ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, માર્કશીટમાં નહિં થાય આ વાતનો ઉલ્લેખ, જાણી લો તમે પણ

કોરોનાના કારણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. પણ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ વાલી-વિદ્યાર્થીઓમાં ચિંતા છે કે માર્કશીટમાં માસ પ્રમોશન લખેલું આવશે તો ભવિષ્યમાં કારકિર્દીમાં સમસ્યા ઊભી તો નહીં થાય ને? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ધોરણ 10 કે 12ની માર્કશીટમાં માસ પ્રમોશનનો કોઈ ઉલ્લેખ નહીં હોય, પણ ફક્ત ગ્રેડિંગ સાથે સામાન્ય માર્કશીટ જ તૈયાર કરવામાં આવશે.

image source

ગુજરાત સરકારે દ્વારા ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન તો જાહેર કરી દીધું, પણ તેની માર્કશીટ તૈયાર કરવાની પદ્ધતિમાં શિક્ષણ બોર્ડ ગૂંચવાઈ ગયું હતું. જેના કારણે એક ખાસ સમિતિ બનાવવામાં આવી હતી, એનાં તારણો અને ફોર્મ્યુલાના આધારે માર્કશીટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

image source

ઉપરોક્ત નિર્ણયના કારણે ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હજુ પણ મૂંઝવણ છે કે પરિણામ સારું આવશે, પણ એમાં માસ પ્રમોશન લખેલું હશે તો વિદ્યાર્થીઓને આગળના અભ્યાસથી લઈને વિદેશ જવામાં નડતરરૂપ બનશે તો કારકિર્દી રોળાઈ જશે. વાલી અને વિદ્યાર્થીઓની આ ચિંતાથી માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ સજાગ થયું અને તેણે નક્કી કર્યું છે કે ધોરણ 10 અને 12ની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં.

image source

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની માર્કશીટમાં કયાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં હોય. એક પણ વિદ્યાર્થીને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે. એટલું જ નહીં, કોઈ બાળકને ભવિષ્યમાં કોઈ એવું કહીને નહીં શકે કે પરીક્ષા વગર વિદ્યાર્થી પાસ થયો છે, એ પદ્ધતિથી માર્કશીટ તૈયાર કરવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે ધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલી ફોર્મ્યુલામાં સાવ ઠોઠ કે સામાન્ય પરીક્ષામાં પણ પૂરતા માર્ક ના લાવી શકતા હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે. નબળા વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનને કારણે પાસ થવામાં ખૂટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવી ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે.

image source

વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ ખૂટતા હશે એટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓના પરિણામ પત્રકમાં ગ્રેડ-ડી દર્શાવાશે. ધોરણ-10 પરીક્ષામાં દરેક વિષયમાં 80 ગુણમાંથી 26 ગુણ અને 20 ગુણમાંથી 7 ગુણ મેળવી શક્યા ન હોય તેવા ઉમેદવારોને માસ પ્રમોશનને કારણે પાસ જાહેર કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓના પરિણામમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong