ફેસવૉશથી ચહેરો ધોતી વખતે ભૂલથી પણ ના કરશો આ ૬ ભૂલ!…

ફેસવોશ વાપરતી વખતે શું તમે પણ આ ભૂલો કરો છો ?

ત્વચાની જાળવણી માટે ત્વચાને સાફ રાખવી ખૂબ જ જરૂરી છે .એમાં પણ બહારથી ઘરમાં આવ્યા બાદ અને રાત્રે સુતા પહેલા સારા ફેસવોશથી ચહેરો ધોવો જરૂરી હોય છે. રાત્રે સુતા પહેલા તો અચૂક ચહેરા ની સાફ સફાઈ કરવી જોઈએ.

image source

સારુ ફેસવોશ વાપરવાથી ચહેરાની ચામડી ચોખ્ખી અને ચમકતી રહે છે. રાતે સુતા પહેલા ફેસવોશથી ચહેરો ધોવાથી આખા દિવસ દરમિયાન ચહેરા પર લાગેલી ધૂળ અને માટી દૂર થાય છે. ચહેરા પર તાજગી આવે છે. અને ચામડીની અંદરથી પણ સાફ સફાઈ થાય છે. એટલે ફેસવોશ પણ આપણી દૈનિક ક્રિયા નો જરૂરી ભાગ હોવો જોઈએ.

પરંતુ ક્યારેક એવું બને છે કે ફેસવોશ ના ઉપયોગ પછી પણ ચહેરાની સાફ-સફાઈમાં ક્યાંક ઉણપ રહેતી હોય એવું લાગે છે. તે દોષ ફેસવોશનો નહીં પરંતુ આપણી ઉપયોગ કરવાની પદ્ધતિ નો છે.

image source

ફેસવોશનો ઉપયોગ કરતા પહેલા તેના ઉપયોગ વિશેની પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ. ખાસ કરીને ફેસવોશના ઊપયોગ વખતે અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતોને સામાન્ય રીતે આપણે નજર અંદાજ કરતાં હોઈએ છીએ. કેટલીક એવી ભૂલો છે જેને કારણે ફેસવોશનું યોગ્ય પરિણામ આપણને મળતું નથી તેની પર નજર કરીએ.

ફેસવોશના ઉપયોગ બાદ ચહેરો ધોતી વખતે હૂંફાળું પાણી વાપરવું જરૂરી બને છે. જુઓ વધુ પડતું ગરમ પાણી અથવા વધુ પડતાં ઠંડા પાણીથી ચહેરો જોવામાં આવે તો તે ત્વચાની અંદરની નસને નુકસાન પહોંચાડી શકે છે .એટલું જ નહીં ફેસવોશ લોશન પણ તેનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી માટે ફેસવોશથી ચહેરો ધોતી વખતે પાણી નું ટેમ્પરેચર ધ્યાનમાં રાખવું જરૂરી હોય છે.

image source

પોતાની ત્વચા અંગેની જાણકારી મેળવીને એને અનુરૂપ ફેસવોશ ખરીદવું જોઈએ. ઓઇલી સ્કિન માટે સેલિસિલિક એસિડ ધરાવતું ફેસવોશ વાપરવું જોઈએ . ડ્રાય સ્કિન માટે મિલ્ક બેઝડ અને સેન્સિટિવ સ્કિન માટે મેડિકેટેડ ફેસવોશ વાપરવું હિતાવહ છે. ફેસવોશ ખરીદતા પહેલા પોતાની ત્વચા કેવી છે એને જાણકારી મેળવવી જોઈએ.

કોઈપણ પ્રસાધન તેની અસર બતાવવા માટે સમય માંગે છે. માટે ફેસવોશ વાપરીને પણ તરત જ એનું પરિણામ કેવું આવે છે એ અંગે નિર્ણય લેવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં. સાથે સાથે ચહેરો તરત જ ધોવો નહીં. ફેસવોશ લગાવી ને બે મિનીટ સુધી ચહેરાને સારી રીતે મસાજ કરી સાફ કરી અને ધોવાથી ફેસવોશ નું સારું પરિણામ મળી રહે છે.

image source

ચહેરા ઉપર મેકઅપ કરેલો હોય તો ફેસવોશનો ઉપયોગ કર્યા પહેલા મેકઅપ દૂર કરવો જોઈએ. ચહેરા પરથી મેકઅપ દૂર કર્યા બાદ થોડા હુંફાળા પાણીથી ચહેરો ધોઈ ને ત્યારબાદ ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ. મેકઅપ વાળો ચહેરો સીધો ફેસવોશથી ધોવાથી ખીલ થવાની શક્યતા છે કારણકે મેકઅપ અને ફસવોશ બંને ભેગા થઇ અને ચામડીના છીદ્રો બંધ કરી દે છે જેને પરિણામે ચેહરો સાફ થવાને બદલે તેનું નકારાત્મક પરિણામ ભોગવવું પડે છે.

અતિ મહત્વની વાત એ છે કે ફસવોશનો ઉપયોગ કર્યા પહેલાં હાથને પણ ચોખા સાફ કરવા જોઈએ. કારણ નહીંતર હાથમાં રહેલા બેક્ટેરિયા ફેશવોસની સાથે ચામડીમાં ભળી જઈ ત્વચામાં ઇન્ફેકશન અથવા રેસીસ જેવી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

image source

દિવસમાં બે વાર ફેસવોશ નો ઉપયોગ કરવો. સવારમાં પણ એકવાર અને રાત્રે સૂતી વખતે ફેસવોશથી ચહેરો સાફ કરવો જોઈએ. એટલું જ નહીં લાંબો સમય બહાર રહ્યા હોઈએ તો પણ ઘરે આવીને ફેસવોશથી ચહેરો સાફ કરવો જોઈએ.

તો હવે તમે સમજી ગયા હશો કે ફેસવોશનો ઉપયોગ શા માટે ધાર્યું પરિણામ નથી આપતો? બસ તો આટલી વાતોનું ધ્યાન રાખો તો ફેસવોશના ઉપયોગથી ચહેરાને ચમકીલો સ્વસ્થ અને તાજગીસભર રાખવો આપણા હાથવેંતમાં છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ