ESIC એ શરૂ કરી કોવિડ સ્કીમ, પીડિત પરિવારને મળશે દર મહિને પગાર, જાણી આ વિશે તમામ માહિતી

કોરોના કાળના આ કટોકટી જેવા સમયમાં હવે કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIC) એ પણ કર્મચારીઓને રાહત આપવાની શરુ કરી દીધી છે. દેશભરમાં કોરોના મહામારીની પહેલી લહેર આવ્યા બાદ અનેક યોજનાઓ સાથે મધ્યમ વર્ગ અને ધંધા રોજગારથી વંચિત થઇ ગયેલા લોકોને આર્થિક રાહત આપ્યા બાદ હવે ESIC નવી યોજના લઈને આવ્યું છે.

image source

લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ESIC તરફથી કોરોના મહામારીના સમયગાળામાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે. આ યોજનાનો સીધો લાભ કોરોનાને કારણે મૃત્યુ પામતા કર્મચારીના પરિવારને મળશે. ESIC તરફથી કોવીડ 19 રિલીફ સ્કીમ શરુ કરવામાં આવી છે.

ESIC માં ઇન્સ્યોરન્સ કમિશ્નર, રેવન્યુ એન્ડ બેનીફીટ એમ કે શર્માએ જણાવ્યું અતું કે ત્રણ જૂન 2021 થી આ યોજનાને લાગુ કરવામાં આવી છે. જો કે તેના માટેની સંપૂર્ણ તૈયારીઓ બાદ હવે ઔપચારિક નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યું છે.

image source

કોઈ વિશેષ બીમારીને લઈને અમલમાં આવનારી આ પ્રથમ યોજના છે જેમાં કોરોના બીમારીને કારણે મૃત્યુ પામતા કર્મચારીઓના પરિવારને આર્થિક મદદ કરવામાં આવશે.

ડોક્ટર શર્માના જણાવ્યા મુજબ આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે આ યોજનાનો લાભ લેવા માંગતા લોકોની યોગ્યતા અને પાત્રતાને એકદમ સરળ રાખવામાં આવ્યા છે. જેથી જો કોઈ ESIC માં યોગદાન આપતા કર્મચારીઓનું કોરોના વાયરસને કારણે મૃત્યુ થાય છે તો તેના પરિવારને આ યોજના થકી સરળતાથી આર્થિક લાભ મળી શકે.

ESIC કોવીડ 19 રિલીફ સ્કીમથી મળશે આ લાભ

image source

ડોક્ટર શર્માના જણાવ્યા મુજબ આ સ્કીમ અંતર્ગત આવેદન આપનારના પરિવારને મૃતક કર્મચારીનો પગાર મળશે. એટલે કે ESIC માં યોગદાન આપનાર વ્યક્તિ જો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામે તો તેના પરિવારમાં પત્ની, બાળકો, નિર્ભર માતા પિતા, કે ભાઈ બહેનને દર મહિને મૃત્યુ પામનાર કર્મચારીના પગારનો 90 ટકા ભાગ આપવામાં આવશે.

ઉદાહરણ તરીકે કોઈ કર્મચારી કે જેનો પગાર 15 હજાર રૂપિયા પ્રતિ મહિના હોય અને કોરોના વાયરસને કારણે તેનું મૃત્યુ થાય તો તેના પરિવારને 15 હજાર પગારનો 90 ટકા ભાગ દર મહિને આપવામાં આવશે. આ તેમના પરિવાર માટે મોટી રાહત પણ બની શકે છે અને તેઓ પોતાના જીવનનિર્વાહ માટેનો ખર્ચ કરી શકે છે.

આ પરિવારજનોને મળશે સ્કીમનો લાભ

image source

ડોક્ટર શર્માના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ કોરોનાને કારણે મૃત્યુ પામનાર કર્મચારીના પત્નીને ત્યાં સુધી મળવાપાત્ર છે જ્યાં સુધી તે બીજા લગ્ન ન કરી લે. એ સિવાય જો મૃતકના પરિવારમાં તેની પુત્રી હોય તો જ્યાં સુધી તે પુત્રીના લગ્ન ના થઇ જાય ત્યાં સુધી તેમને ઉપરોક્ત રકમ મળવાપાત્ર છે. જયારે કર્મચારીના માતાપિતાને આ યોજના અંતર્ગત જીવનપર્યંત આ યોજનાનો લાભ પેંશન રૂપે મળશે. સાથે જ જો કર્મચારીનો પુત્ર હોય તો જ્યાં સુધી તે પુખ્ત વયનો ન થઇ જાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળશે.

યોજનાનો લાભ લેવા માટેની આ છે લાયકાત

image source

આ યોજનાની લાયકાતમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે કોઈ પણ કંપનીમાં એક વર્ષની અંદર ઓછામાં ઓછા 70 દિવસનું જે કર્મચારીએ ESIC માં યોગદાન કર્યું હોય તેવા કર્મચારીના કોરોના વાયરસને કારણે મૃત્યુ થવાના કિસ્સામાં તેના પરિવારને આ યોજનાનો લાભ મળશે. એ સિવાય કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત થાય તેના ત્રણ મહિના પહેલા કોઈપણ કંપનીનો કર્મચારી હોવો જરૂરી છે. આ દરમિયાન જો તે કોરોના સંક્રમિત થાય અને તેનું મૃત્યુ થાય તો તેના પરિવારને આ યોજના માટે પાત્ર માનવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong