જો આઇબ્રો કરતી વખતે તમારી સ્કિન લાલ થઇ જતી હોય તો આજે જ વાંચી લો આ આર્ટિકલ, નહિં તો…

મિત્રો, સ્ત્રીઓ સુંદર અને આકર્ષક દેખાવા માટે તેમના ચહેરા પર અનેકવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. એવામા સ્ત્રીઓ તેમની આઇબ્રો ઉપર વિશેષ પ્રકારનુ ધ્યાન આપતી હોય છે. આ આઇબ્રોનો પરફેક્ટ શેપ તમને એક અલગ જ પ્રકારનો લુક આપતી હોય છે.

image source

આઇબ્રોનો એક પરફેક્ટ આકાર મેળવવા માટે તે થ્રેડીંગ કરવા માટે પાર્લરમા જતી હોય છે. તે તમારા ચહેરાને ફક્ત એક સારો આકાર જ નથી આપતી પરંતુ, તે તમારા ચહેરા પરના અનિચ્છનીય વાળની સમસ્યામાથી તમને મુક્તિ પણ અપાવે છે. મોટાભાગની યુવતીઓની ત્વચા એટલી બધી સંવેદનશીલ હોય છે કે, તેમને થ્રેડીંગ દરમિયાન અનેકવિધ પીડાઓનો સામનો કરવો પડે છે અને તેમની આંખોમાંથી આંસુ પણ આવી જાય છે.

image source

આ સિવાય થ્રેડીંગ દરમિયાન ચહેરા પર નાની-નાની ફોલ્લીઓ પણ થઇ જતી હોય છે અને તેના કારણે ચહેરા પર નાના-મોટા કટ પણ લાગી જતા હોય છે અને ચહેરા પર લાલાશની સમસ્યા પણ આવી જતી હોય છે. સામાન્ય રીતે આ સમસ્યાઓ એવા લોકોમા વધારે પડતી થતી હોય છે, જેમની ત્વચા વધારે પડતી સંવેદનશીલ હોય છે.

image source

જો તમારી ત્વચા પણ વધારે પડતી સંવેદનશીલ હોય તો આજે અમે તમને અમુક એવી ટીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અજમાવીને તમે તમારી ત્વચાની યોગ્ય રીતે સાર-સંભાળ રાખી શકો છો. પાર્લરમા આઇબ્રો કરાવતી વખતે ચહેરા પર પાવડર લગાવવો એ એક સામાન્ય વાત બની ચુકી છે.

image source

તે તમારા ચહેરા પરના વાળને સરળતાથી દૂર કરી શકે છે પરંતુ, જો તમે પાર્લરમા થ્રેડીંગ કર્યા પછી મોઇશ્ચરાઇઝર અને ક્રીમ લગાવો અને થોડીવાર માટે મસાજ કરો તો તમને થ્રેડીંગના દુ:ખાવામાથી રાહત મળે છે. થ્રેડીંગ કરાવ્યા પછી સીધુ જ સૂર્યપ્રકાશમા ના જવુ જોઈએ. જો તમે આમ કરો છો તો તમારી ત્વચા પર ખંજવાળ અને બર્નિંગની સમસ્યા વધી શકે છે.

image source

આ સિવાય તેના કારણે તમારા ચહેરા પર લાલાશ થવી પણ એકદમ સામાન્ય છે. જો આ સમય દરમિયાન તમારે કોઈ કામ માટે તડકામા બહાર નીકળવુ પડે તો તમે સુતરાઉ કાપડથી પોતાનો ચહેરો ઢાંકી દો, તેનાથી તમને રાહત મળશે. થ્રેડીંગ કરાવ્યા બાદ આઇસ ક્યુબ, એલોવેરા જેલ અને ગુલાબજળનો ઉપયોગ એ તમારી ખંજવાળની સમસ્યાને ઘટાડવા માટે કરી શકાય છે.

image source

આ ઉપરાંત થ્રેડીંગ કરાવ્યા બાદ તમારા ત્વચાના છિદ્રો ખુલી જાય છે અને તેના કારણે કમ સે કમ ૨૪ કલાક સુધી તમારા ચહેરા પર મેકઅપ અથવા ક્રીમ લગાવશો નહી. મેકઅપ લગાવવાના કારણે તમારી ત્વચાની સમસ્યામા વૃદ્ધિ થશે. જો તમે કોઈ પાર્ટી અથવા ફંક્શનમા જવાના હોવ તો તેના એકથી બે દિવસ પહેલા થ્રેડીંગ કરો, જેથી કોઈ સમસ્યા ના ઉદ્ભવે. જો તમે આ અમુક બાબતો પર વિશેષ ધ્યાન આપશો તો તમારી ત્વચા હમેંશા સુંદર અને આકર્ષક બની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત