ગર્ભવતી હાથણીનુ મૃત્યુ, સેલેબ્સ થયા ગુસ્સે, જાણો સેલેબ્રિટી શું કરી માંગ..

અનાનસ ખાવાથી ગર્ભવતી હાથણીનું મૃત્યુ, દેશ ભરમાં રોષ. સેલેબ્રેટીએ કરી આકરી સજાની માંગ

– કેરળની ઘટના પર દેશભરમાં રોષ સતત વધતો જઈ રહ્યો છે.

– આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, દિશા પટની, અથિયા શેટ્ટી, દિયા મિર્ઝા, રણદીપ હૂડા અને રિધ્ધિમા કપૂરે પણ આ અંગે પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neeraj Madhav (@neeraj_madhav) on

કોરોના મહામારીમાં લોકોના જીવ જ્યારે ખતરામાં આવી ગયા છે. આવા સમયે કેરળથી માણસાઈ શર્મસાર થાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં કોરોના મહામારીમાં લોકો જ્યારે અધૂરી માહિતીને કારણે ભયથી પોતાના જ પાળેલા જીવોને તરછોડી રહ્યા છે, ત્યારે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્રીટી આગળ આવીને લોકોને આવું ન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે તેમ જ યોગ્ય માહિતી આપતા રહે છે. જો કે આ દરમિયાન કેરળની ઘટના પર ફરી સેલેબ્સે તેમનો પશુપ્રેમ બતાવ્યો છે.

કેરળના પલક્કડ જીલ્લાની ઘટના

કેરળના પલક્કડ જીલ્લામાંથી આ ઘટના સામે આવી છે. અહી ભોજનની શોધમાં આવેલી એક ગર્ભવતી હાથણીનું 27 મેના રોજ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોએ ભોજનની શોધમાં આવેલી આ હાથણીને ફટાકડાવાળું અનાનસ આપ્યું હતું, જે હાથણીના મોઢામાં ફૂટ્યું અને તે મૃત્યુ પામી હતી.

સેલેબ્રીટીએ કડક સજાની માંગ કરી હતી

 

View this post on Instagram

 

A post shared by ɐɯɹɐɥS ɐʞɥsnu∀ (@anushkasharma) on

સોશિયલ મીડિયા પર આ નિર્દય ઘટના ઘણી ફેલાઈ છે, અને લોકો આ બાબતે તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ પ્રમાણેની નિર્દય ઘટના આપણાં અંદર મરી રહેલી માણસાઈને દર્શાવે છે.

આ ઘટના પર સોશિયલ મીડિયામાં આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, દિશા પટની, અથિયા શેટ્ટી અને દિયા મિર્ઝાએ પણ આ ઘટનાને શેર કરીને તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

આ ઘટનાના વિરોધ સાથે જ તેમણે આ નિર્દય કામ કરનાર આરોપીને કડક સજા મળે તેવી માંગ પણ કરી છે. આ એક્ટ્રેસ અવારનવાર પ્રાણીઓના અધિકાર તેમજ આઝાદી માટે અવાજ ઉઠાવતા રહે છે. જો કે રણદીપ હૂડા અને રિધ્ધિમા કપૂરે પણ અ ઘટનાને વખોડી હતી.

હાથણીનું કરુણ મૃત્યુ, છતાં એણે કોઈને નુકશાન ન કર્યું

કેરળના પલક્કડ જીલ્લામાં ૨૭ મેના દિવસે આ હાથણી મૃત્યુ પામી હતી. ઉલ્લેખનીય છે કે તે 8થી 20 મહિના પછી મદનિયાને જન્મ આપવાની હતી. જમવાનું શોધવા નીકળેલ હાથણીને ત્યાના કોઈ સ્થાનિક જને ફટાકડાવાળું અનાનસ ખવડાવી દીધું હતું.

આ અનાનસ ખાધા પછી તેના મોઢામાં જ ફૂટી જતા તેના મોઢાને ગંભીર ઇજા પહોંચી હતી, જેને કારણે તે કઈ પણ ખાઈ શકે એમ ન હતી. જો કે હાથણી જ્યારે નદી પસાર કરી રહી હતી ત્યારે નદીમાં અધવચ્ચે જ તેનું મૃત્યુ થયું.

કેરળના ફોરેસ્ટ ઓફિસરે લખી ભાવુક પોસ્ટ

કેરળના ફોરેસ્ટ ઓફિસર મોહન ક્રિશ્નને ફેસબુક પર આ હાથણી માટે મલયાલમ ભાષામાં ભાવુક પોસ્ટ લખી હતી, જેમાં એમણે કહ્યું કે, હાથણીને આટલું દુઃખ પહોચ્યું હતું છતાં એણે ગામના કોઈપણ લોકોને ઇજા પહોંચાડી ન હતી, મોઢામાં થયેલ ઇજાને કારણે તે ખાઈ પણ શકતી ન હતી. આટલી પીડા છતાં તે દર્દ અને ભૂખ લઈને ગામમાં ફરતી રહી હતી.

હાથણીના પેટમાં મદનીયું પણ મૃત્યું પામ્યું હતું

મૃત હાથણીને નદીમાંથી બહાર કાઢવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બે અન્ય હાથીઓની મદદ લીધી હતી, પણ આ દરમિયાન હાથણીએ નદીમાં જ દમ તોડી દીધો હતો.

જો કે ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા હાથણીને ટ્રકમાં ભરીને જંગલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તે મોટી થઇ હતી. જ્યાં મોટી થઇ હતી ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આ દરમિયાન પોસ્ટમોર્ટમમાં ડોક્ટરને હાથણીના પેટમાંથી નાનકડું મદનિયું પણ મળ્યું હતું, જે આ અમાનવીય દુનિયામાં આવી ન શક્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ