અઠવાડિયા પહેલા મને એક બ્રિટિશ સુંદરીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી, સોશ્યલ મિડીયા ઉપર મળતા પ્રલોભનથી સાવધાન

આ બ્રિટીશરો હજુ પણ આપણને બેવકૂફ સમજે છે! અથવા બની બેઠેલા ઇન્ડીયન બ્રિટીશરો/ બ્રિટિશરોના નામે લૂંટવા બેઠા છે…

અઠવાડિયા પહેલા મને એક બ્રિટિસ સુંદરીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. બ્રિટિસ એટલે કદાચ ઇન્ડિયન બ્રિટિસ પણ હોઈ શકે. મેં એમની રિકવેસ્ટ ન સ્વિકારી, અને એને ઇનબોક્સ માં જઈ ને કહ્યું કે “તારી રિકવેસ્ટ હું ના સ્વીકારી શકું, હું તને બરાબર ઓળખતો નથી. જ્યારે મને એમ લાગશે કે તને મારી મિત્રસૂચિમાં રાખવામાં કોઈ પ્રોબ્લેમ નથી ત્યારે હું તારી અરજી સ્વીકારી લઇશ, હા હું તારી રિકવેસ્ટ નથી સ્વિકારતો એનો મતલબ એવો નથી કે તું મારી મિત્ર નથી. તું ગમે ત્યારે મને મેસેજ કરીશ હું જવાબ આપીશ..

બસ પછી તો સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ મેસેજો આવવા લાગ્યા..
”મેં જમી લીધું.”
“ હું ઓફિસમાં છું. “
“આજે ઘરે છું.”
“તને મિસ કરું છું.”
ગુડ મોર્નિંગ/ઇવનિંગ/નાઈટ.
વગેરે વગેરે..
જોકે હું બ્રિટિસરો ઉપર વધારે વિશ્વાસ કરતો નથી, બ્રિટિસરો જોડે જૂનું વેર છે, કદાચ પૂર્વગ્રહ હોઇ શકે..
બીજું એ રૂપસુંદરીના પ્રોફાઇલમાં એનો ફોટો અને જેન્ડર, તેમજ લંડનની છે એ સિવાય કોઈ વિગત જોવા મળી નહિ અને ખાસ તો અંગ્રેજી ઢંગધડા વગરનું, એટલે મારે શંકા કરવું યોગ્યજ હતું..

આગળ શું થયું?
એક દિવસ એને મને મેસેજ કર્યો કે “હની તારા માટે હું ગિફ્ટ મોકલાવું છું..તને બે થી ત્રણ દિવસમાં મળી જશે.” હવે વાત રહી મારા સરનામાં અને ફોન નંબરની, એ તો પબ્લિક છે. માટે મેં એને બિન્દાસ્ત આપી દીધા. ત્રણ દિવસમાં મને ડોકેટ નમ્બર અને પર્સલના ફોટા પણ મોકલાવ્યા..

4 મે ના દિવસે સવારે દસ વાગ્યે ફોટા મોકલાવ્યા અને અગિયાર વાગ્યે દિલ્હી એરપોર્ટ ઉપરથી ફોન આવ્યો.
“હેલ્લો ક્યાં મેરી બાત મિસ્ટર નીલેશ સે હો રહી હે? મેં દિલ્હી એરપોર્ટ સે નેહા બાત કર રહી હું.”
“જી બોલીએ મેમ.”

“લંડન સે આપકા પાર્સલ આયા હે. આપકો રિસીવ કરને દિલ્હી આના હોગા, ઓર કસ્ટમ ડ્યુટી ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ પે કરની હોગી, તો આપ કબ આ રહે હો?” “મેમ જીસને યે પાર્સલ ભેજા હે મેં ઉનકો નહીં જાનતા, ઔર મેં યે પાર્સલ રિસીવ નહિ કરના ચાહતા.” “જી ધન્યવાદ” સામેથી ફોન કટ થયો. પછી કલાક રહીને લંડનની એ રૂપ સુંદરીનો મેસેજ આવ્યો.

“તમને ગિફ્ટ મળી ગઈ?”
“ના મેં તમારી ગિફ્ટ રિસીવ નથી કરી. કેમકે હું ગરીબ માણસ છું. મહિને ચાર હજાર રૂપિયા કમાઉ છું.”“ઓકે તો તમે કેટલા રૂપિયાની વ્યવસ્થા કરી શકો છો?”
“હું પાંચસો થી સાતસો રૂપિયાની વ્યવસ્થા કરી શકું છું. અને દિલ્હી મારે ખૂબ દૂર થાય, ત્યાં જવા માટે મારી પાસે ટિકિટ ભાડા માટે પૈસા નથી.”
“ઓહ તમે તો ખૂબ ગરીબ છો. હું સમજી શકું છું.”

બે દિવસ પછી મને ફરી સળવળાટ થયો એટલે મેં એને મેસેજ કર્યો..
“વ્હાલી તું મને વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર થી રોકડા મોકલાવ, ગિફ્ટમાં જે કવર છે એમાંથી હું રોકડ કાઢીને તને તારા રૂપિયા પાછા મોકલી આપીશ.”

“ઓકે. પણ પહેલા તો તારે પાર્સલ રિસીવ કરવું પડશે, પર્સલમાં મેં એક કવર મૂક્યું છે જેમાં 30,000 પાઉન્ડ(આશરે 15 લાખ રૂપિયા છે).” “હા સાચું પણ હું વ્યવસ્થા કરી શકું એમ નથી. પ્લીઝ સમજવાની કોશિષ કર.”
“તો તું ભૂલી જા કે હું તને રોકડા મોકલાવીશ.”

“બ્લોક”…. હું બ્લોક થયો… અરે હજુ તો મેં રિકવેસ્ટ સ્વિકારી નથી અને બ્લોક!
દોસ્તો હું લખપતિ બનતા બનતા રહી ગયો! ના કદાચ હું મોટી દુર્ઘટના થી બચી ગયો..

મિત્રો તમને પણ આ પ્રકારે ફિસિંગ મેસેજ આવી શકે છે.. આ પ્રકારના પ્રલોભનમાં આવશો નહિં, અને આપના મિત્રોને પણ આ ઘટના શેર કરજો અને સાવધાન કરજો..

(સમાપ્ત)..

એની સાથે થયેલ વાર્તાલાપના અંશ મુકું છું. જો કે એને ડીલીટ મારી દીધા છે. પણ મેં સ્ક્રીન શોટ લઈ રાખ્યા હતા …
તો મિત્રો આ વાર્તા ઉપરથી શુ સિખવા મળ્યું?….

મિત્રો, આપ સૌ પણ હમેશા આવી અપરિચિત પ્રોફાઈલ થી સાવધાન રહેજો…સાથે, આ પોસ્ટ ને બને એટલી વધુ વાઈરલ કરી ને વધુમાં વધુ લોકોમાં જાગૃતિ ફેલાવજો !!!

લેખક – નીલેશ મુરાણી (કચ્છ)

ટીપ્પણી