પૉઝ થઈ જાઓ.

– તમારી આંખોના પોપચા બંધ રાખીને આંખોને બાડી કરો. હવે તે જ સ્થીતીમાં 5 સેકન્ડ્સ રહો. ત્યાર બાદ રીલેક્સ થઈ જાઓ અને 10 સેકન્ડ્સ માટે પૉઝ થઈ જાઓ.

– તમારી ડોકને થોડી પાછળની તરફ લઈ જાઓ જેથી કરીને તમે સરળ રીતે છત પર નજર કરી શકો, હવે તે જ સ્થીતીમાં 5 સેકન્ડ્સ માટે રહો ત્યાર બાદ તરત જ રીલેક્સ થઈ જાઓ અને માથું તકીયા પર મુકી દો. તે સ્થીતીમાં 10 સેકન્ડ રહો.

– તમારા બાકીના શરીરને નીચેની તરફ ઢળેલુ રાખો, હવે તમારી જાતને ઉંઘ આવવા દો, પછી ભલે તમારું શરીર રીલેક્સ ન થયું હોય તેમ છતાં તેને ઉઁઘ લાવવા દો.

image source

120 સેકન્ડ્સમાં આ રીતે ઉંઘ લાવો

જો ઉપર જણાવેલી મેથડ તમારા માટે કામ ન કરી શકી હોય તો આ ટેક્નિકને ફોલો કરો.

તમારી જાતને જાગતા રહેવા કહો

image source

આ રીતને પેરાડોક્સિકલ ઇટેન્શન પણ કહે છે, તમે તમારી જાતને જાગતા રહેવા જણાશો તેમ તે વધારે સુવાનો પ્રયાસ કરશે અને તમને ઉંઘ આવવા લાગશે. એક સંશોધન પ્રમાણે જે લોકો આ પ્રયોગ કરે છે તે સામાન્ય લોકો કરતા જલદી ઉંઘમા સરી પડે છે. આ મેથઢ સામાન્ય ઉંઘવાની રીતો કરતાં વધારે અસરકારક હોઈ શકે છે. તમે જોયું હશે કે તમે જ્યારે રાત્રે વાંચવા બેઠા હશો ત્યારે જેટલી વાર મતારી જાતને જાગતા રાખવાનો પ્રયાસ કરશો તેટલી જ વધારે તમને ઉંઘ આવતી હોય છે.

કોઈ શીતળ જગ્યાની કલ્પના કરો

image source

જો તમે તમારા મગજને વિચારોથી ખાલી ન કરી શકતા હોવ તો તેનું ધ્યાન બીજી તરફ દોરવા પ્રયાસ કરો. કેટલાકનું કહેવું છે કોઈ વસ્તુનું કાલ્પનિક દ્રશ્ય ઉભું કરવું તે તેને વાસ્તવિક બનાવે છે અને શક્ય છે કે તે ઉંઘ સાથે પણ શક્ય બને.

એક સંશોધન જણાવે છે કે જે લોકો ઉંધતી વખતે કાલ્પનિક ડીસ્ટ્રેક્શનમાં રોકાયેલા રહે છે તે બીજાઓ કરતાં સરળ રીતે ઉંઘમાં પડી શકે છે.

ઇમેજ ડીસ્ટ્રેક્શન કેવી રીતે કરવું

image source

– તારાઓ ગણીને ઉંઘ લાવવી તેના કરતાં કોઈ સારી કલ્પના કરીને ઉંઘ લાવવી વધારે સરળ રહે છે. જેમ કે તમે કોઈ સુંદર દરિયા કીનારાની કલ્પના કરી શકો જેના મોજાંનો અવાજ પણ આવતો હોય, તમારે આ કલ્પનાને તમારા મગજ પર હાવી થવા દેવાની છે જેથી કરીને તમે બીજા બધા વિચારો, ચિંતાઓ વિગેરેમાંથી બહાર આવો.

એક્યુપ્રેશર તમને ઉંઘવામાં મદદ કરી શકે છે

image source

એક્યુપ્રેશર ખરેખર તમને ઉંઘ લાવવામાં મદદ કરે છે કે નહી તે વિષે હજુ સુધી કોઈ નક્કર સંશોધન નથી થઈ શક્યું અને તેની કોઈ સાબીતીઓ પણ નથી. તેમ છતાં અમે તમને કહી શકીએ છે કે શરીરના વિવિધ પોઇન્ટ દબાવવાથી ઉંઘમાં મદદ મળે છે.

સ્પિરિટ ગેટ

– ટચલી આંગળીવાળી બાજુની હથેળીની નીચે એક પોલી જગ્યા હોય છે.

image source

– હળવેથી તમારે તે જગ્યાને સર્ક્યુલર મોશન અથવા અપ એન્ડ ડાઉન મુવમેન્ટમાં પ્રેશર આપવાનું છે સતત 2થી 3 મિનિટ સુધી.

– પોઇન્ટની ડાબી બાજુ પર થોડીક સેકન્ડ્સ માટે હળવું પ્રેસ કરો ત્યાર બાદ જમણી બાજુ એટલે કે હાથની ઉંધી બાજુ પર પોઈન્ટની પાછળની બાજુએ પ્રેસ કરો.

– બીજા કાંડા સાથે પણ આ પ્રક્રિયા પુનરાવર્તિત કરો

ઇનર ફ્રોન્ટાયર ગેટ

image source

– તમારા હાથના પંજાને ટટ્ટાર ઉભો રાખો અને તમારી ચાર આંગળીઓના બીલકુલ નીચેના કાંડા પરનો આ પોઇન્ટ છે.

– તમારા અંગુઠા વડે તે પોઇન્ટે હળવેથી નીચેની તરફ પ્રેશર આપીને દબાવો.

– તમે સર્ક્યુલર મોશનમાં પણ મસાજ કરી શકો છો અને અપ ડાઉન મોશનમાં પણ મસાજ કરી શકો છો. આમ કરવાથી સ્નાયુઓ રીલેક્સ થશે.

વિન્ડ પૂલ

image source

– તમારી આંગળીઓને એકબીજામાં પરોવો આ જ સ્થીતીમાં તમારી હથેળીઓને એવી રીતે ખોલો જાણે કપનો શેઇપ બનતો હોય.

– હવે તમારા અંગુઠાઓને તમારી ખોપરની નીચેની તરફ મુકો, આ રીતે અંગુઠા તમારી ડોક અને માથાને કનેક્ટ કરતાં પોઇન્ટ પર અડતા હોવા જોઈએ.

– આ પોઇન્ટ પર તમારે એક પ્રેશર આપવાનું છે, પ્રેશર તમારે સર્ક્યુલર અથવા તો અપ-ડાઉન મોશનમાં આપવું જેથી કરીને તે ભાગને મસાજ મળે.

– આવું કરતી વખતે તમારે ઉંડા શ્વાસ લેવાના છે અને તમે જ્યારે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમારું શરીર કેવી રીતે રીલેક્સ થાય છે તેના પર ધ્યાન આપવાનું છે.

image source

સારી-ઘસઘસાટ ઉંઘ માટે તમારે આ પણ પ્રયોગો કરવા જોઈએ.

– સુતા પહેલાં હુંફાળા પાણીએ સ્નાન કરો તમને ઉંઘ જલદી આવશે.

– તમારી ઘડિયાળને ક્યાંક છૂપાવી દો.

– ઉંઘતા પહેલાં ત્રણ કલાકે ભોજન લેવાનું રાખો.

– તમારા ફોન્સ, ટેબ્લેટ કે પછી નોટપેડ તમારાથી દૂર રાખો બને તો બીજા ઓરડામાં જ મુકી દો.

– તમારા ઓરડામાં હવાની અવર જવર રહે અને ઓરડો ઠંડો રહે તે માટે રૂમની બારી ખુલ્લી રાખો

image source

– સારી ઉંઘ માટે તમે અરોમાથેરાપી પણ લઈ શકો છો.

– તમારા રૂમને ઉંઘવા માટે તૈયાર કરો. વધારે પડતો પ્રકાશ ન હોવો જોઈએ, બીલકુલ અવાજ ન હોવો જોઈએ અને પથારી પણ બીલકુલ સુઘડ હોવી જોઈએ.

– પગમાં મેજાં પહેરવાનું રાખો. ઉંઘતા પહેલાં 15 મનીટનું હળવું યોગા રૂટીન રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ