જલ્સા કરોને જેંતીલાલ

ચાલો જાણીએ હૈદરાબાદના ફલકનુમા મહેલ વિષેની અવનવી વાતો..

અત્યંત વૈભવી એવા હૈદરાબાદના ફલકનુમા મહેલ વિષે જાણીએ

થોડા વર્ષ પહેલાં જ અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે ભારતની મુલાકાત લીધી હતી. ઇવાન્કા ટ્રમ્પનું ભારતના ટેક્નો હબ હૈદરાબાદમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તેણીની બધી જ ઇવેન્ટ હૈદરાબાદના પ્રખ્યાત તેમજ આલિશાન ફલકનુમા મહેલમાં ગોઠવવામાં આવી હતી.

ફલકનુમા મહેલનું નિર્માણ સર બાઈકર દ્વારા કરાવવમાં આવ્યું હતું. તેમણે પોતાના અંગત નિવાસસ્થાન માટે આ મહેલ બનાવ્યો હતો. પણ તેના નિર્માણ પાછળ તેમની ધારણા કરતાં વધારે ખર્ચો થઈ ગયો હતો. છેવટે પોતાની બુદ્ધિમાન પત્નીની ચાલાકીથી તેમણે આ મહેલ હૈદરાબાદના નિઝામને વેચી દીધો.

જેથી કરીને તેમણે ખર્ચ કરેલા બધા જ નાણા તેમને પરત મળી ગયા. ત્યાર બાદ હૈદરાબાદના નિઝામ તેનો શાહિ અતિથિ ગૃહ તરીકે રોયલ મહેમાનો માટે ઉપયોગ કરવા લાગ્યા. કારણ કે અહીંથી સમગ્ર શહેરનું દૃશ્ય ખુબ જ રમણિય દેખાતું હતું.

કહેવાય છે કે આ કુટુંબ પાસે એક જમાનામાં ભારતીય સરકાર કરતાં પણ વધારે પૈસો હતો. જો કે હાલ તેમની હાલત તેટલી સદ્ધર નથી માટે તેમણે ફ્લેટમાં રેહવાના દિવસ આવ્યા છે. અને હાલ આ મહેલને ટાટા હોટેલ્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

હૈદરાબાદના નિઝામની વૈભવતાઃ

ફલકનુમા મહેલનું વ્યવસ્થાપનઃ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version