ફેસબુકથી ચમકી કુંવારાઓની કિસ્મત, ભારતના આ ૬ છોકરાઓની લાઈફ ફેસબૂકે બદલી…મળી વિદેશી વહુઓ..

આજે અમે એવી ૬ વાર્તાઓ લઈને આવ્યા છીએ જેમાં ભારતીય યુવકોના લગ્ન વિદેશે વહુઓ સાથે થાય છે. એકદમ રસપ્રદ છે આ કહાની.

૧૨ મુ ધોરણ પાસ કરેલા એક છોકરાને થઈ ગયો યુ.એસ.એ. ગર્લ સાથે ફેસબુક પર પ્રેમ. યુએસએની છોકરીએ ભારત આવીને લગ્ન કર્યા. હરિયાણાના કાદીપુર ગામમાં રહેતા દીપક કૌશિક ખેડૂતનો પુત્ર છે. ૧૨ માં ધોરણ સુધી ભણેલા કૌશિકે ફેસબુક પર શેઈલી મલીન ટેપ્સ ને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જૂન 2015 ના રોજ બંને મિત્રો બન્યા અને ચેટ કરવાનું શરૂ કર્યું. દીપક શૈલી સાથે પ્રેમમાં પડ્યો અને શેઈલીને જાન્યુઆરીમાં, લગ્ન માટે પ્રપોસ કરી પણ તેઓને લાગતું નહોતું કે શેઈલી હા પાડશે. પરંતુ શૈલીએ હા કર્યું. 44 વર્ષીય શૈલીની મરીન ટેપ્સ અમેરિકામાં ન્યૂ યોર્ક નજીક લીમનની નજીક રહેતા હતા અને તેમના પિતા ચિત્રકાર તરીકે કામ કરે છે.

ફતેહ્બાદ જિલ્લામાં સમેંણ ગામમાં રહેતો ટીનું , લગભગ એક વર્ષ પહેલા વેલ્ડીંગના કામ માટે સાઉદી અરેબિયા ગયો હતો, ત્યાં ફેસબુક દ્વારા તેમની મિત્રતા કઝાખસ્તાનની જહાના સાથે થઇ હતી. મિત્રતાના લગભગ આઠ મહિના પછી, બન્ને પ્રેમમાં પડી ગયા હતા અને જહાના 29 મેના રોજ ટીનું સાથે લગ્ન કરવા માટે પ્રવાસી વિઝા પર ભારત આવી હતી. 2 જૂનના રોજ, બંનેએ સમેંણ ગામના વિશ્વકર્મા મંદિરમાં હિન્દુ રીતિરિવાજ પ્રમાણે લગ્ન કરી દીધા.

35 વર્ષના જુના પોલિન્સને પણ જિંદના છાત્તર ગામના રાજુ પહેલવાન સાથે પ્રેમ થયો હતો, અને તે રાજુ સાથે લગ્ન કરવા માટે કેલિફોર્નિયાથી નીકળી ગયા હતા. રાજુ રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી છે. તે કહે છે કે જુના સાથેની તેમની વાતચીત ફેસબુક પર થઇ હતી. એકબીજા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું અને પ્રેમ થઇ ગયો.

26 એપ્રિલના રોજ, જુના ભારત આવ્યા અને લગ્ન કર્યા. જુના કહે છે કે તેમના માતા-પિતાને તેના નિર્ણય પર કોઈ વાંધો નહોતો. રાજુ કહે છે કે સસુરાલમાં જુનાને કોઈ લાજ કાઢવા માટે પણ નથી કહેતું. મારી માતા પણ ફક્ત દુપટ્ટો જ ઓઢે છે. જ્યારે સમગ્ર ગામડામાં મહિલાઓ સાડીથી લાજ કાઢે છે.

કર્નાલ જિલ્લાના કછવામાં રહેવાવાળા પ્રવીણ (24) અને અમેરિકાના મેરીલેન્ડમાં રેહતી ચનીતાની બે વર્ષ પહેલાં Facebook પર ચેટ થઇ હતી. એ ચેર્ત ધીરે ધીરે મિત્રતા અને ત્યારબાદ પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ હતી. અને એ દરમિયાન જ પ્રવીણ એ ચનીતાને લગ્ન માટે પ્રપોસ કર્યું હતું. ચાનિતાએ પણ આ પ્રસ્તાવને ખુશીથી સ્વીકારી લીધો. પ્રવીણની વિનંતી પર, ચાનિતા અમેરિકાથી લગ્ન કરવા માટે કચ્છ પહોચી. ત્યારબાદ આ યુગલએ ભારતીય પરંપરા પ્રમાણે વિવાહ કાર્ય હતા. એવી એક એવી વાત છે કે જ્યોર્જિયામાં તમાતા કૉઝનેશવિલી અને અરુણ ખત્રીની. અરુણ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ છે અને નેતા હરિચેંદનો પુત્ર છે .લગભગ છ વર્ષ પહેલાં, આ બંનેનુ ફેસબુક પર ચેટિંગ શરૂ હતું અને આ વાતો કરતા કરતા પ્રેમમાં પડ્યા અને ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા. તેઓના લગ્નને 6 વર્ષ પણ થઇ ગયા છે અને તેઓને 3 વર્ષની જોડકી પુત્રીઓ પણ છે.

તમતા કહે છે કે અરુણ જાટ સમુદાય સાથે સંકળાયેલ છે, જે કન્યાઓ માટે ખૂબ જ કઠોર રહે છે, પરંતુ તેઓએ ક્યારેય મારી સામે ભેદભાવ નહતો કર્યો. હું તેમની સાથે રહેવાથી ખૂબ ખુશ છું અને એક ભારતીય પત્ની તરીકેની બધી જ ફરજો નિભાવું છું.

કેલિફોર્નિયામાં એક નર્સ તરીકે કામ કરતા 41 વર્ષીય એડ્રિઆના પેરેલને, કરનાલના પોપરન ગામના યુવક મુકેશ સાથે પ્રેમ થયો. આ વાત 2013ની છે જયારે તે બંને ફેસબુક પર ચેટ કરતા હતા, પછી મળવાની શરૂઆત થઈ. પ્રેમ થયો અને અમણે લગ્ન કરી લીધા.

પેરેલએ પહેલા પણ લગ્ન કરયા હતા અને તેમની બાળકી પણ છે. અત્યારે મુકેશ પેરેલ અને તેમની પુત્રીની ભારત આવવાની રાહ જોઈ રહ્યા છે. મુકેશે કહ્યું કે તેમના પરિવારએ તેમને આ નિર્ણયમાં સંપૂર્ણ ટેકો આપ્યો હતો. આ ઉપરાંત એમને એવું પણ કહ્યું હતું કે પ્રેમ મહત્વનો છે એજ ગેપ નહી.

મિત્રો, આપ સૌ જો આ ફેસબુક લવ સ્ટોરી પ્રથમ વખત જ વાંચતા હો તો અચૂક લાઈક કરી અને શેર કરી વધાવજો…!!!

લેખન – સંકલન : યશ મોદી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ