વધુ પડતો સૂકોમેવો વજન વધારી શકે છે માટે આટલી વાતો ખાસ ધ્યાનમાં રાખજો…

સદાબહાર સુકોમેવો

સમય સાથે સુકામેવાનું મહત્ત્વ વધતું જાય છે. તેની સાદી વ્યાખ્યા સમજીએ તો તાજા ફળની સુકવણી કરવામાં આવે અને તેનો પાણીનો ભાગ ઉડી જાય તેનો સુકો ભાગ જેમાં વિટામીન જળવાયેલા રહ્યા છે તે આપણે સુકામેવાના રૂપમાં વાપરીએ છીએ.સુકામેવામાં બદામ, અખરોટ, પીસ્તા (મીઠા વગરના) ઉપરાંત ખજૂર, અંજીર વિગેરે વધુ ઉપયોગી માનવામાં આવે છે. જ્યારે કાજુ, દ્રાક્ષ વિગેરેનો ઉપયોગ વધુ કરવો હિતાવહ નથી, ઉપરાંત મોળી સીંગ, તલ વિગેરે પણ ખુબ ઉપયોગી છે.
સૂકામેવામાં કેલેરી વધુ આવે છે માટે એનો ઉપયોગ વધુ પડતો કરી શકાતો નથી. માટે જ ઘરમાં 1 મુઠ્ઠી મીક્સ સુકામેવાની નાની કોથળીઓ બનાવી ડબ્બામાં ભરી દેવી તેથી વધુ પડતો ઉપયોગ ટાળી શકાય. દિવસ દરમિયાન જ્યારે પણ વધુ પડતી ભૂખ લાગે ત્યારે 1 મુઠ્ઠી સુકેમેવો ખાઈ શકાય છે.

ફાયદાઃ-

– અંજીર, ફ્લેક્સસીડ્ઝ વગેરેમાં ફાયબર્સ ભપૂર પ્રમાણમાં સમાયેલા હોય છે.
– વધુ પડતાં પ્રમાણમાં વાપરવામાં ના આવે તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.– તેમાં પોષણ ભરપૂર છે, જેમ કે વિટામીન એ, એમીનો એસિડ, ઓમેગા – 3 ભરપૂર પ્રમાણમાં હોય છે.
– ખજૂર, અંજીર વગેરે ખાંડની જગ્યાએ દૂધમાં નેચરલ શુગર તરીકે વાપરી શકાય અને તે દ્વારા તેના પોષતત્ત્વોનો ફાયદો મેળવી શકાય છે.– બદામ,અખરોટ વિગેરે પ્રોટીનથી ભરપૂર છે અને ફાયબર્સથી ભરપૂર છે તેમાં આવેલી ફેટ હાર્ટ માટે સારી છે.
– બની શકે તો કાજુ અને દ્રાક્ષ વાપરવા નહીં

રોગો સામે રક્ષણ આપે છેઃ-ડાયાબીટીસ – રેગ્યુલરલી 1 મૂઠ્ઠી મીક્સ ડ્રાયફ્રુટ લેવાથી શરીર ઇન્સુલીન રેસીસ્ટન્સનો સામનો કરી શકે છે.
હૃદય રોગઃ- સૂકામેવામાં આવેલી ફેટ અને ઓમેગા – 3 ફેટી એસીડથી હાર્ટના રોગો દૂર રાખી શકાય છે.
એન્ટી ઇન્ફ્લેમેટરી છે

સુકામેવામાં આવેલું ઓમેગા – 3 શરીરમાં પાણીનો ભાગ અને સોજા ઓછા કરે છે. આર્થરાઇટીસના પેશન્ટને મદદરૂપ થાય છે.

ધ્યાનમાં રાખોઃ-સૂકોમેવો જેમ કે બદામ, પીસ્તા, સીંગ, ખારા એટલે કે મીઠાવાળા ખાવા નહીં. તેનાથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થશે.

સીડ્ઝ જેવા કે ફ્લેક્સ સીડ્ઝ વગેરે સ્વાદિષ્ટ બનાવવા વધુ પડતાં મીઠા અને મસાલાવાળા આવે છે તેના બદલે ઘરે મીઠા વગર બનાવી વાપરવા વધુ હિતાવહ છે. ફ્લેક્સ સીડ્ઝ દિવસમાં વધુમાં વધુ 1 ટેબલ સ્પુન લઈ શકાય. વધુ લેવા નહીં.
વધુ પડતો સૂકોમેવો વજન વધારી શકે છે. દિવસમાં કુલ 1 મૂઠ્ઠી જેટલા ગમે તે સમયે ખાઈ શકાય છે. કાજુ અને દ્રાક્ષ વધુ પડતા લેવા નહીં.

ફોલ્સ હંગરને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય ?

ખરેખર, તો આ સાચી ભૂખ છે કે ફોલ્સ હંગર તે સમજવું જ અગત્યનું છે. જ્યારે વ્યક્તિને કકડીને ખરી ભૂખ લાગે છે ત્યારે તેના શરીરનું મેટાબોલીઝમ વ્યવસ્થીત કામ કરે છે. તેમ કહી શકાય. પરંતુ જમીને ઉઠ્યા પછી તરત જ પીઝા, કે પાઉં-ભાજી જોઈને ફરી ભૂખ લાગે તેને આપણે ‘ફોલ્સ હંગર’ કહીએ છીએ.
આનાથી દૂર રહેવું

– બને ત્યા સુધી ભૂખ્યા રહેવાનું ટાળો
– હંમેશા સવારે નાશ્તો લેવાની ટેવ પાડો.
– દિવસમાં ઓછામાં ઓછા 2-3 ફળ ખાવાનું રાખો.
– જુદા જુદા શાકભાજીનું સેવન વધારી દો. બને તો જમતાં પહેલાં મોટો વાડકો સલાડ લેવાનું રાખો.
– જમવાના અડધા કલાક પહેલાં છાશ લો અને સાંજે જમતા પહેલા સૂપ પીવાનુ રાખો.
– આ પ્રમાણે થોડું ધ્યાન રાખવાથી તમારી ફોલ્સ હંગરની સમસ્યાને થોડી હદ સુધી દૂર કરી શકાય.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી