આ સિરિયલની તસવીરો જોઇને અનેક લોકો થઇ ગયા એના ચાહક, જાણો શું છે આ સિરિયલમાં એવું તો ખાસ

નવા વર્ષમાં વાગવા જઈ રહી છે એક ઐતિહાસિક પાત્રની દુદુંભી, જોઈ લો નવા ટીવી શો ના રસપ્રદ ફોટા.

વર્ષ 2020માં જેમ તેમ કરીને વીતી રહ્યું છે. આ કોરોના કાળે બધા જ સારા એવા ધારાવાહિકની બલી લઈ લીધી, અમુક શો તો એવા હતા જે આ કાળમાં શરૂ થયા અને બે ચાર અઠવાડિયા કે થોડા મહિનામાં જ બંધ થઈ ગયા. નવેમ્બર ડિસેમ્બરના ફેસ્ટિવ સીઝનમાં પણ અમુક નવી સીરિયલ દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે પણ એ બધાની વચ્ચે હાલ ચર્ચા છે નવા વર્ષના પહેલા જ અઠવાડિયામાં શરૂ થવા જઈ રહેલા એક ઐતિહાસિક સિરિયલની.

image source

ટેલિવિઝનના કેટલાક નવા અને જૂના કલાકારો આવતા મહિને એક ઐતિહાસિક સિરિયલ લઈને આવી રહ્યા છે જેનું નામ છે “પૂણ્યશ્લોક અહલ્યાબાઈ” નામથી જ ખબર પડે છે કે આ સિરિયલ ઇતિહાસના એક જાણીતા પાત્ર પર આધારિત છે અને ટેલિવિઝનના એ દર્શકો માટે છે જે નાના પડદા પર ઇતિહાસની દંતકથાઓ જોવાના શોખીન હોય છે.

image source

પૂણ્યશ્લોક અહલ્યાબાઈ સિરિયલ 18મી સદીનો એક પિરિયડ ડ્રામા છે, જે એક સાધારણ છોકરી અહલ્યાબાઈ હોલકરના અસાધારણ જીવન પર આધારીત છે. પોતાના સસરા મલ્હાર રાવ હોલકરના સમર્થનથી અહલ્યાબાઈએ પુરુષવાદી સમાજના પહેલેથી નક્કી કરી રાખેલા એવા નિયમોને દૂર કર્યા જેના કારણે સ્ત્રીઓ એમના અધિકારોથી વંચિત રહી જતી હતી અને એમનો અવાજ દબાવી દેવામાં આવતો હતો. એમને સમાજમાં પોતાના ઉલ્લેખનીય તેમજ સકારાત્મક યોગદાન દ્વારા એક એવી મિસાલ કાયમ કરી જે લિંગ કે જન્મથી નહિ પણ કર્મોથી મહાન બની ગઈ.

image source

અહલ્યાબાઈ હોલકરની બહાદુરીની ગાથા ભારતીય ટેલિવિઝન પર પહેલી વાર બતાવવામાં આવશે. આ શો માં જાણીતી ચાઈલ્ડ એક્ટ્રેસ અદિતિ જલતારે અહલ્યાનો રોલ નિભાવશે અને જાણીતા ટીવી એકટર રાજેશ શૃંગારપૂરે અહલ્યાના સસરા મલ્હાર રાવની ભૂમિકામાં જોવા મળશે. આ સીરિયલમાં અહલ્યા અને મલ્હાર રાવનો એક ખાસ સંબંધ દર્શાવવામાં આવશે.

image source

આ સિવાય આ સીરિયલમાં આપણા ગુજરાતી ચાઈલ્ડ આર્ટિસ્ટ ક્રિશ ચૌહાણ પણ એક અગત્યની ભૂમિકામાં દેખાશે. ક્રિશ ચૌહાણ આ સીરિયલમાં અહલ્યાબાઈ હોલકરના પતિ એટલે કે ખંડેરાવ હોલકરના પાત્રમાં જોવા મળશે.

image source

પૂણ્યશ્લોક અહલ્યાબાઈમાં સસરા અને વહુની આ વાર્તામાં બંનેનો અનોખો સંપ જોવા મળશે જેની સાથે એમને ન ફક્ત નિયમોને પલટાવી દીધા હતા પણ એને પરિવર્તિત પણ કર્યા હતા. આ વાર્તા આપણને અહલ્યાબાઈના ઉલ્લેખનીય સફરમાં લઈ જશે જે એ બતાવશે કે કેવી રીતે મહારાષ્ટ્રના એક નાનકડા ગામની છોકરીએ સૌથી અપરંપરાગત અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કર્યો ને આગળ જઈને ન ફક્ત રાજ્ય અને મરાઠા સામ્રાજ્યની રાણી બની પણ જનતાની વચ્ચે મતોશ્રીની ઉપાધિ પણ મેળવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ