ફેસબુક પર આ રીતે થઇ રહી છે છેતરપીંડી, સ્ટોરીમાં વાંચીને તમે પણ ના કરતા આવી ભૂલો

ફેસબુક પર આ રીતે થઈ રહી છે છેતરપીંડીઃ આવું તમારી સાથે પણ થઈ શકે છે

ફેસબુકનો ઉપયોગ આપણે હવે હાલતા ચાલતા કરવા લાગ્યા છે. આજે ઘણા બધા ફેસબુક અકાઉન્ટ હોલ્ડર દીવસનો ઘણો બધો સમય ફેસબુક પર પસાર કરે છે. તેનો મુખ્ય ઉપયોગ આપણે આપણા ફોટો શેર કરવા તેમજ આપણને ગમતી કોઈ બાબત શેર કરવા કરતા હોઈએ છે અને સાથે સાથે તેના પ્લેટફોર્મથી આપણે સમાચાર, વાનગીઓ, ટ્રેલર, ફની વિડિયોઝ વિગેરે પણ જોતાં હોઈએ છે. અને તેના દ્વારા ઘણા લોકો પોતનો બિઝનેસ પણ ચલાવે છે.

image source

તાજેતરમાં એક ફેસબુક ધારક સાથે ફેસબુક પર જ એક નહીં પણ બે વાર છેતરપિંડી થઈ છે અને તે પણ એક જ સ્કેમ્સ્ટર દ્વારા. વાસ્તવમાં બન્યું હતું એવું કે થાણે રહેતાં આ ફેસબુક અકાઉન્ટ હોલ્ડરે પોતાનું ફર્નિચર વેચવા માટે ફેસબુક પર એડ મુકી હતી. ત્રણ દીવસ બાદ તેના પર એક ખરીદારનો ફોન આવ્યો અને તેને પેટીએમ કે ગુગલ જેવા મોબાઈલ વોલેટ દ્વારા ચૂકવણીની ઓફર કરી. પણ અહીં આ ફેસબુક અકાઉન્ટ ધારક જોડે થઈ ગઈ મોટી છેતરપિંડી.

જાણો કેવી રીતે થઈ છેતરપિંડી

image source

ઉપર જણાવ્યું તેમ આ વ્યક્તિએ પોતાનું ફર્નિચર વેચવાના ઉદ્દેશથી ફેસબુક પર એડ મુકી. છેતરપીંડી કરનાર વ્યક્તિએ તે એડ જોઈ. તેણે કોઈ પણ જાતનું બાર્ગેઇનીંગ કર્યા વગર જ ફર્નિચર ખરીદવાની ઇચ્છા દર્શાવી. તે પછી વેચનાર વ્યક્તિએ ગમે તેવી કીંમત કેમ ન મુકી હોય ! તેણે ફર્નિચર ખરીદવાની હા કહી દીધી.

આ રીતે તેણે વેચનાર પાસેથી માલ ખરીદવાનો ડોળ કર્યો અને UPI દ્વારા ચૂકવણી કરવાનો વાયદો કર્યો. અહીં બન્યુ એવું કે ખરીદનાર વ્યક્તિએ માલની ચૂકવણી કરવા માટે પૈસા મોકલવાની જગ્યાએ વેચનાર પાસે પૈસા માંગ્યા. તેણે પેટીએમ દ્વારા રૂપિયા વેચનારને મોકલવાની જગ્યાએ પોતે વેચનાર પાસે પેટીએમ દ્વારા પૈસા મંગાવ્યા.

image source

ત્યારે ફર્નિચર વેચનારે એવું વિચાર્યું કે તેને રૂપિયા મળી રહ્યા છે માટે તેણે ઓટીપી આપી દીધો અને તેના ખાતામાંથી પૈસા ડેબીટ થઈ ગયા.

ફરી પાછી આ જ વ્યક્તિ સાથે તેજ સ્કેમ્સ્ટર દ્વારા છેતરપિંડી થઈ

ઉપર જણાવ્યું તે પ્રમાણે થતાં જ ફર્નિચર વેચનારના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા. થોડા સમય બાદ ફરી ફર્નિચર ખરીદનારે એવું બહાનુ બનાવ્યું કે ટ્રાન્ઝેક્શનમાં ભૂલ થઈ છે, વેચનારના ખાતામાં પાછા પૈસા જમા કરાવવા ફરી ટ્રાન્ઝેક્શન કરવું પડશે તેવું જુઠાણું આચર્યું. આમ પહેલું ટ્રાન્ઝેક્શન તેણે પેટીએમ દ્વારા કર્યું.

image source

હવે ભોગ બનનાર વ્યક્તિને પાછા પૈસા આપવા માટે તેની પાસે ગુગલ પ્લે દ્વારા રિફન્ડ આપવાનું કહ્યું. ફર્નિચર વેચનારની જાણ બહાર સ્કેમરે ફરી પાછી તેટલી જ અમાઉન્ટની રિક્વેસ્ટ ગુગલ પ્લે પર કરી અને ફરી પાછા છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિના ગુગલ અકાઉન્ટમાંથી બીજા નાણા ઉપડી ગયા. આમ કરીને ફર્નિચર વેચનાર વ્યક્તિએ કુલ 1 લાખ અને એક રૂપિયો ગૂમાવ્યા અને છેવટે તેને ભાન થયું કે તેની સાથે તો છેતરપિંડી થઈ છે.

image source

તમને જણાવી દઈએ કે UPI એપમાં જે રિક્વેસ્ટ મની ફિચર છે તે જ મોટું છીંડુ છે. કારણ કે તે ફિચર છેતરપીંડ્યાઓનો સૌથી મોટો મિત્ર છે. કારણ કે તેનાથી તેને વાપરતા લોકોને ખબર નથી પડતી કે તે નાણા મેળવવાની જગ્યાએ ચૂકવી રહ્યો છે.

જાણી લો આ મહત્ત્વની વાત

image source

તમને એક સૌથી મહત્ત્વની વાત એ જણાવી દઈએ કે તમારે એ વાત હંમેશા યાદ રાખવી કે જ્યારે તમારી પાસે OTP માંગવામાં આવે ત્યારે તે તમારા ખાતામાંથી નાણા મોકલવા માટે માગવામાં આવે છે તમારા ખાતામાં નાણા જમા કરાવવા માટે તમારે કોઈ જ OTPની જરૂર નથી પડતી.

હવે પછી જ્યારે ક્યારેય તમે ઓનલાઈન વ્યવહાર કરતાં હોવ ત્યારે આ વાત ખાસ ધ્યાનમાં રાખો અને આ કિસ્સો પણ ખાસ ધ્યાનમાં રાખો કે તમારે તમારો ઓટીપી કોઈને પણ આપવો નહીં, કોઈપણ સંજોગોમાં નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ