“ફાડા લાપસી” – કોઈપણ સારા સમાચાર હોય એટલે લાપસી આપણે બનાવતા જ હોઈએ છીએ, તો આજે શીખીલો ફાડા લાપસી બનાવતા…

“ફાડા લાપસી”

સામગ્રી :

1 કપ ઘઉંના ફાડા,
1 કપ ખાંડ ,
1/2 કપ ઘી ,
1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર ,
1-2 ટે સ્પૂન ડ્રાય ફ્રૂટ્સ ,
(કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસ),

રીત :

(1) એક જાડા બોટમવાળી કડાઈ લેવી અને તેમા ઘી મૂકીને ફાડાને ધીરા તાપે શેકીલેવા.(ફાસ્ટ ગેસ પર ફાડા ડાર્ક તરત થઈ જશે પણ દાણો કાચો રહેશે) ફાડાને સતત હલાવતા રેહવું અને ફાડા ડાર્ક બ્રાઉન થાય ત્યાસુધી કૂક કરવુ.

(2) પછી તેમા 2 કપ પાણી રેડવું (પાણીના માપની ચિંતા ના કરવી , બધાના ઘરના કપની સાઈઝ જુદી હોય પાછી !, થોડુ વધુ પાણી હશેતો બાળી દેવુ) ઢાંકણ ઢાંકીને લાપસી ચઢવા દેવી.વચ્ચે વચ્ચે હલાવતા રેહવું.

(3) જ્યારે બધુ પાણી બળીજાય એટલે ખાંડ,કિસમિસ અને ઈલાયચી પાવડર ઉમેરી મિક્ષ કરી લેવું.(લાપસી ગરમ ક હશે માટે કિસમિસ ફૂલી જશે, જો પેહલાથી જ કિસમિસ નાખી લઈએ તો કિસમિસ બળી જાય)

(4)લાપસી થોડી સીજે એટલે 1 ચમચી ઘી ઉપર રેડવું અને ડ્રાય ફ્રૂટ્સની કતરણથી ગાર્નીશ કરવી.

તમને ગમેતો કેસરનો ઉપયોગ પણ કરાય, થોડુ રોઝ વોટર નાખીને તથા દેસી ગુલાબની પાંદડીથી પણ સજાવાય.

રસોઈની રાણી : Rups in the Kitchen

શેર કરો આ મસ્ત સુગંધીદાર લાપસીની વાનગી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી