યુરોપના આ દેશમાં પણ છે અમરનાથ જેવું ‘હિમ શિવલિંગ’. અહીં પહોંચવા માટે અપાર સાહસની જરૂર પડે છે !

અમરનાથના ધાર્મિક તીર્થ સ્થળ પર કુદરતી રીતે જ બનતાં હિમ શિવલિંગના દર્શન કરવા માટે આખાએ દેશમાંથી હજારો ભક્તો જાય છે. તાજેતરમાં જ કાશ્મિરમાં 370ની કલમ નાબૂદ કરવામાં આવતા આ યાત્રાને અરધેથી જ અટકાવવામાં આવી હતી અને ઘણા બધા ભક્તો અમરનાથ દાદાના દર્શન નહોતા કરી શક્યા.

પણ તમને કદાચ એ નહીં ખબર હોય કે આ પ્રકારનું બરફનું શિવલિંગ માત્ર હિમાલયમાં જ નહીં પણ આલ્પની ગીરીમાળામાં પણ જોવા મળે છે. જો કે આ જગ્યાની યાત્રા અમરનાથ કરતાં પણ જોખમી છે.

આ શિવલિંગ યુરોપ ખંડના ઓસ્ટ્રિયા દેશના સાલ્ઝબર્ગ શહેરની નજીક આવેલ વરફેનમાં આવેલું છે. આ સ્થળને વર્લ્ડ ઓફ આઈસ કહે છે. વાસ્તવમાં આ એક વિશાળ ગુફા છે. જો કે આ ગુફા પહાડમાંની ગુફા નહીં પણ બરફની ગુફા છે. આ ગુફા 40 કી.મીટર લાંબી છે. અને અહીં પ્રાકૃતિક રીતે જ વિશાળ હિંમશિવલિંગ બનેલું છે જે અમરનાથ દાદાના શિવલિંગ કરતાં ક્યાં વિશાળ છે.

યુરોપમાં પ્રવાસનને ખુબ મહત્ત્વ તેમજ પ્રોત્સાહન આપવામાં આવે છે અને લોકો દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી પહોંચી શકે તે માટે આવી જોખમી જગ્યાઓએ સરકાર દ્વરા કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગુફા છે તો 40 કી.મી લાંબી પણ તેની ઉપર ચડવા માટે 1 કી.મી સુધી સીડીઓ નાખવામાં આવી છે. આ એક કીલો મીટરની સીડીઓ ચડ્યા બાદ પ્રવાસીઓ આ વિશાળ શિવલિંગ નજીક પહોંચી શકે છે.

આ વિશાળ હિમ શિવલિંગની ઉંચાઈ લગભગ 75 ફૂટ ઉંચી છે. આ વિશ્વની સૌથી મોટી હિમગુફા છે અહીંસુધી પહોંચવા માટે પ્રવાસીઓએ ઘણાબધા જોખમોનો સામનો કરવો પડે છે. આ ગુફાની શોધ 1879માં કરવામા આવી હતી. અહીં આવું માત્ર એક જ શિવલિંગ નહીં પણ અનેક શિવલિંગ આવેલા છે.

તમને જણાવી દઈએ કે આ જગ્યાને સુરક્ષિત જગ્યાઓની યાદીમાં શામેલ કરવામા આવી હોવાથી અહીં એક હદ કરતા વધારે ડેવલપમેન્ટ કરવામાં નથી આવ્યું કારણ કે તેનાથી તેના કુદરતી સૌંદર્ય પર અસર થાય છે. આ ગુફા 20 મીટર એટલે કે 60 ફૂટ પહોળી અને 18 મીટર એટલે કે 54 ફૂટ ઉંચી છે.

જો તમારે આ જગ્યાની મુલાકાત લેવી હોય તો તેના માટે તમારે ગાઈડ સાથે જ ત્યાં પ્રવેશવું પડે છે. આ જગ્યાની મુલાકાત મે થી ઓક્ટોબર મહિના સુધી કરાવવામાં આવે છે. ગાઇડ દ્વારા કરાવવામાં આવતી આ ટુઅર 75 મીનીટની હોય છે. જેમાં તમને તેની વૈજ્ઞાનિક તેમજ ઐતિહાસિક જાણકારી આપવામાં આવે છે.

આ ગુફામાં તમે જાણે દુનિયાથી વિલુપ્ત કોઈ બીજી જ દુનિયામાં હોવ તેવો અનુભવ થાય છે. આ હિમ ગુફાના પ્રવેશ દ્વાર સુધી તમને કેબલ કાર લઈ આવશે. કેબલકારની મુસાફરી પણ એક અનોખો અનુભવ છે. વર્ષ દરમિયાન અહીંનું તાપમાન શૂન્ય તેમજ શૂન્ય કરતાં થોડું નીચુ રહે છે. આ સ્થળની મુલાકાત લેવા માટે તમે એક ફીટ શરીર ધરાવતા હેવા જોઈએ.

આમ તો આખુંએ યુરોપ રળિયામણું છે પણ ઓસ્ટ્રિયાના સૌંદર્યની તો વાત જ અલગ છે. જો તમારો ક્યારેય પણ યુરોપ ફરવાનો વિચાર હોય તો તમારે ઓસ્ટ્રિયાને પણ બે ત્રણ દિવસ ફાળવવા જોઈએ અને આ જગ્યાની મુલાકાત લેવાનું સાહસ ચોક્કસ કરવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ