ચોમાસામાં આંખમાં થતી બળતરા અને ઈન્ફેક્શનથી છૂટકારો મેળવવા અપનાવો ઘરગથ્થુ ઉપચાર

ચોમાસાનો પહેલો વરસાદ આવે એટલે વાતાવરણમાં ઠંડક છવાઈ જાય છે. પણ તે આંખોની ઘણી સમસ્યાઓને આમંત્રણ પણ આપે છે. ચોમાસામાં આપણી આંખને ચેપ પણ બહુ જલ્દી લાગે છે. આમ થવાનું કારણ ચોમાસાની હવામાં બેક્ટેરિયા અને વાયરસ હોવાથી આપણી આંખોને જલ્દી ચેપ લાગે છે, આંખોને હંમેશા સ્વચ્છ રાખવી આંખ લાલ થઈ ગઈ હોય કે બળતરા થતી હોય ત્યારે તેના પ્રત્યે બેદરકારી ન રાખવી.

હીરાનંદાની હોસ્પિટલના વિસ્યુઅલ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડૉ. હર્ષવર્ધન કહે છે.”ચોમાસા દરમિયાન, આંખની એલર્જી, ફંગલ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ કોર્નિયલ અલ્સર, આંખનો ડેન્ગ્યુ રોગ, માઈક્રોસ્પોરેડીયલ કોર્નિયલ ચેપ અને લેન્સ સંબંધિત ચેપના રોગોનું પ્રમાણ વધી જાય છે.”

આજે અમે તમને જણાવીશું આંખોને સ્વચ્છ રાખવી અને કાળજી કેવી રીતે રાખવી તેના વિશે કેટલીક ટીપ્સ છે. જે નીચે પ્રમાણે છે.

૧. આંખમાં જ્યારે પણ કોઈ સમસ્યા થઈ હોય ત્યારે જલ્દીથી ડોક્ટર પાસે જઈને તેનું નિદાન કરાવું. તેમજ આંખમાં ચેપ અથવા એલર્જી થાય ત્યારે તરત આંખના નિષ્ણાતની મુલાકાત લો અને સારવાર કરાવી. જેથી આગળ જતા આંખની સમસ્યાને લઈને કોમ્પલિકેશન ન થાય.

૨. યોગ્ય સાવચેતી રાખીને ચેપને ફેલાતો અટકાવવો. તેમજ સાબુથી હાથ ધોવા અથવા હેન્ડ સેનીટાઈઝરનો ઉપયોગ કરવો.

૩. ડેન્ગ્યુ થાય તો તરત ડોક્ટર પાસે જવું અને તાત્કાલિક આંખ સંબંધિત સમસ્યાની જાણ કરવી.

૪. તમારી આંખના નિષ્ણાત દ્વારા સૂચવ્યા મુજબ, કોન્ટેક્ટ લેન્સ સંબંધિત ચેપને અટકાવવા એન્ટીબાયોટીક્સનો ઉપયોગ કરો.

૫. સમય સમય પર તમારા ચશ્મા સાફ કરવા

૬. તમારો મેકઅપ કોઈ બીજાને આપવો નહીં અને આંખ માટે વોટરપ્રૂફ મેકઅપનો ઉપયોગ કરવો.

ડૉ. હર્ષવર્ધન ઘોરપડે મુજબ, “ખરાબ પાણીથી ક્યારે પણ આંખો સાફ ન કરવી. લેન્સને સ્વચ્છ રાખવા અને લેન્સીસ પહેરીને સ્વિમિંગ કરવાનું ટાળો. આંખોને સાફ કરવા માટે નળના પાણીનો ઉપયોગ ન કરવો જોઇએ. સાબુથી હાથ ધૂઓ અને વારંવાર સેનિટિઝર વાપરો અને આંખોમાં ચેપ હોય તો પાણી ઉકાળીને તેને ઠંડું થવા દો તેના પછી તે પાણીનો ઉપયોગ આંખોને સાફ કરવા માટે કરવો. ઉકાળીને ઠંડા પાડેલા પાણીનો ઉપયોગ કરો. આંખને ઇજા અથવા ઈન્ફેક્શન થાય તો વહેલામાં વહેલી તકે આંખના નિષ્ણાતની મુલાકાત લઈને, નિદાન કરાવું.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી