જોઇન્ટ ફેમિલીમાં રહેવાથી થાય છે એક નહિં પણ અનેક ફાયદાઓ, જાણવા માટે વાંચો…

આજના આ મોર્ડન સમયમાં અનેક છોકરા-છોકરીઓ લગ્ન પછી આઝાદ રહેવા ઇચ્છતા હોય છે. આમ, તેઓ તેમની આઝાદી મેળવવા માટે લગ્ન પછી પરિવારથી અલગ થઇ જાય છે. જો કે આ સમસ્યા કોઇ એકના ઘરમાં જ નહિં પરંતુ ઘરે-ઘરે જોવા મળે છે. પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે, જો તમે પરિવારથી અલગ રહેવાનુ વિચારી રહ્યા છો તો તમારે અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આમ, જો તમે જોઇન્ટ ફેમિલીમાં નથી રહેતા અને પતિ-પત્ની એમ બંન્ને એકલા જ રહો છો તો તમારા પર અનેક જવાબદારીઓ પણ વધી જાય છે. જો તમારા લગ્ન ટૂંક સમયમાં થવાના હોય અથવા તમે ન્યૂ મેરિડ કપલ છો અને તમે જોઇન્ટ ફેમિલીથી અલગ રહેવા ઇચ્છો છો તો થોભી જજો કારણકે આજે અમે તમને જણાવી દઇએ કે, જોઇન્ટ ફેમિલીમાં રહેવાથી કયા-કયા ફાયદાઓ થાય છે. આમ, જો તમે આજે જ આ ફાયદાઓ જાણી લેશો તો તમે ક્યારે પણ એકલા રહેવાનુ વિચારશો નહિં.

સુખ-દુખમાં સાથેજોઇન્ટ ફેમિલીમાં રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, જો તમારી પર કોઇ પણ પ્રકારની મુશ્કેલી આવે છે તો તમારી સાથે તમારો પૂરો પરિવાર હોય છે. આ સિવાય જોઇન્ટ ફેમિલીની સાથે તમે તમારી ખુશીની સાથે સાથે દુખની વાત શેર કરીને તમારું મન હળવુ કરી શકો છો. આમ, જો તમે એકલા રહો છો તો તમારે અનેક પરિસ્થિતિઓનો સામનો તમારી જાતે જ કરવો પડે છે જેથી કરીને તમે સ્ટ્રેસમાં આવી જાઓ છો, જેની સૌથી મોટી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.

બાળકોમાં સંસ્કારબાળકોને જે સંસ્કાર જોઇન્ટ ફેમિલિમાંથી મળે છે તે તેમને એકલા રહેવાથી નથી મળતા. આ સિવાય તમારે ક્યાંક બહાર જવાનુ થાય તેમજ જો તમે જોબ કરતા હોવ તો તમે તમારા બાળકોને તમારા પરિવાર સાથે મુકીને જઇ શકો છો અને તમને કોઇ ટેન્શન પણ રહેતુ નથી. આમ, જો તમે તમારા બાળકોને કોઇ બહારની વ્યક્તિ સાથે મુકીને જાઓ છો તો તમારે અનેક ઘણા વિચારો સાથે ઘરની બહાર નિકળવુ પડે છે.

મદદ કરવી

દરેક લોકોની લાઇફમાં અનેક પ્રકારના ઉતાર-ચઢાવ આવતા હોય છે, પણ જો તમે જોઇન્ટ ફેમિલીમાં રહો છો તો કોઇ પણ વાત તેમજ પરિસ્થિતિનો ઉકેલ ખૂબ જ ઝડપથી આવી જાય છે અને તમને અનેક વાતમાં પરિવારની મદદ મળી રહે છે. મુશ્કેલીનો સામનો કરવા માટે આખો પરિવાર તમારા પડખે ઊભો રહે છે.

ઘરની સેફ્ટી
આજના આ સમયમાં રાત્રીના સમય કરતા દિવસે ચોરી થવાના ચાન્સિસ ખૂબ જ વધી ગયા છે. પણ જો તમે જોઇન્ટમાં રહો છો તો તમારા ઘરની સેફ્ટી ખૂબ વધી જાય છે. કારણકે બહુ જ ઓછા દિવસો એવા આવે છે જેમાં તમારા ઘરે કોઇ વ્યક્તિની હાજરી ના હોય.

હળીમળીને કામ કરવુંજોઇન્ટ ફેમિલીમાં રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, ઘરનું કામ એકલા હાથે કરવુ પડતુ નથી. જોઇન્ટમાં રહેવાને કારણે દરેકના ભાગે થોડુ-થોડુ કામ આવે છે જેથી કરીને કામ પણ ફટાફટ પૂરું થઇ જાય છે અને હળીમળીને કામ કરવાની ભાવના પણ જન્મે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક રસપ્રદ અને માહિતીસભર પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી