સોનમ કપૂર અને આનંદ આહુજાએ નક્કી કરી લગ્નની તારીખ, પરિવારના લોકોએ કરી વિંનતી

સોનમ કપૂર અને આનંદ આહુજાએ નક્કી કરી લગ્નની તારીખ, પરિવારના લોકોએ કરી વિંનતી

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર અને આંનદ આહુજા 8 મે ના રોજ લગ્નનાં બંધનમાં જોડાશે. કપૂર અને આહુજા ફેમિલીએ લગ્નની આ તારીખની જાહેરાત કરી છે. લગ્ન મુંબઈમાં થશે અને તેના માટે બંને પરિવારે તમામ તૈયારી કરી લીધી છે. બંને પરિવારોમાં લગ્નને લઈને કેટાલય દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તારીખની જાહેરાત ન હતી કરી. પરંતુ હવે બને પરિવારોએ મળીને લગ્નની જાહેરાત કરી દીધી છે.

કપૂર અને આહુજા ફેમિલીએ લગ્નની તારીખની જાહેરાત કરતા કહ્યું કે, આ તેમના માટે બહુ ખુશી અને ગર્વની વાત છે. લગ્ન 8 મે ના રોજ મુંબઈમાં થશે. તેમજ તેઓ વિંનતી કરી છે તેમના પરિવારની ગોપનિયતાનો સન્માન કરવામાં આવે.

તૈયારીઓ થઈ ગઈ છે-તમને જણાવી દઈએ કે, પરિવારમાં લગ્નની કેટલાય દિવસોથી સુધી તૈયારી ચાલી રહી હતી, પરંતુ તારીખને લઈને કોઈએ જાહેરાત ન હતી કરી. શુક્રવારે અનિલ કપૂરનું ઘર રંગબેરંગી રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. ઘરમાં મહેમાનો આવવા લાગ્યા હતા. સોનમનો નાનો ભાઈ હર્ષવર્ધન ઘરમાં મહેમાનોનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો. અનિલ કપૂરના ઘરમાં કરણ જોહર, મોહિત મારવાહ પોતાની પત્ની અંતરા મોતીવાલા, ફરહા ખાન જેવા સ્ટાર તેમના ઘરે જોવા મળ્યા હતા. https://twitter.com/ANI/status/991363347860852736

ફરાહ ખાનના નિર્દેશનમાં જહાનવી કપૂર કરશે ડાન્સ

કપૂર પરિવારના લોકો લગ્નને લઈને પોત-પોતાની તૈયારી પૂરી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરિયોગ્રાફર ફરાહ ખાન સોનમના લગ્નનામ સંગીત ફ્ંક્શનની કોરિયોગ્રાફી કરી રહી છે. સોનમની કઝીન બહેન જહાનવી કપૂર પોતાની માં શ્રીદેવીનાં ગીત પર ડાન્સ કરશે, જ્યારે અર્જુન કપૂર અને રણવીર સિંહની સાથે માઈ નેમ ઈસ લખન પર ડાન્સ કરતો જોવા મળશે.

કોણ છે આંનદ આહુજાસોનમ કપૂર પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજાને લાબાં સમય સુધી ડેટ કરી રહી છે. આનંદ આગુજા દિલ્હીનો એક મોટો બિઝનેસમેન છે. લગ્નની તારીખ નક્કી થતા આનંદ આહુજાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તેના પર સોનમ કપૂરે કમેન્ટ કરી. તમને જણાવી દઈએ કે સોનમ કપૂરની માં સુનીતા કપૂરની બહેન કવિતા ઈન્ટિરિયર ડિઝાઈનર છે. આનંદ આહુજા 8 મે કવિતાના ઘરેથી જાન લઈને આવશે. કવિતાનું ઘર બ્રાંદ્રામાં છે. ઘરમાંથી આખો સમુદ્રનો નજારો દેખાય છે. પરિવારના લોકોએ લગ્નને યાદગાર બનાવા માટે કવિતા સિંહનું ઘર પસંદ કર્યું છે. તેની સાથે લગ્નમાં નજીકમાં મિત્રો અને પરિવારના લોકો સામેલ હશે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ બોલીવુડના આવા અનેક સમાચાર વાંચો ફક્ત અમારા પેજ પર,રેગ્યુલર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી