જાણો, સોજી, વેલન, હિંગ, ભજીયાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે

અત્યારે મોટાભાગના લોકો અંગ્રેજીમાં જ વાત કરતા હોય છે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધવાને કારણે લોકોને પોતાની માતૃભાષાના અમુક શબ્દો જ ખબર નથી હોતા. પરંતુ આજે પણ એવી ઘણી વસ્તુ છે, જેનું અંગ્રેજી કદાચ તમને પણ નહીં ખબર હોય તો આજે અમે તમને કેટલીક વસ્તુના અંગ્રેજી નામ વિશે જણાવીશું જે બહુ ઓછા લોકો જાણતા હશે.

સોજી-
સોજીને અંગ્રેજીમાં semolinaકહેવામાં આવે છે. તેમજ સોજી તેમાંથી આપણે અલગ અલગ વાનગી બનાવતા હોઈ છીએ, જેમ કે સોજીનો શિરો, સોજીનો ઉપમા, ઉત્તપમ, વગેરેમાં સોજીનો ઉપયોગ કરીએ છીએ.

ટિનડા-
ટિનડાને અંગ્રેજીમાં apple gourd કહેવામાં આવે છે. કેમ કે, તેનો આકાર સફરજન જેવો હોય છે. ઘણા લોકો ઘરે તેનું શાક પણ બનાવતા હોય છે. તેને ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. જો કે, કદાચ આજે તમને પહેલી વખત ખબર પડી હશે કે ટીનડાને અંગ્રેજીમાં apple gourd કહેવામાં આવે છે.

સાબુદાણા-
આપણે બધા સાબુદાણાનો ઉપયોગ કરતા હોઈ છીએ પણ કોઈને એ ખબર નહીં હોય કે તેને અંગ્રેજીમાં શું કહેવાય છે. સાબુદાણાને અંગ્રેજીમાં tapioca sago કહેવામાં આવે છે. તેમજ ઉપવાસમાં મોટાભાગના લોકો સાબુદાણાની ખીચડી બનાવીને ખાતા હોય છે. તેમજ સાબુદાણામાંથી અલગ અલગ વાનગીઓ લોકો બનાવતા હોય છે.

હીંગ-
રસોઈમાં શાક બનાવતી વખતે હીંગનો ઉપયોગ જરૂરી છે હિંગ વગર શાકનો સ્વાદ નથી આવતો. તેથી લોકો શાકનો વગાર કરતી વખતે હિંગ નાખે છે. પણ શું તમે જાણો તેને અંગ્રેજીમાં શું કહેવાય. તમને જણાવી દઈએ કે દરરોજ ઉપયોગમાં આવતી હિંગને અંગ્રેજીમાં asafoetida કહેવાય છે.

ભજીયા-
ઘરમાં એવું કોઈ નહીં કે જેને ભજીયા નહીં ભાવતા હોય. મોટાભાગના લોકો ચાની સાથે ભજીયા ખાવાનું પસંદ કરે છે. તેમજ ચોમાસામાં ભજીયા ખાવાનું લોકો વધારે પસંદ કરે છે. પણ કોઈને એ નહીં ખબર કે ભજીયાનું અંગ્રેજી શું થાય. ભજીયાનું અંગ્રેજી fritters છે.

છીણી-
કોઈ પણ શાકભાજી કે ફ્રૂટને છોલવા માટે આપણે બધા છીણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દરેકના ઘરમાં છીણી હોય છે પણ અંગ્રેજીમાં તેને graterકહેવાય છે જે તમને પણ નહી ખબર હોય. તેનાથી તમે ગાજર, કેરી, શાકભાજી જેવી વસ્તુઓ છોલી શકો છો.

ખાંડણી-
દરેકના ઘરમાં ખાંડણી હોય છે પણ તે કોઈને નહીં ખબર હોય કે તેનો અંગ્રેજીમાં શું અર્થ થાય છે. અંગ્રેજીમાં તેને mortar કહેવામાં આવે છે. તેને ઉપયોગ લસણ, મરચા જેવી વસ્તુને ક્રશ કરવા માટે કરવામા આવે છે.

વેલન-
રોટલી બનાવા માટે વેલનનો ઉપયોગ કરવામાં આવે છે. વેલનને અંગ્રેજીમાં rolling pin કહેવામાં આવે છે. જેનો ઉપયોગ સૌથી વધારે થાય છે.

ઓરસ્યો-
રોટલી બનાવા માટે ઓરસિયાનો ઉપયોગ કરવામાં આવે છે આપણે તેનો દરરોજ ઉપયોગ કરતા હોવા છતાં કોઈને ખબર નથી કે ઓરસિયાને અંગ્રેજીમાં rolling board કહેવામાં આવે છે. આજે તમને જાણીને નવાઈ પણ લાગી હશે કે અરસિયાને અંગ્રેજીમાં રોલિંગ બોર્ડ કહેવામાં આવે છે.

સાણસી, ચીપિયો-

રસોડામાં ઉપોગમાં આવતી સાણસી અને ચીપિયાને અંગ્રેજીમાં tongs કહેવામાં આવે છે. કોઈ પણ ગરમ વાસણને પકડવા માટે આપણે હંમેશા સાણસીનો ઉપયોગ કરીએ છીએ તેમજ ચીપિયાનો ઉપયોગ ખાવાની વસ્તુ પકડવા માટે કરવામાં આવે છે જેમ કે પાપડ શેકવા માટે આપણે ચીપિયાનો ઉપયોગ કરીએ છીએ.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

આવી રસપ્રદ વાતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી