જલ્સા કરોને જેંતીલાલ

એક્સપર્ટ લોકોનું નવું સંશોધન !!! જાણો અને હવે કેરીના ગોટલા ફેંકતા નહી…

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ એક સંશોધન કર્યું છે. આ સંશોધનને આગળ વધારતા એ વાજ જાણવા મળી કે ભારતમાં લગભગ 80 ટકા લોકો શાકાહારી છે અને તેમનામાં વિટામીન બી-12ની ઉણપ હોય છે. કેરીની ગોટલીનું સેવન કરવાથી શરીરમાં વિટામિન બી-12ની ઉણપ દૂર કરી શકાય છે તેમજ તેનાથી અન્ય બીજા પણ ઘણા ફાયદા થાય છે. જે જાણીને તમને પણ નવાઈ લાગશે.

ઉનાળાની શરૂઆતની સાથે કેરીની સીઝનની શરૂઆત થઈ જાય છે. કેરી ફળોનો રાજા છે. તે બધાને ભાવે છે, આપણે કેરી ખાધા પછી તેની છાલ અને ગોટલીને ફેંકી દેતા હોય છે. પરંતુ કેરીની ગોટલીને ફેંકી દેવાની જગ્યાએ જો તેનો મુખવાસ તરીકે કે અન્ય રીતે સેવન કરવામાં આવે તો વ્યક્તિના શરીરમાં વિટામીન બી-12 ઉણપ દૂર કરી શકાય છે. તેમજ ગોટલીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ઘણી બીમારીમાંથી છૂટકારો મેળવી શકાય છે.


કેમ કે, ગોટલીમાં મેન્ગીફેરીન નામનું ત્તત્ત્ત હોય છે જે મનુષ્યના શરીરમાં સુગર લેવલ કંટ્રોલ રાખવામાં પણ મદદ કરે છે, તેવું તારણ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાથીએ કાઢયું છે. ગુજરાતના ચાર કૃષિ યુનિવર્સિટીના સહકારથી તેઓ આ સંશોધનને આગળ વધારવાની યોજના કરી રહ્યાં છે.

તેમણા જણાવ્યા પ્રમાણે, બે કિલો કેરીના રસ કરતા 100 ગ્રામ ગોટલીમાં વધું પોષક તત્ત્તવો મળે છે. કેરી કરતા ગોટલીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્ત્તવો હોય છે જેને મોટાભાગના લોકો કચરામાં ફેંકી દેતા હોય છે. કેરીની ગોટલીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ હોય છે.

આ બધા પોષક તત્ત્તવો વિટામિન બી-12ની ઉણપ ધરાવતા શાકાહારી લોકોને વિટામિન બી-12ની ઉણપ દૂર કરવામા મદદ કરે છે. આજે ગુજરાત ચેમ્બરનાં યોજાવામાં આવેલી પત્રકાર પરિષદને વીડિયો કોન્ફરન્સની મદદથી સંબોધન કરતા ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું.

તેમણા જણાવ્યા અનુસાર, મનુષ્યના શરીર માટે જરૂરી 20 એમિનો એસિડમાંથી 9 એસિડ બનતા જ નથી. આ નવમાંથી આઠ એમિનો એસિડમાં ફિનાઈલ, એલેનિન, વેલિન, થ્રિઓનિન, ટ્રીપ્ટોફન, મેથેઓનિન, લ્યૂસિન, આયસોલ્યુસિન, લાયસિન અને હિસ્ટિડિન ગોટલીમાં ભરપૂર માત્રામાં હોય છે. એમિનો એસિડમાંથી બનતા પ્રોટીન શરીરની પાચનક્રિયાને મજબૂત કરવામાં મદદ કરે છે.

તેમજ એમિનો એસિડ પ્રોટીન માટે જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે. તેમજ વ્યક્તિના શરીરમાં વિટામિન ડી સિવાયના કોઈ અન્ય વિટામિન બનતા નથી. શરીરમાં બીજા વિટામિન મેળવવા માટે યોગ્ય આહાર ખાવો જરૂરી છે.

તેમજ ગોટલીનાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જસત, મેંગ્નિઝ જેવા ખનીજો તત્ત્તવો પણ યોગ્ય માત્રામાં હોય છે. ડ્રાયફ્રૂટ કરતા ગોટલીમાં વધારે પોષક તત્ત્તવો હો છે. તેમજ તેનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે.

તેમજ વજન ઓછું કરવા માટે ગોટલી બહુ ગુણકારી છે. તેનાથી ચરબી નથી વધતી. સમગ્ર દેશમાં લગભગ 1.88 કરોડ ટન કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમાથી લગભગ 6 ટકા કેરીનું ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે.

કેરીમાંથી નીકળતી ગોટલીમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી, અને પ્રોટીન તે સિવાય 44 થી 48 ટકા ફેટી એસિડ, એમિનો એસિડ, તેમજ અલગ અલગ મિનરલ્સ રહેલાં છે. તેમજ ગોટલીમાં સ્ટાર્ચ સવરૂપમાં કાર્બોહાઈડ્રાઈટ હોવાથી તેનો ઉપયોગ ઘંઉના લોટ તરીકે પણ કરી શકાય છે.

ગોટલી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે-

કેરીની ગોટલીનાં ભરપૂર પ્રમાણમાં મેન્ગીફેરિન નામનું તત્ત્ત હોય છે, જે ડાયાબિટીસને નિયત્રંણમાં રાખવા માટે બહુ ફાયદાકારક છે. તેમજ ગોટલીમાં આઈસો મેન્ગીફેરિન, ફ્લેવોનાઈડ્સ જેવા તત્ત્તવો કેન્સર જેવી ગંભીર બીમારીની સામે રક્ષણ આપે છે. તેમ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

તેમજ આપણા આહારમાં પોવીસેકરાઈડ તરીકે સ્ટાર્ચ હોય છે. આ સ્ટાર્ચ અલગ થાય ત્યારે તેમાંથી સુગર અલગ થઈ જાય છે અને તે લોહીમાં ભળી જાય છે. તે આંતરડામાં એમિલાઈમ નામના રસ ઝરે છે. આ રસ સ્ટાર્ચમાંથી સુગરને અલગ કરે છે. પરંતુ ગોટલીમાં મેન્ગીફેરિન નામનું તત્ત્ત આ પ્રક્રિયાને ધીમી કરી નાંખે છે. તેથી ડાયાબિટીસ નિયત્રંણમાં રહે છે.

છાલ સાથે કેરી ખાવાથી થતા ફાયદા-

કેરીની ગોટલીની જેમ કેરીની છાલમાં પણ વધારે પ્રમાણમાં મેન્ગીફેરિન હોય છે. તેથી પાકી કેરીને છાલ સાથે ખાવાથી ડાયાબિટીસના દર્દીને રાહત મળે છે. તેમજ પાચનતંત્ર મજબૂત થાય છે, જેથી ખાવાનું સરળતાથી પચી જાય છે. તેમજ શરીરમાં રહેલ ફાઈબર શરીરમાંથી વધારાની સુગરને બહાર નીકાળે છે.

નોંધ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની પ્રેસ રીલીસ આધરિત આલેખન

સોર્સ : ગુગલ

ઉપયોગી માહિતી આગળ વધારો અને શેર કરતા રહો !!!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ

Exit mobile version