એવી મહિલાઓ કે જેણે પોતાના શોખને બનાવ્યો બિઝનેસ અને આજે કરે છે લાખોમા કમાણી…

જ્યારે તમારા મનમાં બિઝનેસ વુમન નામનો શબ્દ આવે ત્યારે તમારા મનમાં કૈક આવી જ છબી ઉભરતી હશે બિઝનેસ સુટ , એક મોટી ફાઇલ અને મોટી બિલ્ડીંગમાથી બહાર આવતી મહિલા પણ હવે તો સમય છે ડીઝીટલ યુગનો , હવે સ્ત્રી કે પુરુષને આંત્રપ્રેન્યોર બનવા માટે કોઈ બિઝનેસ સૂટ ની જરૂર પડતી નથી . આ ડીઝીટલ યુગમાં તમે નાઈટ ડ્રેસ પહેરીને પણ બેડ ઉપર બેઠા બેઠા પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો . આમાંથી અમે એવી કેટલીક મહિલાઓ વિશે જણાવા જઇ રહ્યા છીએ જેણે પોતાનો બિઝનેસ ચાલુ કરીને સોસિયલ મીડિયામાં પોતાની કાંઈક અલગ જ ઓળખાણ ઉભી કરી હતી .

image source

જે મહિલાઓ પાસે ટેલેન્ટ હોય છે તેને મંચ મળતું નથી , ત્યારે સોસિયલ મીડિયા તેના માટે વરદાન રૂપ બની જાય છે . તે સોસિયલ મીડિયાની મદદથી દેશમા જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી શકે છે અને સાથે સાથે પૈસા પણ કમાઈ શકે છે . કોઈ પોતાનું બ્યુટી સલુન ખોલીને તેની એડ ફેસબુક ચલાવી રહ્યું છે તો કોઈ પોતાનું કપડાંનું કલેક્શન બતાવીને બધાનું દિલ જીતી રહ્યું છે માત્ર એટલું જ નહિ સોસિયલ મીડિયા હવે ક્રિએટિવિટીનું પ્લેટફોર્મ પણ બની ગયું છે આજે અમેં તમને કેટલીક એવી મહિલા આંત્રપ્રેન્યોર વિશે જાણવા જઇ રહ્યા છીએ કે જેણે પોતાનું કરિયર સોસિયલ મીડિયાની મદદ થી બનાવ્યું છે .

પહેલી આંત્રપ્રેન્યોર : – ” શિષ્ટા મોર્યા “

એક કહેવત છે કે તમે એક કદમ આગળ વધો ઈશ્વર તમને તમારી મંજિલ સુધી જરુંર પહોંચાડશે આવુજ કંઈક કરી બતાવ્યું શિષ્ટા મોર્યાએ શિષ્ટા પોતાની બ્લોગ વેબસાઈટના માધ્યમથી પોતાના સ્ટાયલીશ આઉટફિટનો પ્રચાર કરે છે પોતાના એક ટેલેન્ટને માત્ર એક જ ક્લિક થી બધાને રૂબરૂ કરાવવા વાળી શિષ્ટા લખનૌના રકાબગંજમાં રહે છે તે એક ફેશન બ્લોગર છે શિષ્ટા એક બાજુ પોતાનો ઓનલાઈન બિઝનેસ ચલાવે છે જેમાં તે કપડાં , એસેસરીઝ , ફૂટવેર વગેરેનું વેચાણ કરે છે આ બધી વસ્તુઓનું રીવ્યુ તે ખુદ જ કરે છે અને તે તમને એ પણ કહે છે કે આ કપડાં તમે ક્યાંથી ખરીદી શકો છો હવે પોતાના આ બિઝનેસ વિશે શિષ્ટા પાસેથી જ સાંભળીયે

image source

” હું એક ફેશન બ્લોગર છું હું પહેલા બીજા લોકો ની પ્રોડક્ટ નો રીવ્યુ કરતી હતી ત્યારબાદ મારા મનમાં વિચાર આવ્યો ચાલને હું મારોજ ઓનલાઇન સ્ટોર બનાવીને તેની જ બ્રાન્ડિંગ કરું ” શિષ્ટા પોતાના બ્લોગ વેબસાઇટ સિવાય પોતાની પ્રોડક્ટ સોસિયલ મીડિયામાં પણ મૂકે છે જ્યારે ગ્રાહક પ્રોડક્ટની રેટ પણ ઇનબૉક્સમાં જ પૂછે છે તે પોતાની વેબસાઈટ ઉપર આભૂષણો , ડ્રેસ અને શહેર ના ફેમસ રેસ્ટોરેન્ટ નું પણ રીવ્યુ કરે છે અને જો લોકોને તેની પ્રોડક્ટ પસંદ આવે તો તે તેની પ્રોડક્ટ ખરીદે છે જેમાંથી શિષ્ટાને કમાણી પણ થાય છે

બીજી આંત્રપ્રેન્યોર કે જેને શોખ ને બનાવી પોતાની પહેચાન

image source

જો તમે પોતાના શોખને જ પોતાનું પ્રોફેશન બનાવીલો તો તમને સફળ થતા કોઈ રોકી શકતું નથી તો એવું જ કંઈક કર્યું કૃતિકાએ . કૃતિકાને બાળપણ થી જ ડિઝાઇનિંગ નો શોખ હતો અને આ શોખને પોતાના લગ્ન બાદ પણ જાળવી રાખ્યો હતો તે લગ્ન પછી પણ જૂની વસ્તુઓ અને એસેસરીઝનો ઉપયોગ કરીને કૈક નવું બનાવ્યા કરતી હતી પછી તેના મનમાં એક વિચાર ચમક્યો કે જો આ ટેલેન્ટને જ બિઝનેસ બનાવવામા આવે તો અને પછી શું કૃતિકાએ તરતજ ઓનલાઈન બિઝનેસ ચાલુ કરી દીધો તેને પોતાના જ નામથી ફેસબૂક પર પેજ બનાવ્યું હતું જે તેના પર પોતાની અલગ અલગ ડિઝાઇન શેયર કરે છે કૃતિકા અલગ અલગ પ્રકારના કાપડમાં કુરતીયો , સૂટ ,સલવાર અને સાડીયો પર એમ્બ્રોડરી ડિઝાઇન કરીને તેને નવો લુક આપે છે

image source

કૃતિકાએ કહ્યું કે પહેલા તો તેનો બિઝનેસ માત્ર તેના શહેર પુરતોજ સીમિત હતો પણ જ્યારથી તેણે પોતાનો બિઝનેસ ઓનલાઈન ચાલુ કર્યો ત્યારથી તેની પ્રોડક્ટ ભારતના મોટા મોટા શહેરોમા પણ વેચાવા લાગી છે તેનું કહેવું એવું છે કે જે ગ્રાહક તેની પ્રોડક્ટ ખરીદે છે તેના કોન્ટેકને પોતાની નવી પ્રોડક્ટના ઇમેજિસ પણ મોકલે છે કૃતિકાના કહેવા મુજબ whatsapp ઠીક છે પણ જો તમારે તમારી ડિઝાઇન બધા લોકો સુધી પહોંચાડવી હોય તો ફેસબુક બેસ્ટ માધ્યમ છે હું મારા બધા મિત્રોને મારી પોસ્ટ માં ટેગ કરું છું જે લોકોને મારી પ્રોડક્ટ પસંદ આવે છે તે લોકો પ્રોડક્ટની પ્રાઈઝ ઇનબૉક્સ માં પૂછે છે અને ટેગ કરેલા મિત્રોના મિત્રો પણ ફેસબૂક વોલને જોઈને તેનો કોન્ટેક કરે છે

ત્રીજી આંત્રપ્રેન્યોર : – ભારતી પાંડે

image source

યાદ છે તમને કે ક્યારે તમે તમારા દાદીના હાથનું બનાવેલું સ્વેટર પહેર્યું હતું એક જમાનો એવો હતો કે જે સમયમાં દાદીના હાથ થી બનાવેલા સ્વેટર થી જ બાળકો ની ઠંડી દૂર થતી હતી આજે લોકોને ક્વોલિટી પેહલા જેવી જ જોઈ એ છે પણ તેના જેવા સ્વેટર ક્યાંય મળતા નથી પણ જો હાથથી વણેલા સ્વેટર જોતા હોય તો ભારતી પાંડે પાસે તેનું વીશાળ કલેકશન છે ભારતી માત્ર સ્વેટર બનાવતી જ નથી પરંતુ પોતાની ડિઝાઇન અને પેટર્નને ઓનલાઈન સ્ટોર પર મૂકીને તે ભારતમાં અલગ અલગ જગ્યાએ પણ વેચે છે શરૂઆતમાં ભારતી પોતાના હાથથી વણેલા સ્વેટરને લોકલ વિસ્તારમા જ વેચતી હતી પણ ભારતીએ પોતાનો બિઝનેસ એક્સપેન્ડ કરવા માટે ઓનલાઈન સ્ટોર ચાલુ કર્યો હતો જેમા ભારતીના હજારો ડિઝાઇન અને પેટર્ન મોજુદ છે જેમા તમે તમારી પસન્દ મુજબના સ્વેટર બનાવી શકો છો.

ચોથી આંત્રપ્રેન્યોર : – અનુરાકા સરકાર

image source

એવું કહેવાય છે કે પતિના દિલનો રસ્તો તેના પેટ થી પસાર થાય છે પતિના દિલને ખુશ રાખવા માટે અનુરાકાએ ઘરમાં જ નવા નવા એક્સપેરિમેન્ટ કર્યા કરતી હતી ત્યારબાદ અનુરાકા ને વિચાર આવ્યો કે આ ડિશોને હું ફેસબુક પર શેયર કરું તો કેવું રહશે . આ પછી અનુરાકા પોતાની દરરોજની નવી નવી ડિશો ફેસબૂક પર મુક્યા કરતી હતી અને લોકોને તેની ડિશો પસન્દ પણ આવી અને બધા તેને ડિશોની રેસિપી પણ પૂછવા લાગ્યા હતા ધીરે ધીરે તેની રસોઈ કલા ફેમસ થવા લાગી હતી જેથી તેણે વિવિધ શહેરોમાં પોતાના વર્કશોપ પણ કરવાનું ચાલુ કરી દીધું હતું અને આજે અનુરાકા પોતાના વર્કશોપથી સારું એવું કમાઈ શકે છે

આજે કોઈ પણ આંત્રપ્રેન્યોર બની શકે છે પણ તેમાં કેટલીક સાવધાની રાખવી પડે છે અમે આ બધા લોકો સાથે કરેલી વાતચીત ઉપરથી અમુક જરૂરી સાવધાનીઓ નીચે આપેલી છે જે તમારે તમારો બિઝનેસ ચાલુ કરતી વખતે અચૂક પાળવી જ જોઈએ.

image source
  • 1 : – ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારી પર્સનલ માહિતી કોઈની સાથે પણ શેયર ના કરો જેવી કે ઓનલાઈન બેન્કિંગનો પાસવૉર્ડ , otp અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ડિટેઇલ્સ
  • 2 : – કોન્ટેક નંબર દેતા પહેલા પોતાનો ઇમેઇલ આપવાનો આગ્રહ રાખવો
  • 3 : – અને જો નંબર આપવો ખુબજ જરૂરી હોય તો કોઈ પુરુષ સદસ્ય નો નંબર જ આપવો
  • 4 : – પોતાના ઘર નુ એડ્રેસ આપવાનું ટાળો
  • 5 : – તમારી પ્રોડક્ટની પ્રાઇસ ઇનબૉક્સમાં જ લખી દો જેથી પાછળથી કોઈ પ્રોબ્લમ ના આવે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ