ઇગ્નોર કર્યા વગર આજે જ જાણી લો ગુજરાત યુનિવર્સિટીએ પરિક્ષાને લઇને શું લીધો આ મોટો નિર્ણય

કોરોના કેરના કારણે દેશમાં લોકડાઉન અમલમાં છે. જો કે, હવે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. પણ આ વચ્ચે યુનિવર્સિટીની પરીક્ષાઓ ક્યારે યોજવી આ બાબતને લઇને તંત્ર અસમંજસમાં હતો. કોરોના કાળ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી કે નહીં એ વિશે વિચારણા કરવામા આવી રહી હતી. હવે ભારે ચર્ચા વિચારણા પછી યુનિવર્સિટીની પરીક્ષાને લઇને યુનિવર્સિટી વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે.ગુજરાતમાં કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની સૌથી વધારે અસર શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા કોરોનાને લઇને વિદ્યાર્થીઓને કોઇ તકલીફ ન પડે તેમજ પરીક્ષા પણ યોજાતી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

image source

કોરોના મહામારીને લીધે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજવનાર પરીક્ષા મોકૂફ રાખી છે ત્યારે હવે ઓનલાઈન પરીક્ષા MCQ બહુ વિકલ્પ પદ્ધતિના આધારે લેવાશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે ઓનલાઈન પરીક્ષા બહુ વિકલ્પ પદ્ધતિ પ્રમાણે રહેશે. MCQમાં આપેલા વિકલ્પમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ઓનલાઈન પરીક્ષા આપવા ઈચ્છતા BA સેમ -5, B.com સેમ-5, BBA સેમ -5, M.A સેમ-3, M.Com અને M.sc સેમ -3ના વિધાર્થીઓએ 15મી ડિસેમ્બર સુધીમાં વિકલ્પ પસંદ કરવા.

image source

જ્યારે અન્ય વિધાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા આપવાનો વિકલ્પ આપ્યો છે. વિદ્યાર્થીઓ હવે ઓફલાઇનના બદલે ઓનલાઇન પરીક્ષા આપી શકશે. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિએ વિદ્યાર્થીઓને નલાઇન પરીક્ષાનો પણ વિકલ્પ આપ્યો છે. ઓફલાઈનના બદલે નલાઇન પરીક્ષાનો વિકલ્પ વિદ્યાર્થી પસંદ કરી શકશે.

image source

ઓનલાઇન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે MCQ ફોર્મેટ રહેશે. વિદ્યાર્થીઓએ 15 ડિસેમ્બર સુધી વિકલ્પ પસંદગી કરવાનો રહેશે. ઓફલાઈન પરીક્ષા માટે કોઈ વિકલ્પ પસંદ કરવાનો રહેશે નહીં.ઓફલાઇન પરીક્ષા આપવા માટે શરતો મુજબની જરૂરી સુવિધા હોવી ફરજિયાત છે. એકવાર વિકલ્પ પસંદ કર્યા બાદ વિદ્યાર્થી તેને બદલી નહીં શકે. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા અગાઉ કોરોનાની મહામારીના કારણે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી(GTU) અને ગુજરાત યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં GTU બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ 8થી 17 ડિસેમ્બર સુધી યોજનારી પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

image source

આમ 10 ડિસેમ્બરથી શરૂ થનારી GTUની પરીક્ષા પાછળ ઠેલાઈ હતી. કોરોનાની મહામારીમાં GTU એ પરીક્ષાનો કાર્યક્રમ કેન્સલ કર્યો હતો. ત્યારે હવે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે તેવું જણાવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ્દ કરવા GTUને અપીલ કરી હતી. મહત્વનું છે કે, 1 ડિસેમ્બરથી શરૂ થનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મૌકૂફ રખાઈ હતી.

image source

ઓનલાઈન પરીક્ષા વિધાર્થીઓ પોતાને અનુકૂળ જગ્યા પર બેસીને આપી શકશે. જોકે લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ કે ટેબ્લેટ સહિતના ઉપકરણમાં વિન્ડોઝ 7 નું ઓપરેટિંગ સિસ્ટમ અને ચાલુ હાલતમાં વેબ કેમરા જરૂરી છે. આ સિવાય ઈન્ટરનેટ સ્પીડ પણ 1 Mbps થી વધુ અને મોબાઈલમાં 4G નેટવર્ક હોવું જરૂરી છે. ચાલુ પરીક્ષામાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીની જવાબદારી વિધાર્થીની રહેશે.

image source

જે વિધાર્થી પાસે આવી સુવિધાઓ નથી તેમને ઓફલાઇન પરીક્ષા આપવી વધુ હિતવાહ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન પરીક્ષાના મહાવરા માટે અંતિમ પરીક્ષા પહેલા ઓનલાઈન મોક ટેસ્ટ લેવામાં આવશે અને આ આપવી ફરજીયાત છે. વિધાર્થીઓ એરોલમેન્ટ નંબર, મોબાઈલ નંબર અને અન્ય વિગતો નાખી ઓનલાઈન પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે. એકવાર પસંદ આપ્યા બાદ પસંદગી બદલી શકાશે નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ