2020એ વધારે એક હસ્તીનો ભોગ લીધો, ભારતીય ITના પિતામહ એફ.સી. કોહલીનું અવસાન

દેશની સૌથી મોટી આઇટી સેવા કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સ્થાપક અને પ્રથમ સીઈઓ એફસી કોહલીનું 96 વર્ષની વયે અવસાન થયું. તેમને ભારતીય આઈટી ઉદ્યોગના પિતા પણ કહેવામાં આવે છે. શાનદાર ટેક્નોક્રેટ તરીકે જાણીતા કોહલી 1991માં ટાટા-આઈબીએમના ભાગ રૂપે આઇબીએમને ભારત લાવવાના નિર્ણયમાં સક્રિયપણે ભાગ લેતા હતા. તે ભારતમાં હાર્ડવેર ઉત્પાદન માટેના સંયુક્ત સાહસનો એક ભાગ હતો. સોફ્ટવેર ઉદ્યોગના પિતા તરીકે ઓળખાતા એફસી કોહલીએ ભારતની તકનીકી ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું અને ટીસીએસના પ્રથમ સીઇઓ તરીકે દેશને 100 અબજ ડોલરનો આઇટી ઉદ્યોગ બનાવવામાં મદદ કરી હતી.

image source

ભારતીય આઈટી ઉદ્યોગના પિતામહ ગણાતા અને ટીસીએસના સંસ્થાપક અને પ્રથમ સીઈઓ પદ્મભૂષણ ફકીરચંદ કોહલીનું 96 વર્ષની વયે અવસાન થતા બિઝેનસ જગતમાં હાલમાં શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે તેમનો જન્મ પેશાવરમાં થયો હતો. લાહોરમાંથી બીએ અને બીએસસી થયા બાદ તેઓ કેનેડા ગયા હતા. 1950માં એમઆઈટીમાંથી એમએસ કર્યા પછી 1951માં તાતા જૂથમાં જોડાયા હતા. જે હવે આ દુનિયામાં નથી.

image soucre

વિગતે વાત કરીએ તો કોહલીને દેશનાં આઇટી સેક્ટરનો પાયો નાખવાના યશસ્વી પ્રદાન બદલ ભારત સરકાર તરફથી પદ્મભૂષણનું સન્માન પણ પ્રાપ્ત થયું હતું. તેઓ 1996 સુધી ટીસીએસના વડા રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી , આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદ સહિત સરકાર તથા ઉદ્યોગ જગતના મહાનુભવોએ કોહલીને અંજલિ આપી હતી.

image soucre

આ પહેલાં સમાચાર આવ્યા હતા કે ટાટા કન્સલ્ટનસી સર્વિસ (ટીસીએસ ) ફરી એક વાર, દેશની સહુથી મોટી કંપની હોવાનું ગૌરવ મેળવ્યુ હતું. શેર બજારમાં એમકૈપ ના બાબત સહુથી મુલ્યવાન કંપની બની ગઈ હતી. કાચા તેલની કિમતો નીચે આવવાને કારણે, રિલાયંસ એક પાયદાન નીચે, બીજા નંબરે આવી ગઈ હતી.

image source

તે દિવસે બઝારમાં બપોરના 12 વાગ્યા સુધી, આરઆઈએલમાં 9.33% નરમાઇ જોવા મળી હતી. જેનાથી તેનો એમકૈપ 7,29,998 .35 કરોડ થઇ ગયો છે. જોકે દેશના બાકીના આઈટી કંપનીના સ્ટોક મુલ્ય માં 5.52 % નો ઘટાડો રહ્યો. પરંતુ તેનો એમકૈપ 7,50,814. 66 કરોડ થવાની થી તે પ્રથમ નંબર પર આવી ગઈ છે. દેશના શેર બઝારમાં પુંજી કરણ માં 10 લાખ કરોડ નો આકંડા પર કરનાર,

image source

દેશની પ્રથમ ઓઈલ કંપની રિલાયંસ એ ડિસેમ્બર 2019 થી અત્યાર સુધી 2.7 લાખ કરોડ નુ નુકશાન થઇ ગયેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલ વાયદામાં 9 માર્ચ ના 30% નો ઘટાડો નોધાયો હતો. 1991 બાદ સોમવારે સહુથી વધારે, ઘટાડો જોવા મળ્યો હતો. તેલની કિમતો યુદ્ધ અને કોરોના વાયરસની આશંકા ના પગલે વૈશ્વિક સ્તરે બજારને પણ પ્રભાવિત કરેલ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ