હિના ખાનની જેવી આંખો કરવી છે? તો રાહ જોયા વગર ફોલો કરો આ ટિપ્સ

જાણીતી અને લોકપ્રિય ટીવી એક્ટ્રેસ હિના ખાનની આંખોને સુંદરતાનું રહસ્ય તેનો વિશિષ્ટ આઈ મેકઅપ .

એકતા કપૂર નિર્મિત ટીવી સીરીયલ કસોટી જિંદગી કી ભાગ 2 મા વિલન કોમોલીકાનો રોલ નિભાવનાર ટીવી એક્ટ્રેસ હિના ખાન યુવાન મહિલાઓમાં તેની આગવી સ્ટાઈલ અને મેકઅપને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. ખાસ કરીને હિના ખાનની આંખોની સુંદરતા સૌને આકર્ષે છે. હિના ખાનનો આઇ મેકઅપ યુવતીઓમાં લોકપ્રિય છે, તો ચાલો જાણીએ હિના ખાનના આઈ મેકઅપની અદા.

image source

કોઈ વિશેષ પાર્ટી લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોમાં ચહેરા પર કરેલો મેકઅપ તેમજ આગવી સ્ટાઈલ સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે. એમાં પણ આંખ પર કરેલો મેકઅપ ચહેરાની સુંદરતામાં નિખાર લાવે છે. ખાસ કરીને આંખના મેકઅપ અંગે હિના ખાન ની શૈલી અપનાવવાથી પ્રસંગોમાં તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બનાવી શકશો.

હિના ખાનના સ્ટાઇલિશ આઈ મેકઅપ વિશે જાણીએ.

પર્પલ સ્મોકી આઈ મેકઅપ

image source

સ્મોકી આઈ મેકઅપની વાત આવે એટલે સામાન્ય રીતે લોકો બ્લેક સ્મોકી આઈ મેકઅપ અંગે વિચારે છે. પરંતુ કોઇપણ કલરના આઈશેડ દ્વારા આંખોને સ્મોકી લુક આપી શકાય છે. સ્મોકી આઈ મેકઅપ માટે ઘેરા રંગની પસંદગી કરવી. હિના ખાન જેવો પર્પલ સ્મોકી આઈ મેકઅપ કરવા માટે આંખો પર ટાઇમર લગાવ્યા બાદ લાઈટ પર્પલ કલરના આઈશેડ પાંપણના મધ્યભાગ પર લગાવી બ્રશની મદદથી તેને ફેલાવવો. આંખોના આઉટર કોર્નર પર ડાર્ક પર્પલ કલર નો આઇશેડ લગાવો . આંખોની વોટરલાઇન પર પર્પલ કલરના આઈશેડો અથવા તો કાજળ પણ લગાવી શકાય છે.

ન્યૂડ આઇ મેકઅપ

image source

ન્યૂડ આઇ મેકઅપ અત્યારનો હોટ ટ્રેંડ માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને યોગ્ય રીતે ન્યૂડ મેકઅપ કરતા આવડતું નથી. ન્યૂડ આઈ મેકઅપ કરવા માટે સૌથી પહેલા આંખોની ઉપરના ભાગમાં આઇ પ્રાઇમર લગાવવું.ત્યારબાદ આઇ ફાઉન્ડેશન લગાવો. ફાઉન્ડેશન ઉપર બ્રાઉન અથવા પિંક કલરના આઈ શેડ પાપણની મધ્યભાગમાં લગાવી તેને બ્રશની મદદથી વ્યવસ્થિત રીતે ફેલાવી દેવું. ન્યુડ સ્ટાઈલ મેકઅપ માટે ગ્લિટર અથવા તો ક્રિમી આઇશેડ પણ પસંદ કરી શકાય છે.

કોપર આઈ મેકઅપ

ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં પહેરવામાં આવતા વસ્ત્ર પ્રમાણે ગોલ્ડન તથા કોપર આઈ મેકઅપ વિશેષ પ્રમાણમાં મેચ કરે છે.અભિનેત્રી હિના ખાન કોપર આઈ મેકઅપમાં પણ જોવા મળે છે.

image source

કોપર આઈ મેકઅપ આજની યુવતીઓમાં વધુ પ્રિય છે. કોપર આઈ મેકઅપ માટે આંખો પર પ્રાઈમર લગાવ્યા બાદ આખ ઉપર સેન્ટરમાં કોપર આઇ શેડ લગાવી તેને સારી રીતે સ્પ્રેડ કરવો. ત્યારબાદ આંખોના આઉટર કોર્નર પર બ્લેક કલરનો આઈ શેડ લગાવી કોપર કલર સાથે તેને મર્જ કરવો .તેનાથી આંખો મોટી અને વધુ સુંદર દેખાય છે.

બ્લુ આઉટલાઇન આઇ મેકઅપ

image source

આંખના મેકઅપમાં કંઈક અલગ કરવું હોય તો હિના ખાનની આ તસવીર પ્રમાણેનો લુ્ક અપનાવી શકાય.જેમાં તેણે બ્લુ આઉટલાઇન મેકઅપ કરેલો છે.આંખો પર પ્રાઈમર લગાવી બ્લુ કલરની કાજલ પેન્સિલ આંખોમાં અને આઇ લાઇનર પર લગાવવી. બ્લુ અથવા તો સ્કાય બ્લુ કલરનું વસ્ત્ર પરિધાન હોય તો આંખો પર બ્લુ આઉટ લાઇન મેકઅપ ખુબ સુંદર લાગે છે.

ડબલ ક્રિઝ આઈ મેકઅપ

image source

આ તસવીરમાં હીનાખાન એ કરેલો ડબલ ક્રિઝ આઈ મેકઅપ સુંદર રીતે વ્યક્ત થયેલો દેખાય છે.આંખો ઉપર આઈ પ્રાઇમર લગાવ્યા બાદ આંખોની ક્રિઝ લાઇન પર આઈ પેન્સિલથી લાઇન ક્રિએટ કરવી.આંખોની લોઅર ક્રિઝ લાઇન પર થોડા ઘેરા રંગની આઇલાઇનર લગાવવી.બંને આઈલાઈનર ને મર્જ કરવી.

અમે આપને હિના ખાનના આઈ મેકઅપની ટીપ્સ આપી છે જેના દ્વારા તમે પણ પ્રસંગો મુજબ આઈ મેકઅપ અપનાવી આકર્ષક વ્યક્તિત્વ નિખારી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ