ઘરે બનાવો આ ફેસ પેક, અને સુંદર કરી દો તમારો ફેસ

લાંબા સમય સુધી ત્વચાનું લાવણ્ય ટકાવી રાખતા ઘરેલુ ફેસપેક.

image source

આમ તો સુંદરતા કુદરતની દેન છે. સૌ કોઈને સુંદર દેખાવવું ગમે છે. ચહેરાનો આકાર રૂપરંગ કુદરતી હોય છે. પણ કુદરતી રીતેજ જે પણ દેખાવ મળ્યો છે એમાં નિખાર લાવવો તેમજ ત્વચાનું લાવણ્ય અને સૌંદર્ય જાળવી રાખવું એ તો વ્યક્તિના પોતાના હાથમાં જ છે.

ત્વચાની ખાસ પ્રકારની માવજત ત્વચાનો સ્વાસ્થ્ય જાળવી રાખે છે એટલું જ નહીં પરંતુ ઉંમર કરતાં પણ ત્વચાને યુવાન અને સદાબહાર બનાવે છે.

image source

આપણે ઘણીવાર જોઈએ છે કે વ્યક્તિ નો દેખાવ સામાન્ય હોય પરંતુ તેની ત્વચા ના ચળકાટ ને કારણે તેમજ તેણે અપનાવેલી સ્ટાઇલ અને આત્મવિશ્વાસને કારણે સાવ સામાન્ય દેખાવ ને પણ આકર્ષક વ્યક્તિત્વમા પલટાવીને વ્યક્તિ એક અલગ છાપ છોડી જાય છે.

આકર્ષક દેખાવું મહિલાઓને પ્રમાણમાં વિશેષ પ્રિય હોય છે. યુવતીઓ આકર્ષક દેખાવા માટે નિયમિત બ્યુટી પાર્લરમાં જવાનું પસંદ કરે છે,મોંઘા કોસ્મેટિક વાપરવાનું પસંદ કરે છે, ઘણી વખત તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા પણ પોતાની ત્વચાનું સૌંદર્ય અને યૌવન જાળવી રાખવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

image source

સુંદરતાને જાળવી રાખવા,ત્વચાની યુવાનીને ટકાવી રાખવા અઢળક નાણા નો ખર્ચ કરતી યુવતીઓ પણ જોવા મળે છે.

પણ તમે જાણો છો કે ત્વચાનું સૌંદર્ય અને યુવાની ઓછા ખર્ચે કેટલીક ઘર વપરાશની વસ્તુઓના ઉપયોગથી જ જાળવી શકાય છે?

કેટલાક ફેસપેક ઘરે બનાવીને ઉપયોગ કરવાથી પણ ત્વચા યુવાન, ચમકદાર અને કરચલી વગરની તેમજ ડાઘ-ધબ્બા વગરની સુંદર અને આકર્ષક રહી શકે છે.

image source

મળી ઘર વપરાશની જ ચીજ વસ્તુઓ દ્વારા બનાવેલા ફેસપેક ની કોઈ આડઅસર પણ હોતી નથી જેને કારણે વધુ પડતી સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો પણ તેનો છૂટથી ઉપયોગ કરી શકે છે. નિયમિત પણ ફેસબુકનો ઉપયોગ કરવાથી ત્વચાની નજાકત જળવાઈ રહે છે.

કેટલાક ઉપયોગી ઘરેલુ ફેસપેક

ચોખામાંથી બનતો ફેસપેક

ફેસપેક બનાવવાની સામગ્રી

image source

ચાર ચમચી ચોખ્ખા, એક ચમચી દૂધ, એક ચમચી મધ.

ચાર ચમચી ચોખાને ભાતની રાંધવા.તેને સારી રીતે ક્રશ કરી તેમાં એક ચમચી દૂધ અને એક ચમચી મધ નાખીને તેની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ચહેરા ઉપર લગાવી સાધારણ સુકાયા બાદ સારી રીતે ધોઈ નાખો.

ચોખાના ફેસપેકથી ચામડીની કુમાશ જળવાઈ રહેશે, ત્વચા ઉપર પડેલા pigmentation તેમજ sunburn ના ડાઘ ધીમે-ધીમે દૂર થાય છે. યુવાન દેખાય છે.

image source

ચોખામાં એન્ટિઓક્સિડન્ટ તત્વો ઉપરાંત વિટામિન એ ભરપૂર માત્રામાં મળી રહે છે જેના ઉપયોગથી સ્કીન ની ફાઈન લાઈન ધીમે-ધીમે દૂર થાય છે અને ચહેરામાં ચમક આવે છે.

ચોખાના ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકાય છે.

ચોખાના પાવડરમાં અથવા તો તૈયાર કરેલી ટેસ્ટમાં દૂધને બદલે દહીં પણ મેળવી શકાય છે. દહીં થી ત્વચા ચમકદાર બને છે. દહીંમાં રહેલું વિટામીન-સી તેમજ એન્ટિઓક્સિડન્ટ તત્વો ચહેરાને અંદરથી પણ સાફ કરે છે.

image source

ચોખાના લોટમાં મધ સાથે ઓલિવ ઓઇલ મિક્સ કરીને પણ ચહેરા પર તેને લગાવી તેનું મસાજ કરવાથી તે સ્ક્રબનું કામ કરે છે. સ્ક્રબ કરવાથી ચહેરાની ડેડ સ્કિન દૂર થાય છે.

ચોખાના લોટમાં દિવેલ મેળવીને લગાવવાથી આંખોની આસપાસ થયેલી ફાઈન લાઈન તેમજ ડાર્ક સર્કલ પણ દૂર થાય છે.

image source

દૂધ સાથે ચોખાનો લોટ મેળવીને ચહેરા ઉપર લગાવવાથી ટેનિંગની સમસ્યામાં પણ રાહત મળે છે.

હળદર તેમજ ચણાના લોટ નો ફેસ પેક.

અડધી ચમચી હળદર, એક ચમચી ચણાના લોટમાં બે ચમચી દૂધ નાખી તેની પેસ્ટ બનાવવી ચહેરા પર લગાડી શકાય છે. ચણાના લોટમાં વધારે પડતું તેલ શોષી લેવાનો ગુણ રહેલો છે

image source

જેથી વધુ પડતા ખીલની સમસ્યા ધરાવનાર આ ફેસપેક વાપરી શકે છે. પરંતુ ચણાનો લોટ થોડો ડ્રાય હોવાથી ફેસપેકને ચહેરા ઉપર સુકાવા દેવું નહીં.

જરા જેટલી પણ જો ત્વચા ખેંચાય તો થોડો ભીનો હાથ કરી ચહેરા ઉપર મસાજ કરી ચોખ્ખા પાણી થી ચહેરો સાફ કરી લેવો.

image source

હળદર ચહેરા ઉપર લાગેલા ડાઘ ધબ્બા દૂર કરવાનો ગુણ ધરાવે છે. દૂધ ત્વચાને ચમકતી બનાવવામાં તેમજ તેને અંદરથી સાફ કરવામાં ઉપયોગી છે.

ચણાના લોટમાં પણ દહીં તેમજ મધ મિક્સ કરી ફેસ પેક બનાવી શકાય છે.

એક ચમચી ચણાના લોટમાં એક ચમચી ટામેટાનો રસ તેમજ એક ચમચી લીંબુનો રસ ભેળવી તેનો ફેસ પેક બનાવી ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકદાર બને છે, ત્વચાની મૂળમાંથી સાફ-સફાઈ થાય છે,લીંબુ અને ટામેટાનો રસ એક પ્રકારના બ્લીચીંગનું કામ કરે છે.

image source

ટામેટાનો રસ ત્વચાને ઢીલી બનતા રોકે છે જેને કારણે ત્વચા લાંબા સમય સુધી યુવાન દેખાય છે. ટમેટામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો ત્વચા પરના ડાઘ દૂર કરી ત્વચાને સ્વસ્થ બનાવે છે.

બટાકાનો પણ બ્લીચ તરીકે ઉપયોગ કરી શકાય છે. બટાકુ કાપીને ચહેરા ઉપર ઘસવાથી ત્વચા સાફ થાય છે. skin tone હળવો થાય છે. ચહેરા પર ચમક આવે છે.

મલાઈ અને હળદર

image source

એક ચમચી મલાઈમાં અડધી ચમચી હળદર મિક્સ કરી તેનાથી ચહેરા ઉપર મસાજ કરવાથી પણ ચહેરો ચમકદાર બને છે, ત્વચા મુલાયમ બને છે ઉપરાંત ત્વચા પર પડેલા ડાઘા દુર થાય છે. મલાઈ ઉત્તમ ક્લિન્ઝિંગ ગણાય છે.

પપૈયું

image source

આરોગ્ય માટે પપૈયું બેસ્ટ ગણાય છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને સારું આરોગ્ય તો આપે જ છે પરંતુ તેમાંથી ત્વચા માટે પણ ઉત્તમ ફેસપેક બનાવી શકાય છે.

કાચા પપૈયાને ખમણીને તેનો પલ્પ તૈયાર કરી તેમાં ગુલાબજળ મેળવી આ પેસ્ટને ચહેરા પર લગાવી પંદર વીસ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવાથી ત્વચા પર કાંતિ આવે છે. પપૈયું તેમજ ગુલાબજળનો મિશ્રણ ચામડી માટે સારામાં સારું ટોનર છે.

image source

હવે તમે બહુ જ ઓછા ખર્ચે સારામાં સારા ફેસપેક તૈયાર કરી અને ચહેરાને સુંદર ,આકર્ષક અને સ્વસ્થ રાખવાના ઉપાયો થી માહિતગાર થઇ જ ગયા છો તો આ ઉપાયો અપનાવવામાં વાર કેટલી?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ