કાચબાની ઘરમાં થશે એન્ટ્રી તો અનેક સમસ્યાઓ માટે હંમેશા રહેશે No entry…

કાચબાની ઘરમાં થશે એન્ટ્રી તો સમસ્યાઓ માટે હંમેશા રહેશે No entry

ભારતમાં જેવી રીતે ઘરની સુખ-શાંતિ માટે વાસ્તુ શાસ્ત્રનું અનુકરણ કરવામાં આવે છે, તેવી જ રીત ચાઈનીઝ લોકો પોતાના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે ફેંગશૂઈને ફોલો કરે છે. તેનાથી લોકોમાં સકારાત્મકતા સ્થિર રહે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે આ ઉપાયો માત્ર ચાઈનીઝ લોકોને જ લાભ કરાવે છે.

જો તમે પણ તમારી આસપાસ સકારાત્મક અને સમૃદ્ધ વાતાવરણ ઈચ્છતા હોવ અને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો ઘરમાં એક નાનકડો કાચબો લાવી જુઓ. આ કાચબો તમે અનેક લોકોના ઘરમાં જોયો પણ હશે. ફેંગશૂઈ અનુસાર આ કાચબો શુભતાનું પ્રતિક છે. હિંદૂ શાસ્ત્રમાં પણ કાચબાને શુભ માનવામાં આવે છે. ઉત્તર ભારતમાં તો એવા અનેક મંદિર છે જ્યાં કાચબાની પૂજા થાય છે. જો કે આપણે ત્યાં શિવ મંદિરમાં પણ કાચબાની સ્થાપના કરવામાં આવે જ છે .

ફેંગશૂઈના કાચબાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. કાચબા અલગ અલગ પ્રકારના હોય છે. તેનો ઉપયોગ પણ અલગ અલગ હેતુ સિદ્ધ કરવા માટે થાય છે. જેમ કે આર્થિક સમસ્યાઓનો અંત લાવવો હોય તો ક્રિસ્ટલનો કાચબો ઘરમાં રાખવો જોઈએ.

ઘરમાંથી બીમારી દૂર થવાનું નામ ન લેતી હોય તો માટીમાંથી બનેલા કાચબાને ઘરમાં રાખવો. જો દંપતિને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો ઘરમાં એવો કાચબો રાખવો જેની પીઠ પર નાના-નાના કાચબા હોય. થોડા જ દિવસોમાં ઘરમાં બાળકના અવતરણના સમાચાર સાંભળવા મળશે. પત્ની અને પતિના સંબંધોમાં સમસ્યા રહેતી હોય તો ઘરમાં કાચબાની જોડી રાખવી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ સવારમાં આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી