તમારા સ્કિન ટોન પ્રમાણે કેવી રીતે કરશો કોસ્મેટિકની પસંદગી જાણવા કરો ક્લિક

તમારી ત્વચાના પ્રકારને જાણી તેના માટે યોગ્ય ક્લીન્ઝીંગ રીત અપનાવો

તમારી ત્વચાના પ્રકારને જાણી તેને અનુરુપ ફેસવોશનો ઉપયોગ કરી ચહેરાને રાખો સ્વચ્છ

આપણે જ્યારે ક્યારેય પણ બ્યુટીપાર્લરમાં ફેશિયલ વિગેરે કરાવા જતા હોઈએ છે ત્યારે એક પ્રશ્ન પુછવામાં આવે છે અને તે હોય છે “તમારી સ્કીન ટાઈપ કઈ છે ?”અને આપણે તેમને તે નોર્મલ – ઓઈલી- ડ્રાય સ્કીન જે પણ હોય તે કહીએ છે. અને તેપ્રમાણે તેઓ ફેશિયલ કરતી વખતે પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે.

image source

જેમ ફેસિયલમાં ત્વચાનો પ્રકાર જાણવો જરૂરી છે તેવી જ રીતે ત્વચાને સાફ કરવા માટે વાપરવામાં આવતા કોસ્મેટિક એટલે કે ક્લીન્ઝીંગ મટીરીયલ એટલે કે ફેસવોશની પસંદગી માટે પણ ત્વચાનો પ્રકાર ધ્યાનમાં રાખવો જરૂરી છે.

ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને તેની સંભાળ લેવામાં આવે તો યોગ્ય રીતે સંભાળ થઈ શકે છે અને તેનું યોગ્ય પરિણામ પણ મળે છે. તો ચાલો જાણીએ સ્કીનના પ્રકાર પ્રમાણે ચહેરાને ક્લીન કરવા માટે કેવા કોસ્મેટિક્સનો ઉપયોગ કરવો જોઈએ.

image source

સામાન્ય ત્વચા એટલે કે નોર્મલ ત્વચા એટલે કે કોમ્બિનેશન સ્કિન

આ ત્વચા બે પ્રકારની હોય છે એક તો નથી તો વધારે ઓઈલી હોતી કે નથી તો વધારે શુષ્ક હોતી અને બીજો પ્રકાર છે ચહેરાનો કેટલોક ભાગ ડ્રાય તો કેટલોક ભાગ ઓઈલી હોય. આવી ત્વચા ધરાવતી મહિલાઓએ માઇલ્ડ જેલ બેઝ્ડ ક્લીન્ઝર કે ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ. જે ત્વચાને ડ્રાય પણ નથી કરતું અને વધારે પડતું ઓઇલી પણ નથી બનાવતું.

image source

આ પ્રકારની ત્વચા માટે તમારો એલોવેરા જેલ, ટી-ટ્રી ઓઇલ ધરાવતા કોસ્મેટિકનો ઉપયોગ કરવો જોઈએ. આ ત્વચાવાળી મહિલાઓએ મહિનામાં બે વાર એક્સફોલિએટીંગ સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ ફેસવોશનો ઉપયોગ કર્યા બાદ આલ્કોહોલ રહિત ટોનરનો ઉપયોગ કરવો.

રુક્ષ ત્વચા એટલે કે ડ્રાય સ્કીન

image source

ડ્રાય સ્કીનને ક્લીન કરવા માટેના કોસ્મેટીકની પસંદગી કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે ઓર વધારે ડ્રાય થાય તેવું કશું જ પસંદ ન કરવું જોઈએ. ડ્રાય સ્ક્રીન ધરાવતી મહિલાઓએ તેમની ત્વચાનું પીએચ લેવલ જળવાયેલું રહે તેવી પ્રોડક્ટ ઉપયોગમાં લેવી જોઈએ. જો તમને કોઈ ફેશવોશથી ચહેરો ધોયા બાદ તમારો ચહેરો તણાતો લાગે તો તમારા માટે તે ફેસવોશ યોગ્ય નથી તમારે તેને બદલી લેવું જોઈએ.

એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે તમારી પ્રોડક્ટ આલ્કોહોલ ફ્રી હોવી જોઈએ. કારણ કે તે જ તમને સૌથી વધારે હાઇડ્રેટ કરી શકશે.

image source

ડ્રાય સ્કીન ધરાવતી મહિલાઓએ બદામનું તેલ, ઓટ મિલ્ક, લેક્ટિક એસિડ, પોલીફેનોલ્સ કે પછી સેરેમાઇડ્સ જેવા કન્ટેન્ટ ધરાવતી પ્રોડક્ટ લેવી જોઈએ.

જો તમે બહાર ફરવા જાઓ અને ચહેરો ધોવાની જગ્યાએ ફેસ વાઇપ્સનો ઉપયોગ કરતાં હોવ તો હવેથી તેનો ઉપયોગ બંધ કરી દેજો કારણ કે તેમાં રહેલા આલ્કોહોલ, ફ્રેગ્રન્સ તેમજ પ્રિઝર્વેટીવ તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે.

image source

જો તેમ છતાં તમારે ચહેરો સાફ કરવો જ હોય તો તે પહેલા ચહેરા પર કોઈ હળવી ક્રીમ, મોઇશ્ચરાઇઝર કે પછી ઓઇલ લગાવી લેવું અને ત્યાર બાદ વાઇપનો ઉપયોગ કરવો.

ડ્રાય સ્ક્રીનવાળી મહિલાઓએ મોઇશ્ચરાઇઝ યુક્ત ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ અને ખુબ જ ઓછા પ્રમાણમાં ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ અને ચહેરો ધોયા બાદ મોઇશ્ચરાઇઝરલગાવી લેવું જોઈએ.

image source

અથવા અઠવાડિયે એકવાર બદામના તેલ કે પછી કોઈ ઓઇલ બેઝ્ડ ક્લીન્ઝરથી મસાજ કર્યા બાદ હુંફાળા પાણીમાં નેપ્કીનને પલાળીને ચહેરો સાફ કરવો જોઈએ જેથી કરીને સુષ્ક ત્વચામાં જે થોડું ઘણું પણ તેલ છે તે દૂર ન થઈ જાય.

તૈલી ત્વચા એટલે કે ઔઈલી સ્કીન

image source

તૈલી ત્વચા ધરાવતી મહિલાઓએ એવા ઉત્પાદનોને પસંદ કરવા જોઈએ જે સાવ જ તેમની ત્વચામાંથી ઓઈલ ન શોષિ લે પણ જરૂર પુરતું ઓઈલ રહેવા દે અને વધારાનું ઓઈલ દૂર કરી લે. તૈલી ત્વચા માટે તમે ચારકોલ અથવા તો ક્લે બેઝ ક્લીન્ઝીંગ પ્રોડક્ટ કે પછી ફેસવોશનો ઉપયોગ કરી શકો છો.

image source

તૈલી ત્વચાની એક સમસ્યા હોય છે કે તે બાહ્ય કચરાને પોતાના તરફ આકર્ષે છે એટલે કે તેના પર કચરો ચોંટી જાય છે. અને પછી ત્વચાના કોશોમાં પ્રવેશીને ચામડીને ડેમેજ કરે છે.

તો આવી ત્વચા માટે ડબલ ક્લીન્ઝીંગ પ્રોસેસ અપનાવવી જોઈએ. તેના માટે સ્કીનને સૌ પ્રથમ તો ઓઈલથી સાફકરવામાં આવે છે અને ત્યાર બાદ કોઈ પાણીયુક્ત ક્લીન્ઝરનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

જોકે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ફેસવોશ કે કોઈપણ ક્લીન્ઝીંગ પ્રોડક્ટનો ઉપયોગ વધારે ન કરવો તેની માઇલ્ડનેસ પર જ તેનું પ્રમાણ નક્કી કરવું જોઈએ. જો તે સ્ટ્રોગ હોય તો એક ટીપું જ પુરતું છે અને જો માઇલ્ડ હોય તો તમે ચણાના કે મગફળીના દાણા જેટલુ લઈ શકો છો. ચહેરો સાફ કર્યા બાદ ટોનર પણ લગાવી લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ