સતત ફરકતી આંખને નોર્મલ કરવા કરો આ ઉપાય, જાણો શું છે આંખ ફરકવાનું કારણ

શા માટે ફડકે છે આંખ, સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ છે કારણ..

image source

સતત ફડકતી આંખને નોર્મલ કરવા કરો આ ઉપાય, જાણો શું છે આંખ ફડકવાનું કારણ

જ્યારે પણ કોઈ વ્યક્તિની આંખ ફડકે છે તો મનમાં પહેલો વિચાર આવે છે કે કઈ આંખ ફરકે છે અને તેનું ફરકવું શુભ સંકેત છે કે નહીં…

image sourceજ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણું શરીર આપણને અનેક સંકેત આપે છે. અંગોનું ફરકવું પણ આવા જ સંકેતમાંથી એક છે.

જો કે અંગોના ફરકવાના ફળકથન સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ હોય છે. તેમાંથી બંને માટે કેટલાક શુભ અને કેટલાક અશુભ સંકેત છે.

આંખનું ફરકવું પણ આમાંથી જ એક ઘટના છે. સ્ત્રી અને પુરુષ માટેના અલગ ફળકથનની વાત કરીએ તો પુરુષોની જમણી આંખ ફરકે તો શુભ સંકેત ગણાય છે જ્યારે સ્ત્રીની ડાબી આંખ…

સ્ત્રીની જમણી આંખ ફરકે તો તે કોઈ અશુભ ઘટના થવાના સંકેત સમાન ગણાય છે. પરંતુ સ્ત્રીની ડાબી આંખ ફરકે તો તેને શુભ સમાચાર પ્રાપ્ત થાય છે.

image source

પુરુષોમાં તેનાથી વિપરિત ડાબી આંખ અશુભ સંકેત આપે છે જ્યારે જમણી આંખ શુભ સમાચાર તરફ સંકેત કરે છે.

ડાબી આંખનો ઉપરનો ભાગ અને કાન પાસેનો ભાગ ફરકે તો તે શુભ સંકેત છે જ્યારે જમણી આંખની પાંપણ અને ભ્રમર ફડકે તો તે ઈચ્છા પૂર્ણ થવાનો સંકેત કરે છે. જો કે માત્ર ઉપરની પાંપણ ફરકે તો તે શુભ નથી. આમ થાય તો સ્ત્રીના મહત્વના કામ બગડી શકે છે.

image source

જો કે અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આંખ ફરકવાથી શુભ અને અશુભ સંકેત મળે તે પહેલા અન્ય સમસ્યાઓ પણ નડે છે. જેમાંથી એક છે કે તમે કોઈ કામ પર ધ્યાન આપી શકતા નથી.

સતત ફરકતી આંખના કારણે તમારું કામ ડિસ્ટર્બ થાય છે. જો તમને પણ આવી સમસ્યા થતી હોય તો આંખને ફરકતી તુરંત બંધ કરવાના ઉપાય પણ જાણી લો.

image source

આંખ કે શરીરનું કોઈપણ અંગ સતત ફરકે અને તેનાથી તમને સમસ્યા થતી હોય તો થોડું રુ અથવા કાગળનો ટુકડો લેવો અને તેને જે ભાગ ફરકતો હોય તેના પર રાખી દેવો. તેને થોડીવાર તે જગ્યા પર રહેવા દેશો એટલે અંગ ફરકતું બંધ થઈ જશે.

જો કે વૈજ્ઞાન અનુસાર આંખ કે કોઈપણ અંગનું ફરકવું તે શારીરિક પ્રક્રિયા છે. તેને માયોકેમિયા પણ કહેવાય છે જે સામાન્ય ક્રિયા છે જેનાથી સારું કે ખરાબ કંઈ જ થતું નથી.

image source

આંખ સિવાય શરીરના દરેક અંગમાં ક્યારેક તમને આવી ક્રિયા થતી અનુભવાતી હોય છે. આમ થવાનું કારણ હોય છે કે સ્નાયૂ જાતે જ સંકોચાતા હોય છે.

આ પ્રક્રિયા દરમિયાન રક્ત પ્રવાહને અસર થાય છે અને સ્નાયૂમાં ખેંચાણ અનુભવાય છે, તેના કારણે અંગ ફરકવા જેવો અનુભવ શરીરના બહારના ભાગમાં થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ