આ ગામમાં રહે છે બધા અંધ લોકો, જાનવરો પણ થઇ જાય છે અંધ, જાણો કેમ…

તમે ભારતના કોડીન્હી ગામ વિષે તો સાંભળ્યું જ હશે.

image source

કોડીન્હી ગામની વિશેષતા એ છે કે ત્યાં વસવાટ કરતા મોટાભાગના લોકો જોડિયા જન્મ્યા છે અને તેને ત્યાં જન્મેલી નવી પેઢી પૈકી પણ મોટાભાગના ટ્વિન્સ એટલે કે જોડિયા જ છે. વિશ્વમાં આપણા દેશના આ ગામને વિલેજ ઓફ ટ્વિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

એ સિવાય ચીનના શિચુઆન પ્રાંતના છેવાડે પહાડી વિસ્તારમાં સ્થિત એક ગામ યાંગ્સી છે જેને ડવાર્ફ વિલેજ ઓફ ચાઈના ના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ ગામની ખૂબી એ છે કે ગામમાં વસવાટ કરતા લોકોની એક ઉંમર સુધી શરીરનું કદ વધ્યા બાદ જીવનભર કદ વધતું જ નથી. એટલું જ નહીં ગામના અડધાથી વધારે ગ્રામજનોનું કદ 2 ફૂટ 1 ઇંચથી માંડી વધુમાં વધુ 3 ફૂટ 10 ઇંચ જ છે.

image source

આવું જ એક ગામ છે મેક્સિકોમાં. આ ગામની ખાસિયત એ છે કે આ ગામમાં રહેતા મોટાભાગના લોકો અંધ છે એટલું જ નહિ અહીંના મોટાભાગના જાનવરો પણ અંધ છે.

image source

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટિલ્ટેપક નામક આ ગામ મેક્સિકોમાં આવેલું છે. અહીં મોટાભાગના જોપોટેક પ્રજાતિના લોકો વસવાટ કરે છે. આ ગામમાં જન્મ લેનાર નવજાત શિશુ જન્મ સમયે તો એકદમ ઠીકઠાક હોય છે પણ થોડાક દિવસોનો સમય જતા તેની આંખોની દ્રષ્ટિ જતી રહે છે.

image source

સ્થાનિક લોકો આના માટેનું કારણ એક શ્રાપિત ઝાડને માને છે. લોકોમાં પ્રચલિત વાયકા મુજબ લાવજુએલા નામને આ ઝાડને જોવાથી માણસો અને પશુ – પક્ષી આંધળા થઇ જાય છે.

image source

જો કે વૈજ્ઞાનિકો આ કારણને સાચું નથી માનતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકોમાં આંધળાપણા પાછળ કોઈ ઝાડ નહિ પણ ઝેરીલી માખી જવાબદાર છે. અને આ માખી કરડવાથી લોકો અને પશુઓ આંધળા થઇ રહ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે આ ટિલ્ટેપક ગામમાં લગભગ 70 જેટલીઓ ઝુંપડીઓ આવેલી છે અને આવી ઝૂંપડીઓમાં લગભગ 300 જેટલા લોકો રહે છે. વળી ઝુંપડીઓમાં બારીઓ પણ નથી હોતી. જો કે અમુક અમુક કેસમાં આંખોની દ્રષ્ટિની યોગ્ય સમયે સારવારને કારણે લોકો આંધળા થવાથી બચ્યા હોવાના દાખલાઓ પણ નોંધાયા છે.

image source

તો આ હતી મેક્સિકોના ટિલ્ટેપક ગામની જાણવા જેવી વાત. આવી જ વધુ જાણવા જેવી માહિતી મેળવવા માટે જેન્તીલાલ ડોટ કોમની વિઝીટ કરવાનું ચૂકશો નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ