રિલાયન્સ-ફેસબુક ભાગીદાર બન્યાઃ ફેસબુકે ખરીદ્યો રિલાયન્સ Jioનો 9.99 ટકા હિસ્સો 43,574 કરોડમાં

ફેસબુકે રિલાયન્સ જીઓમાં 9.99 % હિસ્સો 43,574 કરોડમાં ખરીદ્યો, જાણો શું થશે બન્ને કંપનીને ફાયદો

image source

ફેસબુકે રિલાયન્સ જીઓનો નો 9.99% હિસ્સો 5.7 બિલિયન ડોલર એટલે કે 43,574 કરોડમાં ખરિદ્યો છે. રિલાયન્સ લિમિટેડના ટેલિકોમ યુનિટ સાથેની આ ડીલ ફેસબુકને ભારતના અત્યંત ઝડપથી વિકસી રહેલા માર્કેટમાં એક ચુસ્ત પકડનો ફાયદો આપશે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સમુહના દેવામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

RIL એ આ ડીલ બાબતે જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં માયનોરિટિ સ્ટેક માટે ટેક્નોલોજી કંપની દ્વારા કરવામાં આવેલું આ એક સૌથી મોટું રોકાણ છે. બુધવારે થયેલી આ સૌથી મોટી ડીલ બાદ ફેસબુક હવે જીઓ કંપનીની સૌથી મોટી શેર હોલ્ડર બની ગઈ છે. આ રોકાણ બાદ હવે જીઓ પ્લેટફોર્મ્સની એન્ટરપ્રાઇઝ વેલ્યુ 4.62 લાખ કરોડ થઈ ગઈ છે.

image source

કંપની દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે આ ડીલ 43,574 કરોડની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જીઓ પ્લેટફોર્મ્સ લિમિટેડ અને ફેસબુકે જીયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક દ્વારા 5.7 બિલિયન ડોલરના રોકાણનો પાક્કો કરાર કર્યો છે. આ કરારમાં જીઓ પ્લેટફોર્મ્સનું મૂલ્ય 4.62 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આમ જિયોમાં નાના ભાગીદારોના વર્ગમાં ફેબુકની ભાગીદારી સૌથી વધારે રહેશે.

image source

ફેસબુકે આ ડીલ વિષે જણાવ્યું, ‘આ રોકાણ ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. જીઓએ ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએ. ચાર વર્ષ કરતાં પણ ઓછા સમયમાં રિલાયંસ જીઓ 388 મિલિયન (38 કરોડ) થી પણ વધારે લોકોને ઓનલાઇન પ્લેટફોર્મ પર લઈને આવ્યું છે. માટે અમે જીઓ દ્વારા ભારતમાં પહેલા કરતાં પણ વધારે લોકો સાથે જોડાવા પ્રતિબદ્ધ બન્યા છીએ.’

image source

ફેસબુક સાથેની ભાગીદારી પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે જ્યારે રિલાયન્સે 2016માં જીઓ લોન્ચ કર્યું હતું ત્યારે અમે દરેક ભારતીયના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા અને ભારતને વિશ્વના અગ્રણી ડિજિટલ સોસાયટી સ્વરૂપે પ્રસરાવવાનું સ્વપ્નુ સેવ્યું હતું. માટે અમે ભારતના ડિજિટલ પારિસ્થિતિક તંત્રને વિકસિત કરવા અને તેમાં પરિવર્તન લાવવા માટે અમારા ભાગીદાર તરીકે ફેસબુકનું સ્વાગત કરીએ છીએ.

તેમણે એ પણ જણાવ્યું છે કે જીયો અને ફેસબુક વચ્ચેનું તાલમેલ પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ઇન્ડિયા મિશન અને તેના ‘ઇઝ ઓફ લિવિંગ’ અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ના લક્ષ્યો પુરા કરશે. સાથે સાથે તેમણે એ પણ સાંત્વના આપી છે કે કોરાના વાયરસની અસર પુરી થતાં જ ભારતની ઇકોનોમી સૌથી ઓછા સમયમાં સારી થઈ જશે.

image source

આ ડીલ બાદ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું, ‘હું મુકેશ અંબાણી અને સંપૂર્ણ જિયો ટીમને તેમની ભાગીદારી માટે અભિનંદન પાઠવું છું. હું નવી ડીલને લઈને ખુબ જ ઉત્સાહિત છું.’

ફેસબુકે પોતાના બીજા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનું નવું લક્ષ ભારતના નાના કદના વ્યવસાયો માટે તકો ઉભી કરવાનું છે, અને તેમાં પણ ખાસ કરીને સમગ્ર ભારતમાં ફેલાયેલા છ કરોડ નાના ધંધાઓ માટેની તકો પર વધારે ધ્યાન આપવામાં આવશે.

image source

RIL એ વધારામાં જણાવ્યું છે કે રોકાણની સાથે જીઓ પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ અને ફેસબુકની વ્હોટ્સએપ સર્વિસ પણ વ્હોટ્સએપનો ઉપયોગ કરીને જીઓમાર્ટ પ્લેટફોર્મ પર રિલાયન્સ રિટેલના નવા વાણિજ્ય વ્યવસાયને વધુ વેગ આપવા અને વ્હોટ્સએપ પરના નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે પણ બન્ને કંપનીએ કરાર કર્યા છે.

ફેસબુક સાથેની આ ભાગીદારીથી જીઓ અને રિલાયન્સના અન્ય વ્યવસાયોના કમર તોડી નાખતા ખર્ચાના કારણે થયેલા RIL પરના દેવાના ભારણને ઓછું કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 2016માં મુકેશ અંબાણીએ 40 બિલિયન ડોલરનું રોકાણ જીઓને લોન્ચ કરવા માટે કર્યું હતું. આ ઉપરાંત RIL એ દેશનું સૌથી મોટું રીટેઈલ એકમ પણ છે . જેના માટે તેમણે અઢળક ખર્ચા કર્યા છે.

image source

છેલ્લા થોડાક મહિનાઓમાં રિલાયન્સે પોતાનું દેવુ ઓછું કરવા માટે પોતાના કેટલાક બિઝનેસની ભાગીદારી વેચીને ઉપરાઉપરી પગલા લીધા છે.

image source

ફેસબુકની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ફેસબુક માટે માર્કેટ ઉભું થયું છે. વિશ્વમાં બીજા કોઈ દેશ કરતાં ભારતમાં ફેસબુકના યુઝર્સ વધારે છે. અને ફેસબુક હેઠળની વ્હોટ્સએપ ચેટ સર્વીસ 340 મિલિયન યુઝર્સ ધરાવે છે અને તેનો ફાયદો ઉઠાવવા વ્હોટ્સએપ કી પેમેન્ટ્સ સર્વિસ શરૂ કરશે જેની પેટીએમ, ગુગલ પે, ફોન પે અને એમેઝોન પે પર પણ અસર થશે. આમ બન્ને કંપનીઓ માટે આ એક ફાયદાની ડીલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ